કાશ્મીરી નેતા શાહ ફૈઝલની દિલ્હી એરપોર્ટ પર અટકાયત, પરત મોકલાયા

News18 Gujarati
Updated: August 14, 2019, 4:25 PM IST
કાશ્મીરી નેતા શાહ ફૈઝલની દિલ્હી એરપોર્ટ પર અટકાયત, પરત મોકલાયા
શાહ ફૈઝલ (ફાઇલ તસવીર)

જમ્મુ-કાશ્મીર પીપલ્સ મૂવમેન્ટ પાર્ટીના અધ્યક્ષ શાહ ફૈઝલની બુધવારે દિલ્હી એરપોર્ટ પર અટકાયત કરી લેવામાં આવી હતી. તેઓ વિદેશ જઈ રહ્યા હતા.

  • Share this:
પૂર્વ IAS અધિકારી અને જમ્મુ-કાશ્મીર પીપલ્સ મૂવમેન્ટ પાર્ટીના અધ્યક્ષ શાહ ફૈઝલની બુધવારે દિલ્હી એરપોર્ટ પર અટકાયત કરી લેવામાં આવી હતી. તેઓ વિદેશ જઈ રહ્યા હતા. પોલીસ અટકાયત બાદ તેમને પરત કાશ્મીર મોકલી દીધા હતા. કાશ્મીર ખાતે આવેલા ઘરે તેમને નજરકેદ કરી લેવામાં આવ્યા છે.

નોંધનીય છે કે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ શાહ સતત વિવાદાસ્પદ નિવેદન આપી રહ્યા હતા. શાહે બુધવારે કહ્યુ હતુ કે કાશ્મીરને લઈને અમારી પાસે બે સસ્તા છે. કાશ્મીર કઠપૂતળી બને અથવા અલગાવવાદી બને. આ સિવાય કોઈ વિકલ્પ નથી.

ગત વર્ષે ફૈઝલે એક ટ્વિટ કરીને કહ્યું હતું કે, "હું કલમ 35-એની સરખામણી નિકાહનામા સાથે કરીશ. તમે તેને ખતમ કરો છો તો સંબંધ ખતમ થઈ જાય છે. તેના પછી ચર્ચા માટે કંઈ જ બાકી નથી રહેતું." તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરનું વિલય ભારતમાં બંધારણ લાગૂ થયા પહેલા થયું હતું."તેમણે કહ્યું, "જે લોકો એવું કહે છે કે વિલય અત્યારે પણ કાયમ છે, તે લોકો એવું ભૂલી જાય છે કે વિલય 'રોકા'ની જેમ હતું. કારણ કે એ સમયે સંવિધાન લાગૂ ન હતું. જો નિકાહનામાને ખતમ કરી દેવામાં આવે તો શું ત્યારે પણ 'રોકા' બે લોકોને બંધનમાં રાખી શકે."

કોણ છે શાહ ફૈઝલ?

વ્યવસાયથી ડોક્ટર એવા શાહ ફૈઝલ 2010માં યુપીએસસીની પરીક્ષામાં ટોપર રહ્યા હતા. ફૈઝલ એવા બીજી કાશ્મીરી છે જેમને આવી સફળતા મળી હોય.

આતંકીઓએ કરી હતી પિતાની હત્યાIAS ફૈઝલના પિતા ગુલામ રસુલ શિક્ષક હતા. તેના પિતાની કુપવાડા જિલ્લાની સરહદ પર હત્યા કરી નાખવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ફૈઝલના પિતાએ આતંકીઓને શરણ આપવાનો ઇન્કાર કરી દીધો હતો, આથી તેમની હત્યા કરી નાખવામાં આવી હતી.
First published: August 14, 2019, 4:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading