Home /News /national-international /

Viral Video: સેકન્ડ હેન્ડ સાઇકલ ખરીદ્યાની ખુશી પણ મર્સિડીઝ ખરીદ્યા કરતાં વધારે છે, આ વીડિયોએ જીત્યા લાખોના દિલ

Viral Video: સેકન્ડ હેન્ડ સાઇકલ ખરીદ્યાની ખુશી પણ મર્સિડીઝ ખરીદ્યા કરતાં વધારે છે, આ વીડિયોએ જીત્યા લાખોના દિલ

વાયરલ વીડિયો

IAS video: આ વિડીયો IAS ઓફિસર અવનીશ શરણે થોડા દિવસો પહેલા પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો હતો. આ સાથે તેમણે કેપ્શનમાં લખ્યું હતું કે, “'આ માત્ર સેકન્ડ હેન્ડ સાયકલ છે. તેમના ચહેરા પરની ખુશી જુઓ.

Father Son Video: ભલે લોકો માટે સેકન્ડ હેન્ડ કાર ખરીદવી સામાન્ય વાત છે, પરંતુ આજે પણ કેટલાક લોકો એવા છે જેમના માટે જૂની વસ્તુઓ ખરીદવી એ મોટી વાત છે. જ્યારે ઘરમાં નવી વસ્તુઓ આવે છે ત્યારે હંમેશા ખુશીનો અનુભવ થાય છે, પરંતુ શું તમે કોઈને જૂની વસ્તુઓ ખરીદીને ઉજવણી કરતા જોયા છે? જો નહીં, તો તમારે આ વિડિયો અવશ્ય જોવો જોઈએ. જેમાં એક બાળક આવી જ એક વાત પર ખૂબ જ ખુશ થઈ ગયો હતો. તેના પિતાએ તેના માટે એક સેકન્ડ હેન્ડ સાયકલ ખરીદી હતી. આ વિડીયો ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે, જે અનેક ઈન્ટરનેટ યુઝર્સની જેમ જ તમારું દિલ પણ જીતી લેશે. આ વિડીયો IAS ઓફિસરે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ટ્વીટ કર્યો હતો, જેને ખુબ લોકો દ્વારા જોવાઈ રહ્યો છે. આ વિડીયો એક પિતા- પુત્ર સાથે જોડાયેલો છે.

સેકન્ડ હેન્ડ સાયકલ જોઈને દીકરો ખુશ થઈ ગયો


સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો વિડીયો જોઈને તમે પણ ભાવુક થઈ જશો. તેમાં જોઈ શકાય છે કે પિતા પોતાના દીકરા માટે સેકન્ડ હેન્ડ સાયકલ ખરીદે છે અને ઘરે લાવે છે. આ જોઈને તેનો દીકરો એટલો ખુશ થાય છે કે જાણે પિતાએ કોઈ મોંઘી કાર ખરીદી હોય. આ પછી, તે આ સાઇકલને હાર ચઢાવે છે અને તેની પૂજા કરતા પણ જોવા મળે છે.

સેકન્ડ હેન્ડ સાઇકલ ખરીદ્યાની ખુશી પણ મર્સિડીઝ ખરીદ્યા કરતાં વધારે છે, આ વીડિયોએ જીત્યા લાખોના દિલ

જો તમે સાઇકલ જોશો તો તે ખૂબ જૂની લાગે છે. વળી ત્યાં તેનો પુત્ર પણ હાથ જોડીને ઉભો છે અને ખૂબ ખુશ દેખાઈ રહ્યો છે. બાપ-દીકરાના ચહેરા પરની ખુશી જોઈને તમારું હૈયું ભાવવિભોર થઇ જશે.


વિડીયોએ હજારો લોકોના દિલ જીતી લીધા


બંનેની ખુશી જોઈને એવું લાગે છે કે તેણે સેકન્ડ હૅન્ડ સાઈકલ નહીં પણ જાણે મર્સિડીઝ કાર ખરીદી છે. આ વિડીયો IAS ઓફિસર અવનીશ શરણે થોડા દિવસો પહેલા પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો હતો. આ સાથે તેમણે કેપ્શનમાં લખ્યું હતું કે, “'આ માત્ર સેકન્ડ હેન્ડ સાયકલ છે. તેમના ચહેરા પરની ખુશી જુઓ. તેમની લાગણીઓ એવી છે કે જાણે તેમણે નવી મર્સિડીઝ બેન્ઝ ખરીદી હોય”. તેને એક મિલિયનથી વધુ એટલે કે 10 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Viral videos, વાયરલ વીડિયો

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन