DSP દવિંદરની પૂછપરછ કરશે IB અને રો, છીનવાઇ શકે છે રાષ્ટ્રપતિ મેડલ

News18 Gujarati
Updated: January 13, 2020, 4:50 PM IST
DSP દવિંદરની પૂછપરછ કરશે IB અને રો, છીનવાઇ શકે છે રાષ્ટ્રપતિ મેડલ
DSP દવિંદરની પૂછપરછ કરશે IB અને રો, છીનવાઇ શકે છે રાષ્ટ્રપતિ મેડલ

મીડિયા રિપોર્ટમાં દાવો કર્યો છે કે કારમાં સવાર આતંકવાદીઓ સાથે DSPએ 12 લાખ રૂપિયાની ડીલ કરી હતી

  • Share this:
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરમાં શનિવારે હિઝબુલ મુજાહિદીન (Hizbul Mujahideen)ના આતંકીઓ સાથે પકડાયેલા પોલીસ અધિકારી દવિંદર સિંહ (DSP Davinder Singh) પર ગાળીયો કસાયો છે. સૂત્રોના મતે દવિંદરની જલ્દી ઇન્ટેલિજેન્સ બ્યૂરો (IB) અને રો (RAW)ની ટીમ પૂછપરછ કરવાની છે. આ સિવાય કહેવાય છે કે દવિંદરનો રાષ્ટ્રપતિ મેડલ પણ છીનવી લેવામાં આવી શકે છે.

સૂત્રોના મતે દવિંદર સિંહની ધરપકડ કર્યા પછી જમ્મુ કાશ્મીર પોલીસે ગૃહમંત્રાલયના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. મંત્રાલયને કુલગામના એન્કાઉન્ટર અને દવિંદર સિંહની આતંકીઓ સાથે સંડોવણીની બધી જાણકારીઓ પણ આપી દેવામાં આવી છે. જલ્દી IB અને રો ના અધિકારી દવિંદરની પૂછપરછ કરી શકે છે. આ સિવાય એમ પણ કહેવાય છે કે આ પોલીસ ઓફિસરનો મેડલ પણ છીનવાઇ શકે છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે 15 ઓગસ્ટે દવિંદર સિંહને રાષ્ટ્રપતિ વીરતા મેડલ મળ્યો હતો.

આ પણ વાંચો - DSP દવિંદર સિંહની આતંકીઓ સાથે 12 લાખમાં થઈ હતી ડીલ, મદદ કરવા ઑફિસથી લીધી હતી રજા : રિપોર્ટ

12 લાખમાં ડીલ
મીડિયા રિપોર્ટમાં દાવો કર્યો છે કે કારમાં સવાર આતંકવાદીઓ સાથે DSPએ 12 લાખ રૂપિયાની ડીલ કરી હતી. તેના બદલે તે આતંકવાદીઓને સુરક્ષિત ચંદીગઢ પહોંચાડવાનો હતો. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ડીલને પૂરી કરવા માટે દવિંદર સિંહે ઑફિસમાંથી ચાર દિવસની રજા પણ લીધી હતી.

કેવી રીતે પકડાયો DSP દવિંદરજમ્મુ કાશ્મીર પોલીસે શનિવારે ઓફિસર અને આતંકીને તે સમયે પકડ્યો જ્યારે આ ત્રણેય એક સાથે કારમાં સવાર હતા. પોલીસ સૂત્રોનું કહેવું છે કે હિઝબુલ મુજાહિદીનના બે મોસ્ટ વોન્ટેડ આતંકી પાછળની સીટ પર બેઠા હતા જ્યારે કાર DSP દવિંદર સિંહ ચલાવી રહ્યો હતો.

સૂત્રોના મતે 2004માં સસંદ હુમલાના દોષિ અફઝલ ગુરુએ દાવો કર્યો હતો કે દવિંદરે તેને મોહમ્મદ નામના એક વ્યક્તિને દિલ્હીમાં ભાડે ઘર અને કાર ખરીદીને આપવા કહ્યું હતું. મોહમ્મદ પણ સંસદ હુમલામાં સામેલ હતો. જ્યારે અફઝલ ગુરુને 2013માં ફાંસી આપવામાં આવી હતી.
First published: January 13, 2020
વધુ વાંચો
अगली ख़बर