ICICI-વીડિયોકોન લોન બાબતમાં હવે સીબીઆઈ ચંદા કોચર સાથે પૂછપરછ કરશે. જણાવવામાં આવી રહ્યું છે કે, આ બાબતમાં સીબીઆઈ લોન પ્રક્રિયામાં સામેલ બધા જ અધિકારીઓના નિવેદન પહેલા જ નિવેદન લઈ ચૂકી છે. કહેવામાં આવી રહ્યું છે કે, જપ્ત કરવામાં આવેલા દસ્તાવેજોની તપાસ બાદ સીબીઆઈને લાગી રહ્યું છે કે, લોનની મંજૂરી ઉપરથી મળી હતી. તે ઉપરાંત એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, આ માટે કેટલાક નિયમોનો પણ ઉલ્લંઘન કરવામાં આવ્યો છે.
જણાવી દઈએ કે, આ પહેલા વીડિયોકોન લોન બાબતમાં સીબીઆઈ શુક્રવારે ચંદા કોચરના પતિ દીપક કોચર વિરૂદ્ધ એક્શન લઈને પ્રાથમિક તપાસ શરૂ કરી દીધી છે. ચંદા કોચર પર પતિના દોસ્તની કંપનીને લોન આપવાનો આરોપ છે. પ્રાથમિક તપાસમાં આ વાતની તપાસ કરવામાં આવશે કે, દીપર કોચર અને તેમના બે સંબંધીઓની કંપનીને વીડિયોકોન સમૂહના વેણૂગોપાલ ધૂતે કેટલી લાંચ આપી. આરોપ છે કે, વીડિયોકોન સમૂહને આઈસીઆઈસીઆઈ બેંકથી આપવામાં આવેલ લોનની લેવડ-દેવડ ગુપ્ત રીતે કરવામાં આવી હતી.
ઉલ્લેખનિય છે કે, ICICI બેંક અને વીડિયોકોન ગ્રુપના રોકાણકાર અરવિંદ ગુપ્તાએ ચંદા કોચર પર આરોપ લગાવ્યો છે કે, કોચરે વીડિયોકોનને કુલ 4000 કરોડ રૂપિયાની લોન મંજૂર કરવા બદલ ખોટી રીતે વ્યક્તિગત લાભ લીધો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર