ફરીથી ન કરાવો RT-PCR ટેસ્ટ, જાણો કોરોના તપાસ પર ICMRની નવી એડવાઇઝરી

ICMRની ભલામણ- હૉસ્પિટલોમાં કોરોના સંક્રમણથી મુક્ત થયા બાદ રજાના સમયે દર્દીઓના ટેસ્ટ કરાવવાની જરૂર નથી

ICMRની ભલામણ- હૉસ્પિટલોમાં કોરોના સંક્રમણથી મુક્ત થયા બાદ રજાના સમયે દર્દીઓના ટેસ્ટ કરાવવાની જરૂર નથી

 • Share this:
  નવી દિલ્હી. દેશમાં કોરોના વાયરસ (Coronavirus)ની બીજી લહેર ચાલી રહી છે. આ દરમિયાન રોજ મોટી સંખ્યામાં નવા કેસ (Covid-19 Cases) સામે આવી રહ્યા છે. એવામાં દેશમાં કોરોના વેક્સીન (Corona Vaccine) અને તપાસ (Corona Test)ને લઈ અભિયાન ચાલી રહ્યું છે. આ દરમિયાન ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ મંગળવારે કોરોના તપાસને લઈ નવી એડવાઇઝરી બહાર પાડી છે. તેમાં લેબોરેટરીના ભારણને ઓછો કરવા માટે આરટી-પીસીઆર તપાસ (RT-PCR Test)ને શક્ય એટલી ઓછી કરવા અને રેપિડ એન્ટિજન ટેસ્ટ (Rapid Antigen Test)ને વધારવાની વાત કહેવામાં આવી છે.

  ICMRનું કહેવું છે કે દેશમાં કોરોના વાયરસ સંક્રમણની બીજી લહેર દરમિયાન તપાસ કરનારી લેબોરેટરીઓ ખૂબ દબાણમાં કામ કરી રહી છે. એવામાં વધતા કોરોના કેસોને જોતાં તપાસના લક્ષ્યને પૂરો કરવામાં મુશ્કેલી ઊભી થઈ રહી છે. કારણ કે લેબોરેટરીઓનો પણ કેટલોક સ્ટાફ સંક્રમિત થાય છે.

  આઇસીએમાઆર પ્રમુખની ભલામણો...

  1. જે લોકોને એક વાર આરટી-પીસીઆર કે રેપિડ એન્ટીજન ટેસ્ટ (RAT)ની તપાસમાં સંક્રમણ હોવાનું સામે આવ્યું હતું, તેમણે બીજી વાર આરટીપીસીઆર ટેસ્ટ ન કરાવવો જોઈએ.
  2. હૉસ્પિટલોમાં કોરોના સંક્રમણથી મુક્ત થયા બાદ રજાના સમયે દર્દીઓના ટેસ્ટ કરાવવાની જરૂર નથી.
  3. લેબોરેટરીઓ પર દબાણ ઓછું કરવા માટે આંતરરાજ્ય પ્રવાસ કરનારા સ્વસ્થ લોકોના આરટી-પીસીઆર ટેસ્ટની અનિવાર્યતાને પૂરી રીતે હટાવવી જોઈએ.
  4. ફ્લૂ કે કોવિડ-19ના લક્ષણવાળા લોકોને બિનજરૂરી મુસાફરી અને આંતરરાજ્ય પ્રવાસ કરવાથી બચવું જોઈએ. તેનાથી સંક્રમણનો પ્રસાર ઓછો થશે.
  5. કોરોનાના તમામ લક્ષણ વગરના લોકોને પ્રવાસ દરમિયાન કોવિડ ગાઇડલાઇન્સનું પાલન કરવું પડશે.
  6. રાજ્યોને આરટી-પીસીઆર ટેસ્ટને મોબાઇલ સિસ્ટમના માધ્યમથી કરાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.

  આ પણ વાંચો, નકલી રેમડેસીવીર ઇન્જેક્શનથી સાવધાન: આવી રીતે નકલી ઇન્જેક્શન ઓળખવા પોલીસે કરી તાકીદ

  રેપિડ એન્ટીજન ટેસ્ટને ગણાવ્યો ફાયદેમંદ

  આઇસીએમઆરએ પોતાની નવી એડવાઇઝરીમાં કહ્યું છે કે રેપિડ એન્ટીજન ટેસ્ટને કોરોના ટેસ્ટ માટે જૂન 2020માં અપનાવ્યું હતું. હાલના સમયમાં આ કન્ટેનમેન્ટ ઝોન અને કેટલાક હેલ્થ સેન્ટર ઉપર જ સીમિત છે. આ ટેસ્ટનો ફાયદો એ છે કે તેનાથી 15થી 20 મિનિટમાં જ કોરોના વિશે જાણી શકાય છે. એવામાં દર્દીને જલ્દી સાજા થવામાં પણ મદદ મળે છે.

  આ પણ વાંચો, કોરોનાથી સાજા થયા બાદ ભૂલ્યા વગર કરાવો આ ટેસ્ટ, બેદરકારીથી વધી શકે છે મુશ્કેલીઓ


  રેપિડ ટેસ્ટ સંબંધિત ભલામણો...

  1. રેપિડ એન્ટીજન ટેસ્ટને તમામ સરકારી અને ખાનગી હેલ્થકેર ફેસિલિટીમાં અનિવાર્ય કરવા જોઈએ.
  2. શહેરો, કસ્બા, ગામોમાં લોકોની મોટાપાયે તપાસ કરવા માટે RAT બૂથ ઊભા કરવા જોઈએ.
  3. શહેરો, ગામોમાં આ RAT બૂથ અનેક સ્થળો પર ઊભા કરવા જોઈએ. તેમાં સ્કૂલ-કોલેજ, કોમ્યુનિટી સેન્ટર, ખાલી સ્થળો સામેલ હોય.
  4. આ બૂથ 24 કલાક અને સાતેય દિવસ કામ કરે.
  5. સ્થાનિક પ્રશાસન પોતાના સ્તર પર ડ્રાઇવ થ્રૂ બૂથ પણ શરુ કરી શકે છે.
  Published by:Mrunal Bhojak
  First published: