IASનો દાવો, PM મોદીના હેલિકોપ્ટરની તપાસ કરવાનો આદેશ મે આપ્યો જ ન હતો

News18 Gujarati
Updated: April 26, 2019, 11:25 PM IST
IASનો દાવો, PM મોદીના હેલિકોપ્ટરની તપાસ કરવાનો આદેશ મે આપ્યો જ ન હતો
IASનો દાવો, PM મોદીના હેલિકોપ્ટરની તપાસ કરવાનો આદેશ મે આપ્યો જ ન હતો

ચૂંટણી પંચે મોહસિનને ડ્યૂટીમાં લાપરવાહી કરવાના આરોપમાં સસ્પેન્ડ કરી દીધા હતા.

  • Share this:
ઓડિશાના સંબલપુરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હેલિકોપ્ટરની તપાસ કરનાર આઈએએસ અધિકારી મોહમ્મદ મોહસિને દાવો કર્યો કે, ચૂંટણી પંચના આદેશમાં તે વાતનો ઉલ્લેખ નથી કે, આખરે તેમણે કેવી રીતે ઉલ્લંઘન કર્યું હતું. તેમણે કહ્યું કે, મારા તરફથી વારંવાર અનુરોધ કરવા છતાં, પેનલ કે જીલ્લા પ્રશાસને તેમના વિરુદ્ધ કરવામાં આવેલી ફરિયાદની ચોખવટ ન કરી.

મોહસિને News18ને જણાવ્યું કે, મે 16 એપ્રિલના રોજ રેલી દરમ્યાન વીડિયોગ્રાફી કરવાનો આદેશ આપ્યો હતો પરંતુ પીએમ મોદીના હેલિકોપ્ટરની તપાસનો આદેશ આપ્યો ન હતો. જે સમયે હેલિકોપ્ટરની તપાસ કરવામાં આવી, તે સમયે હું ત્યાં હાજર પણ ન હતો. IAS અધિકારીએ દાવો કર્યો કે, તેમણે પીએમના વિશેષ સુરક્ષા સમૂહના અધિકારીઓ સાથે વાતચીત કર્યા બાદ વીડિયોગ્રાફી કરવાની સલાહ આપી હતી. અધિકારીનો દાવો છે કે, મારૂ કામ જીલ્લા પ્રશાસન દ્વારા કરવામાં આવી રહેલી ચૂંટણી કાર્યની દેખરેખ રાખવાનું હતું. પર્યવેક્ષક તરીકે આ મારૂ કામ હતું. મે કોઈ નિર્દેશ કે આદેશનું ઉલ્લંઘન કર્યું નથી.

મોહસિને આરોપ લગાવ્યો કે, મને સસ્પેન્ડ કરવાનો આદેશ પૂરી રીતે અવૈધ છે અને અતાર્કિક છે. પેનલે મારી વિરુદ્ધ જીલ્લા પ્રશાસનના રિપોર્ટ અથવા ફરિયાદની ચોખવટ નથી કરી. મને હજુ પણ એ વાતની જાણકારી નથી કે, પ્રશાસને મારા વિશે શું કહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ઓડિશાના સંબલપુરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હેલિકોપ્ટરની તપાસ કરનાર આઈએએસ અધિકારી મોહમ્મદ મોહસિનના સસ્પેન્ડ પર કેન્દ્રીય પ્રશાસનિક ન્યાયાધિકરણે રોક લગાવની દીધી છે. ઉલ્લેખનીય છે કે, નરેન્દ્ર મોદીના હેલિકોપ્ટરની તપાસના મામલામાં ચૂંટણી પંચે તેમને સસ્પેન્ડ કરી દીધા હતા. 1996 બેંચના આઈએએસ અધિકારી મોહસિન સંબલપુર લોકસભા વિસ્તારમાં સામાન્ય ઓબ્ઝર્વર તરીકે ફરજ બજાવી રહ્યા હતા.

તમને જણાવી દઈએ કે, ચૂંટણી પંચે મોહસિનને ડ્યૂટીમાં લાપરવાહી કરવાના આરોપમાં સસ્પેન્ડ કરી દીધા હતા. સસ્પેન્ડના આદેશમાં કહેવામાં આવ્યું હતું કે, અધિકારીએ એસપીજી સુરક્ષા પ્રાપ્ત વ્યક્તિ માટે નક્કી નિર્દેશનું પાલન નથી કર્યું. વાત જાણે એમ છે કે, પીએમ મોદી મંગળવારે સંબલપુરમાં એક ચૂંટણી રેલી માટે પહોંચ્યા હતા. તે સમયે ચૂંટણી પંચની એક ટુકડીએ તેમની તપાસ કરી હતી.
First published: April 26, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...