Home /News /national-international /Vande Bharat Express: વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું 'સત્ય'; IAS અધિકારીએ શેર કરી ચોંકાવનારી તસવીર, લોકોમાં આક્રોશ

Vande Bharat Express: વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું 'સત્ય'; IAS અધિકારીએ શેર કરી ચોંકાવનારી તસવીર, લોકોમાં આક્રોશ

IAS ઓફિસરે શેર કરેલી તસવીર

Vande Bharat Express Viral Photo: IAS ઓફિસર અવનીશ શરણે સોશિયલ મીડિયા પર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની અંદરની કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં કોચની અંદર કચરો દેખાય છે. હવે સોશિયલ મીડિયા યુઝર્સ આ તસવીરો પર વિવિધ કોમેન્ટ કરી રહ્યા છે.

વધુ જુઓ ...
નવી દિલ્હીઃ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ ફોટા જોઈને નેટીઝન્સ ખૂબ જ ગુસ્સામાં છે. આ તસવીરમાં ટ્રેનના કોચની અંદરનો નજારો બતાવવામાં આવ્યો છે. ફ્લોર પર ઘણો કચરો ફેલાયેલો છે. આ તસવીરો IAS ઓફિસર અવનીશ શરણ દ્વારા પોસ્ટ કરવામાં આવી છે. તેમાં જોઈ શકાય છે કે, ટ્રેનના કોચમાં ઘણો કચરો ફેલાયેલો છે. ખાલી બોટલો, ફૂડ પેકેટ્સથી લઈને પ્લાસ્ટિકની થેલીઓ વેરવિખેર પડી છે.


વાયરલ તસવીરોમાં એક સફાઈ કામદાર પણ દેખાઈ રહ્યો છે. તેના હાથમાં ઝાડું છે. એવું લાગે છે કે, તે ફ્લોર સાફ કરવાની તૈયારી કરી રહ્યો છે. એટલું જ નહીં, તસવીર શેર કરતી વખતે અવનિશ શરણે ભારતીય બંધારણના પહેલા ત્રણ શબ્દો 'વી ધ પીપલ' પણ લખ્યા છે. આ ફોટો વાયરલ થયા બાદ ઘણા યુઝર્સે લોકોના આ કૃત્યની સખત નિંદા કરી છે.

આ પણ વાંચોઃ સરકારી કર્મચારીઓ આનંદો, બજેટમાં મોટી જાહેરાત થાય તેવી શક્યતા

વાયરલ ફોટા પર યુઝર્સે ઘણી કોમેન્ટ કરી


ફોટો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર લોકોએ ઘણી કોમેન્ટ કરી. રાજુ બિશ્નોઈ નામના યુઝરે લખ્યુ હતુ કે, 'એક એ છે કે જેણે અમારા માટે આ સુંદર ટ્રેન બનાવી છે અને એક તે છે જેણે આ ટ્રેનમાં આ પ્રકારની ગંદકી ફેલાવી છે! આપણે સર્જનહાર છીએ! આપણે જ વિનાશક છીએ!’ તો અન્ય એક યુઝરે લખ્યુ હતુ કે, 'જ્યાં સુધી અમે જવાબદારી નહીં સમજીએ ત્યાં સુધી કંઈપણ બદલાશે નહીં. લોકોએ સમજવું પડશે કે રાષ્ટ્રને કેવી રીતે સ્વચ્છ રાખવું.’ તો અન્ય એક યુઝરે પોસ્ટ પર પોતાની કોમેન્ટમાં લખ્યું કે, 'આપણે વધુ સારી સુવિધાઓ અને સારા ઈન્ફ્રાસ્ટ્રક્ચરની માગ કરતા રહીએ છીએ, પરંતુ આપણા દેશના લોકો નથી જાણતા કે તેને કેવી રીતે સ્વચ્છ રાખવું અને તેની કાળજી કેવી રીતે રાખવી.'


ઉલ્લેખનીય છે કે, વંદે ભારત એક્સપ્રેસને મેક ઈન ઈન્ડિયા હેઠળ ચેન્નાઈની એક કોચ ફેક્ટરી દ્વારા ડિઝાઇન અને નિર્માણ કરવામાં આવ્યું છે. ભારતીય રેલ્વે આ વર્ષના અંત સુધીમાં 75 વંદે ભારત ટ્રેનો ચલાવવાની યોજના બનાવી રહી છે. આગામી 3 વર્ષમાં 400 ટ્રેનો દોડાવવાની વાત છે. વંદે ભારત ટ્રેન નાગપુર-બિલાસપુર, દિલ્હી-વારાણસી, ચેન્નાઈ-મૈસુર સહિત ઘણા રૂટ પર શરૂ કરવામાં આવી છે.
First published:

Tags: Indian railways, Photo viral, Vande Bharat Express