ભારતમાં 24 તપાસમાં એક કોરોના પોઝિટિવ, અમેરિકા-બ્રિટનની હાલત વધારે ખરાબ : ICMR

ભારતમાં 24 તપાસમાં એક કોરોના પોઝિટિવ, અમેરિકા-બ્રિટનની હાલત વધારે ખરાબ : ICMR
ભારતમાં 24 તપાસમાં એક કોરોના પોઝિટિવ, અમેરિકા-બ્રિટનની હાલત વધારે ખરાબ : ICMR

દેશમાં અત્યાર સુધી 2 લાખ 90 હજાર 401 લોકોની તપાસ કરવામાં આવી હતી. જેમાં 30,043 ટેસ્ટ બુધવારે કર્યા : ICMR

 • Share this:
  નવી દિલ્હી : ICMRના ડો.રમન આર ગંગાખેડકરે ગુરુવારે સાંજે નિયમિત પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે દેશમાં અત્યાર સુધી 2 લાખ 90 હજાર 401 લોકોની તપાસ કરવામાં આવી હતી. જેમાં 30,043 ટેસ્ટ બુધવારે કર્યા હતા. જેમાં 26,331 ટેસ્ટ ICMR લેબ અને 3712 ટેસ્ટ પ્રાઇવેટ લેબમાં થયા છે. તેમણે કહ્યું હતું કે આપણી પાસે 8 સપ્તાહ સુધી ટેસ્ટ માટે પુરતી કિટ છે.

  ડોક્ટર રમણે કહ્યું હતું કે ભારતમાં જ્યારે 24 લોકોની તપાસ કરી રહ્યા છીએ ત્યારે એક કોરોના પોઝિટિવ દર્દી મળે છે. જ્યારે જાપાનમાં આ આંકડો 11.7 તપાસમાં એક પોઝિટિવ, ઇટાલીમાં 6.7 તપાસ પર એક પોઝિટિવ અને અમેરિકામાં આ 5.3 લોકોની તપાસ પર એક પોઝિટિવ દર્દી છે. જ્યારે બ્રિટનમાં 3.4 લોકોની તપાસ પર એક કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યો છે.  આ પણ વાંચો - WHO પર ગંભીર આરોપ! ચીનને બચાવવા માટે કોરોના અડવાથી ફેલાય છે તે વાત છુપાવી  હોટસ્પોટવાળા ક્ષેત્રોમાં જ એન્ટીબોડી ટેસ્ટનો ફાયદો - ICMR
  ડો. રમન ગંગાખેડકરે કહ્યું કે દરેક ક્ષેત્રમાં એન્ટીબોડી ટેસ્ટના ઉપયોગનો ફાયદો નથી. હોટસ્પોટવાળા ક્ષેત્રોમાં જ તેના ઉપયોગથી ફાયદો થશે. રેપિડ કોવિડ-19 ટેસ્ટ કિટનો ઉપયોગ પ્રારંભિક તપાસ માટે નહીં થાય પણ તેનો ઉપયોગ નજર રાખવાના ઉદ્દેશ્યથી કરવામાં આવે છે.

  ગૃહ મંત્રાલય અધિકારીએ સરકારની ગાઇડલાઇનનો હવાલો આપતા કહ્યું કે સાર્વજનિક સ્થાનો અને કાર્યસ્થળો પર માસ્ક પહેરવો અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જેવા કેટલાક નિયમો કડકાઈથી લાગુ કરવા જોઈએ. પાંચ કે તેથી વધારે લોકો એક સ્થાન પર ભેગા ન થવા જોઈએ. સાર્વજનિક સ્થળો અને કાર્યસ્થળો પર થુંકવું ન જોઈએ.
  Published by:Ashish Goyal
  First published:April 16, 2020, 19:42 pm