33 વર્ષના ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (IAS) ઑફિસર કનન્ન ગોપિનાથે રાજીનામું આપી દીધું છે. તેમણે શા માટે રાજીનામું આપ્યું તેના કારણોમાં એક કારણ એમ જણાવ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવતા ત્યાંના લોકોનાં મૂળભૂત અધિકારોનું હનન થયું છે.
તેમણે કહ્યું કે, એવું બની શકે કે, મારા રાજીનામાંથી કશું જ ન થાય પણ મારો અંતરઆત્મા ડંખતો હતો.
ગોપીનાથ દાદરા અને નગર હવેલમાં સચિવ તરીકે ફરજ બજાવતા હતા. ખોટ કરતા વિદ્યુત બોર્ડને તેમણે નફો કરતું કર્યુ હતું.
“છેલ્લા 20 દિવસથી જમ્મુ-કાશ્મીરમાં લાખો લોકોનાં મૂળભૂત અધિકારો હટાવી દેવામાં આવ્યા છે. આ બાબતથી ભારતમાં કશો ફર્ક પડતો નથી. 2019નાં ભારતમાં આ બની રહ્યું છે. કલમ 370 હટાવવી એ ઇશ્યૂ નથી. પણ લોકોનાં અધિકારો છીનવી લેવા તે ઇશ્યૂ છે. લોકો તેને આવકારે અથવા તેનો વિરોધ કરે. આ તેમનો અધિકાર છે. આ બાબતોથી હું વ્યથિત થયો અને મેં રાજીમાનું આપ્યું,” ગોપીનાથે જણાવ્યું.
તેમણે વધુમાં જણાવ્યું કે, પૂર્વ IAS ઓફિસર ફયસલની એરપોર્ટથી અટકાયત થઇ ત્યારે પણ સમગ્ર સમાજ ચૂપ રહ્યો. એવું લાગી રહ્યું છે કે, સમગ્ર દેશમાં આનાથી કાંઇ ફર્ક પડતો નથી.
ગોપીનાથ જ્યારે મિઝોરમમાં કલેક્ટર હતા બેડમિન્ટન પ્લેયર પુલેલા ગોપીચંદને બેડમિન્ટનનાં 300 કેન્દ્રો ખોલવા માટે મદદ કરી હતી.
ગોપીનાથે કહ્યું કે, સરકાર દ્વારા તેમને કારણ વગર મેમો આપવામાં આવી રહ્યાં હતાં.
ગોપીનાથ પોતે એન્જિનિયર છે. તેઓ સોશિયલ મીડિયા પર સક્રિય છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સાથે સીધો સંવાદ કરે છો, લોકોના વિચારો જાણે છે અને પ્રશ્નોનું નિરાકરણ લાવે છે.
આઇ.એ.એસ ઓફિસર બનતા પહેલા તેમણે સ્વૈચ્છિક સંસ્થામાં સેવાઓ આપી હતી.
Published by:Vijaysinh Parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર