IAS Success Story: આંગણવાડીને દત્તક લઈ પર્સનલ ખર્ચથી બનાવ્યું બાળકોનું ભવિષ્ય

આઈપીએસમાંથી આઈએએસ બની ગરિમા સિંહ

સફળતા બાદ પોતાના માટે સારી જિંદગીની પસંદગી તો દરેક લોકો કરે છે. પરંતુ, એવા લોકો ખુબ ઓછા હોય છે, જે પોતે સંતોષથી રહ્યા બાદ બીજાની જિંદગી સારી બનાવવાનું વિચારે છે.

  • Share this:
    IAS Success Story: સફળતા બાદ પોતાના માટે સારી જિંદગીની પસંદગી તો દરેક લોકો કરે છે. પરંતુ, એવા લોકો ખુબ ઓછા હોય છે, જે પોતે સંતોષથી રહ્યા બાદ બીજાની જિંદગી સારી બનાવવાનું વિચારે છે. આજની આ સક્સેસ સ્ટોરી એક એવા જ આઈએએસ ઓફિસરની છે, જેમણે આંગણવાડીને દત્તક લઈ પોતાના પર્સનલ ખર્ચમાંથી બાળકોનું ભવિષ્ય બનાવ્યું. તો વાત કરીએ આઈએએસ ઓફિસર ગરિમા સિંહની.

    IAS ઓફિસર ગરિમા સિંહે 2015માં યૂપીએસસી પરીક્ષામાં AIR-55 હાસિલ કરી. 55મું સ્થાન મેળવ્યા પહેલા ગરિમા સિંહ આ પહેલા IPS ઓફિસર હતા. તેમણે મહિલા હેલ્પલાઈન 1090ને સ્થાપિત કરવામાં યોગદાન આપ્યું. ગરિમા સિંહ પોતાના કાર્યક્ષેત્રમાં આંગણવાડીને દત્તક લઈ તેનું સ્વરૂપ બદલવાને લઈ ચર્ચામાં છે.

    ગરિમા સિંહે દિલ્હી યૂનિવર્સિટીના સેન્ટ સ્ટીફન કોલેજમાંથી બીએ અને એમએ (હિસ્ટ્રી) કર્યું. યૂપીના બલિયાની ગરિમાએ સિવિલ સર્વિસિઝ પરીક્ષા પહેલી વખત 2012માં આપી હતી. આઈપીએસ બનીને લખનઉમાં 2 વર્ષ સુધી અંડર ટ્રેની એસએસપી રહ્યા. બીજી પોસ્ટિંગ ઝોંસીમાં એસપી સીટી તરીકે થઈ. ડ્યુટીની સાથે આઈએએસની તૈયારી કરી. ગરિમા રોજ સવારે પેપરની તૈયારી કરતા. રવિવારે રજાનો દિવસ અભ્યાસમાં પસાર થતો. 2015માં યૂપીએસસીમાં 55મો રેન્ક મેળવ્યો.

    2016માં ગરિમાને ઝારખંડના હજારીબાગમાં આઈએએસ ઓફિસર અને સમાજ સેવક ઓફિસરની પોસ્ટિંગ મળી. સમાજ સેવાના ક્ષેત્રમાં વિશેષ રીતે બાળકોના શિક્ષણ પર કામ કરવાનો મોકો મળ્યો. હજારીબાગની આંગણવાડી જર્જર હાલતમાં હતી. ગરીમાએ મટવારી મસ્જિદ હજારીબાગની આંગણવાડીને દત્તક લીધી. પોતાના પર્સનલ ખર્ચ પર તેમણે આંગણવાડીની ઈમારતનો નવું સ્વરૂપ આપ્યું. સ્પોર્ટ્સ સામાન, ખુરશી-ટેબલ, બ્લોક, રમકડાંની વ્યવસ્થા કરી. સરાકારે 31 માર્ચે સુધીમાં આ પ્રકારના જ 50 સેન્ટરોના પુન:નિર્માણની જાહેરાત પણ કરી દીધી છે.

    આઈપીએસ ગરિમા સિંહને પહેલી પોસ્ટિંગમાં ઝાંસી જીલ્લાની કમાન સોંપવામાં આવી હતી. તેમના પિતા ઓમકાર નાથ સિંહ વ્યવસાયે એન્જિનિયર છે. તેમની ઈચ્છા હતી કે, દીકરી સિવિલ સર્વિસેઝમાં જાય. તેમના કહેવા પર ગરિમાએ તૈયારી શરૂ કરી. તે બલિયા જીલ્લાના કથૌલી ગામના છે. ગરિમાના પતિ રાહુલ રાય પણ વ્યવસાયે એન્જિનિયર છે.
    Published by:kiran mehta
    First published: