ધોરણ 10 માંડ-માંડ પાસ કરી શકેલા IAS ઓફિસરે શેર કરી પોતાની માર્કશીટ, મળશે પ્રેરણા
IAS અધિકારી, અવનીશ શરણે (Awanish Sharan) તાજેતરમાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર (Twitter) પર તેમની ધોરણ 10 ની માર્કશીટ શેર કરી (તસવીર - IAS અધિકારી, અવનીશ શરણના ટ્વિટર) પરથી
IAS Awanish Sharan Marksheet - બોર્ડમાં ઓછા માર્ક લાવતા વિદ્યાર્થીઓ ઘણા નિરાશ થાય છે, આવા વિદ્યાર્થીઓને પ્રેરણા આપવાના પ્રયાસરૂપે 2009-બેચના IAS અધિકારી અવનીશ શરણે પોતાની ધોરણ 10 ની માર્કશીટ શેર કરી, લોકો કરી રહ્યા છે વખાણ
રાજ્ય બોર્ડ દ્વારા થોડા મહિના પહેલા ધોરણ 10 અને ધોરણ 12 પરીક્ષાના પરિણામોની (Exam 2022)જાહેરાત કરવામાં આવી હતી. CBSE પરિણામની (CBSE result)જાહેરાત ટૂંક સમયમાં જ કરવામાં આવશે, ધોરણ 10 અને 12ના બોર્ડમાં ઓછા માર્ક લાવતા વિદ્યાર્થીઓ ઘણા નિરાશ થાય છે. જોકે આવા વિદ્યાર્થીઓએ નિરાશ થવાની જરૂર નથી. આવા વિદ્યાર્થીઓને પ્રેરણા આપવાના પ્રયાસરૂપે 2009-બેચના IAS અધિકારી, અવનીશ શરણે (Awanish Sharan) તાજેતરમાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર (Twitter) પર તેમની ધોરણ 10 ની માર્કશીટ શેર કરી હતી. શરણ, જે સિવિલ સર્વિસિસના છત્તીસગઢ કેડરમાં હતા, તેમણે યુપીએસસીમાં કુલ 700 માંથી 314 માર્કસ મેળવવામાં સફળતા મેળવી હતી.
બિહાર સ્કૂલ એક્ઝામિનેશન બોર્ડ (Bihar School Examination Board, BSEB) દ્વારા થર્ડ ડિવિઝનની મહોર લગાવી હતી. અવનીશ શરણ વ્યક્તિની સફળતાના મેપિંગમાં માર્ક્સ કઈ રીતે મહત્ત્વના નથી તેના ઉદાહરણ તરીકે વિદ્યાર્થીઓ સામે આવ્યા છે. શરણ જે હાલ IAS ઓફિસર છે. તેમની માર્કશીટમાં જોવા મળે છે કે ધોરણ 10 ની પરીક્ષામાં ગણિત વિષયમાં કુલ 100 માંથી માત્ર 31 માર્ક્સ મળ્યા હતા. સામાજિક વિજ્ઞાનમાં પણ પરિસ્થિતિ કંઈક આવી જ હતી. આ સાથે જ ભૂગોળમાં શરણને 50 માંથી માંડ 19 માર્ક મળ્યા હતા. જણાવી દઈએ કે દરેક વિષયમાં ફાળવવામાં આવેલા પાસિંગ માર્કસ 15 હતા. આવી જ પેટર્ન અન્ય વિષયોમાં પણ જોવા મળે છે. અહીં માર્કશીટ પર એક નજર નાંખો.
આઈએસ શરણે પોતાની માર્કશીટ શેર કરી ત્યારથી, પોસ્ટને લગભગ 23,000 લાઈક્સ મળી ચુકી છે અને નેટીઝન્સ તરફથી તેમની પોસ્ટ પર સેંકડો રિએક્શન મળ્યા છે. ઓ પોસ્ટમાં એક યૂઝરે કોમેન્ટ કરતા કહ્યું કે, "માર્ક્સ ડઝન્ટ મેટર, ડ્રીમ્સ મેટર." તો બીજા યૂઝરે કોમેન્ટ કરતા કહ્યું કે, "માત્ર વાર્ષિક પરિણામ તમારું ભાગ્ય નક્કી કરી શકતું નથી," અન્ય એક યૂઝરે પોસ્ટને "પ્રેરણાદાયી" ગણાવી હતી. એક યુઝરે કહ્યું, “દરેક વિદ્યાર્થી માટે પ્રેરણાદાયી અને અનુકરણીય છે.
I got 65% in 1996 in the same exam and felt very sad at that time as my school topper got more than 75%. Today I feel, it has no value. The guy who became topper and I, have no much gap in terms of Success. And the guy who got lesser is more successful than us.
કુલ 16,48,894 વિદ્યાર્થીઓએ બિહાર બોર્ડની ધોરણ 10ની પરીક્ષા આપી હતી, જેનું પરિણામ માર્ચના અંતમાં જાહેર કરવામાં આવ્યું હતું. તાજેતરમાં, ડિરેક્ટોરેટ ઓફ ગવર્નમેન્ટ એક્ઝામિનેશન્સ તેલંગાણાએ ધોરણ 10નું પરિણામ જાહેર કર્યું. જેમાં કુલ 5,03,570 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી કુલ 4,53,201 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એક્ઝામિનેશન દ્વારા હજુ ધોરણ 10 અને 12ના બોર્ડના પરિણામો જાહેર કરવાના બાકી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, સેન્ટ્રલ બોર્ડ 15 જુલાઈ સુધીમાં પરિણામ જાહેર કરવાની યોજના બનાવી રહ્યું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર