વેક્સીન બનાવવા માટે ICMRએ 15 ઓગસ્ટની ડેડલાઇન આપી, વિશેષજ્ઞોએ ચિંતા વ્યક્ત કરી

વેક્સીન બનાવવા માટે ICMRએ 15 ઓગસ્ટની ડેડલાઇન આપી, વિશેષજ્ઞોએ ચિંતા વ્યક્ત કરી
વેક્સીન બનાવવા માટે ICMRએ 15 ઓગસ્ટની ડેડલાઇન આપી, વિશેષજ્ઞોએ ચિંતા વ્યક્ત કરી

ભારત બાયોટેકને કહેવામાં આવ્યું છે કે વેક્સીન બનાવવાના કામને પ્રથમ પ્રાથમિકતા પર રાખવામાં આવે

 • Share this:
  નવી દિલ્હી : મેડિકલ રિસર્ચમાં ભારતની અગ્રણી સંસ્થા ICMRએ (Indian Council of Medical Research) ભારત બાયોટેડને મોકલાવેલ એક આંતરિક પત્રમાં કહ્યું છે કે ક્લિનિકલ ટ્રાયલની પ્રક્રિયાને ઝડપી બનાવવામાં આવે. રસપ્રદ એ છે કે આ લેટરમાં ICMRએ 15 ઓગસ્ટ સુધી વેક્સીન ન તૈયાર કરવાની સ્થિતિમાં પરિણામ ભોગવવા જેવી ચેતવણી પણ સામેલ કરી છે. ભારત બાયોટેકને કહેવામાં આવ્યું છે કે વેક્સીન બનાવવાના કામને પ્રથમ પ્રાથમિકતા પર રાખવામાં આવે. ICMR દ્વારા આવી ડેડલાઇન જાહેર કરવાને લઈને ઘણા એક્સપર્ટ ચિંતા પણ વ્યક્ત કરી રહ્યા છે. તેમનો મત છે કે વેક્સીન બનાવવાનું કામ દબાણમાં પુરું કરી શકાય નહીં.

  ઉલ્લેખનીય છે કે ગત દિવસોમાં હૈદરાબાદની ફાર્મા કંપની ભારત બાયોટેકે દાવો કર્યો હતો કે તેને વેક્સીનના ફેજ-1 અને ફેજ-2ના હ્યુમન ટ્રાયલ માટે ડીસીજીઆઈ પાસેથી હરી ઝંડી મળી ગઈ છે. કંપનીએ એ પણ કહ્યું કે ટ્રાયલનું કામ જુલાઈના પ્રથમ સપ્તાહમાં શરૂ કરવામાં આવશે.  આ પણ વાંચો - આ વ્યક્તિ પહેરે છે સોનાનું માસ્ક, દેશમાં સૌથી વધારે મોઘું માસ્ક?

  ન્યૂઝ 18 સાથે વાતચીત દરમિયાન ડૉ. અનંત ભાને કહ્યું હતું કે આજ સુધી કોઈ પણ વેક્સીન બનાવવા માટે આવી ઝડપી પ્રક્રિયા અપનાવવામાં આવી નથી. આ ઘણું ઉતાવળમાં કરવામાં આવી રહ્યું છે અને તેનો પોતાના ખતરો પણ છે. અનંત ભાન ગ્લોબલ હેલ્થ રિસર્ચર છે.

  અન્ય એક ન્યૂરોવૈજ્ઞાનિક સુમૈયા શેખનું કહેવું છે કે જો યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવામાં નહીં આવે તો ઘણા પ્રકારના ખતરા ઉત્પન થઈ શકે છે. ભારત બાયોટેક પહેલા જ અમેરિકા સાથે મળીને બે વેક્સીન પર કામ કરી રહ્યું છે તો આવામાં બીજી એક વેક્સીનના ઝડપી ટ્રાયલની જરૂર શું છે. વેક્સીન નિર્માણ કરતા વધારે નેશનલ પ્રાઇડની જેમ છે કે કોણ આ રેસમાં પ્રથમ નંબરે આવશે. કોરોના જેવી વૈશ્વિક મહામારી વચ્ચે આ રેસ સમજણમાં આવે છે પણ એક યોગ્ય વેક્સીન તૈયાર કરવી આ સમયે નેશનલ પ્રાઇડથી મોટી વાત છે.
  Published by:Ashish Goyal
  First published:July 03, 2020, 23:39 pm

  टॉप स्टोरीज