... તો શું IBવાળા કરી રહ્યાં છે રાહુલની જાસૂસી? કેમ ઉભા થયા પ્રશ્ન

News18 Gujarati
Updated: June 18, 2018, 9:59 PM IST
... તો શું IBવાળા કરી રહ્યાં છે રાહુલની જાસૂસી? કેમ ઉભા થયા પ્રશ્ન

  • Share this:
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની શું કેન્દ્ર સરકાર જાસૂસી કરાવી રહી છે. કોંગ્રેસના ખેમામાં હાલમાં કંઈક આવી જ હિલચાલ જોવા મળી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, દિલ્હીથી લઈને દેશના કોઈપણ ખુણામાં રાહુલ ગાંધી જાય છે તો સુરક્ષાના નામે ઈન્ટેલિજન્સ બ્યૂરોના ઓફિસર જાસૂસી કરી રહ્યાં છે. અસલમાં આ પ્રશ્ન ત્યાંથી ઉભો થયો જ્યારથી આરએસએસની માનહાની બાબતે કોંગ્રેસ અધ્યક્ષ અશોક ચૌહાણ સહિત પાર્ટીના કેટલાક વરિષ્ઠ દિગ્ગજ નેતા રાહુલ ગાંધીની આગેવાનીમાં ભેગા થયા હતા.

આ દરમિયાન એક વ્યક્તિ સાદા કપડાઓમાં એક વ્યક્તિ એરપોર્ટ પર રાહુલની નજીક રહીને તેમના પર નજરે રાખતી નજરે પડી. એક વરિષ્ઠ કોંગ્રેસી નેતાને જ્યારે આ બાબત થોડી સંદિગ્ધ લાગી ત્યારે તેમને તે વ્યક્તિને રોકીને તેની પૂછપરછ શરૂ કરી દીધી હતી. દૈનિક ભાસ્કરના રાજરંગ કોલમમાં રિપોર્ટ છપાયા પછી હલચલ મચી ગઈ હતી. રિપોર્ટ અનુસાર સંદિગ્ધ વ્યક્તિ સાથે પૂછપરછ કરનાર નેતા કોંગ્રેસની સરકાર વખતે મહત્વના પદો પર રહી ચૂક્યા છે, એવામાં સંબંધિત વ્યક્તિ તેમને ઓળખતો હતો અને તેને પૂછપરછ દરમિયાન સ્વીકાર કર્યો કે, મુંબઈ પોલીસ નહી પરંતુ તે ઈન્ટેલિજન્સ બ્યૂરો (આઈબી) સાથે જોડાયેલો છે. તેને જણાવ્યું કે, તે દિલ્હીથી મુંબઈ આવ્યો છે.

કોંગ્રેસી નેતા અનુસાર અધિકારી દિલ્હીથી રાહુલ ગાંધીના પાછળ લાગેલો હતો. પાર્ટી નેતા આશંકા વ્યક્ત કરી રહ્યાં છે કે, કેન્દ્ર સરકાર સુરક્ષાના નામે ઈન્ટેલિજન્સના અધિકારીઓને પાછળ લગાવીને રાહુલ ગાંધીની જાસૂસી કરાવી રહી છે. જોકે, આ ઉછળતા પ્રશ્ન પર હજું સુધી કેન્દ્ર સરકાર કે આઈબી તરફથી કોઈ જ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. જણાવી દઈએ કે, રાહુલ ગાંધીની સુરક્ષાને લઈને પાર્ટીના નેતા સતર્કતા રાખી રહ્યાં છે. કોઈ કાર્યક્રમમાં અજાણી વ્યક્તિ નજરે પડે તો તેના સાથે પૂછપરછ કરવામાં જરાપણ શરમ રાખતા નથી.
First published: June 18, 2018, 9:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading