ભારતીય વૈજ્ઞાનિકોનો મોટો દાવો: Coronaનું સ્ટ્રેન અલગ કરાયું, 6 મહિનામાં વેક્સિનનું હ્યુમન ટ્રાયલ સંભવ

News18 Gujarati
Updated: May 26, 2020, 9:59 PM IST
ભારતીય વૈજ્ઞાનિકોનો મોટો દાવો: Coronaનું સ્ટ્રેન અલગ કરાયું, 6 મહિનામાં વેક્સિનનું હ્યુમન ટ્રાયલ સંભવ
ભારતમાં આગામી 6 મહિનામાં કોવિડ-19 વેક્સિનનું માનવ પરિક્ષણ શરૂ થઈ શકે છે

દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસ સંક્રમણના કુલ 60,490 દર્દી સાજા થઈ ચુક્યા, મૃત્યુદરમાં પણ ઘટાડો નોંધાયો છે. દેશમાં મૃત્યુદર 3.3 ટકાથી ઘટી 2.87 ટકા થયો છે.

  • Share this:
નવી દિલ્હી : કોરોના વાયરસ સંક્રમણ દુનિયાભરમાં કહેર વર્તાવી રહ્યો છે. વિસ્વ સ્તર પર વૈજ્ઞાનિક તેની વેક્સિન વિકસીત કરવામાં લાગેલા છે. આ બધા વચ્ચે ભારતીય વૈજ્ઞાનિકોએ મોટો દાવો કર્યો છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)નું કહેવું છે કે, ભારતમાં આગામી 6 મહિનામાં કોવિડ-19 વેક્સિનનું માનવ પરિક્ષણ શરૂ થઈ શકે છે.

સમાચાર એજન્સી આઈએએનએસ અનુસાર, રિઝનલ મેડિકલ રિસર્ચ સેન્ટરના નિર્દેશક અને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)ના પ્રમુખ ડો. રજની કાંતે આ સંબંધમાં જાણકારી આપી છે. તેમના અનુસાર, પૂણેમાં નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજી (એનઆઈવી) પ્રયોગશાળામાં વાયરસના સ્ટ્રેનને અલગ કરવામાં સફળતા મળી છે. હવે તેનો ઉપયોગ વેક્સિન બનાવવામાં કરવામાં આવશે. આ સ્ટ્રેનને સફળતાપૂર્વક ભારત બાયોટેક ઈન્ટરનેશનલ લિમિટેડ (બીબીઆઈએલ)માં સ્થાનાંતરિત કરી દેવામાં આવ્યો છે. આશા છે કે, ઓછામાં ઓછા છ મહિનામાં વેક્સિનનું માનવ પરિક્ષણ શરૂ થઈ જશે.

'કોવિડ-19ના કેસ વધવાથી ડરવાની જરૂર નથી'

તેમનું કહેવું છે કે, આપણે દેશમાં કોવિડ-19 કેસની સંખ્યા વધવાની જગ્યાએ નબળા સમૂહની સુરક્ષા પર વધારે ધ્યાન આપવું જોઈએ. કાંતે કહ્યું કે, આપણે કોવિડ-19ના વધતા કેસથી ડરવું ન જોઈએ. વૃદ્ધ અને એવા લોકો જે પહેલાથી કોઈ બીમારીથી ગ્રસિત છે, તેમની સુરક્ષાની આવશ્યકતા છે. આ સૌથી નબળા સમૂહ છે, અને આપણે આ સમૂહમાં મૃત્યુદરને ઓછો રાખવા માટે પર્યાપ્ત સંશાધન લગાવવા અને રણનીતિને વિકસીત કરવાની જરૂરત છે.

ભારતમાં કોરોના વાયરસ સંક્રમણના 1 લાખ 45 હજારથી વધારે મામલા સામે આવી ચુક્યા છે. કોરોના વાયરસની તાજી પરિસ્થિતિ પર સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે જણાવ્યું કે, દેશમાં સંક્રમણમાંથી સાજા થનારા લોકોની ટકાવારી વધી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે, દુનિયાના બાકી દેશોના મુકાબલે ભારતમાં કોરોના વાયરસના કેસ ઓછા છે. આ સિવાય મૃત્યુદરમાં પણ ભારતની સ્થિતિ સારી છે.

સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસ સંક્રમણના કુલ 60,490 દર્દી સાજા થઈ ચુક્યા છે. રિકવરી રેટમાં સુધાર ચાલુ છે, વર્તમાનમાં હાલ તે 41.61 ટકા છે. લવ અગ્રવાલ અનુસાર, મૃત્યુદરમાં પણ ઘટાડો નોંધાયો છે. દેશમાં મૃત્યુદર 3.3 ટકાથી ઘટી 2.87 ટકા થયો છે.
First published: May 26, 2020, 9:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading