Home /News /national-international /IAS અતહર આમિર ખાને બીજી વાર કર્યા લગ્ન, વિડીયો જોઈને યૂઝર્સે કહ્યું માશાઅલ્લાહ

IAS અતહર આમિર ખાને બીજી વાર કર્યા લગ્ન, વિડીયો જોઈને યૂઝર્સે કહ્યું માશાઅલ્લાહ

IAS અતહર આમિર ખાનનાં બીજા લગ્ન

IAS Athar Amir Khan Second Marriage: IAS ટીના ડાબીના પૂર્વ પતિ IAS અતહર આમિર ખાને મેહરિન કાઝી સાથે કર્યા બીજા લગ્ન, UPSC માં બીજો નંબર લાવ્યા હતા.

    શ્રીનગર:  IAS અતહર આમિર ખાન (IAS Athar Amir Khan) ફરીથી એક વાર લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. તેમણે કાશ્મીરમાં રહેનાર ડોકટર મહરીન કાજી (Dr. Mehreen Qazi) સાથે લગ્ન કર્યા છે. આપને જણાવી દઈએ કે, IAS અતહર આમિર અને મહરીન કાજીના લગ્નના રીત રિવાજ થોડા સમય પહેલા જ શરૂ થઈ ગયા હતા. હવે ફાઈનલી તેમણે લગ્ન કરી લીધા છે. (IAS Athar amir khan wedding)

    શ્રીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર

    શ્રીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અને UPSC ટોપર ટીના ડાબીના પૂર્વ પતિ IAS અતહર આમિર ખાન ફરી એકવાર ચર્ચામાં આવી ગયા છે. અતહર આમિર ખાનના બીજા લગ્નને કારણે ઈન્ટરનેટ પર તેમની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર સગાઈના ફોટોઝ શેર કર્યા બાદ તેમને શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે. તેમના લગ્નનો વિડીયો લોકો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે. તેમના લગ્નનો વિડીયો જોઈને આ દંપતીની ખુશી જોઈ શકાય છે.

    આ પણ વાંચો: UPSC 2015ની ટોપર ટીના ડાબી કરશે બીજા લગ્ન, પતિ છે રાજસ્થાન કેડરનાં IAS ઓફિસર

    પતિ પત્ની બંને લાગી રહ્યા છે પરફેક્ટ કપલ 

    IAS અતહર આમિર ખાન બીજા લગ્નમાં ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યા છે. IAS અતહર આમિર અને મહહરીન કાજીએ સ્પેશિયલ ડિઝાઈનના કપડા પહેર્યા હતા. લગ્ન સમયે આમિર ખાને ક્રીમ કલરની શેરવાની અને તેની સાથે મેચિંગ શાલ પહેરી હતી. તેમણે ગળામાં લીલા રંગની માળા અને માથા પર ક્રીમ કલરની પાઘડી પહેરી હતીય મહરીન કાજીએ હેલી ભરતના ચણિયાચોળી પહેર્યા હતા. જેની સાથે મેચિંગ કુંદનની જ્વેલરી અને ગળામાં ભારે નેકલેસ પહેર્યો હતો, જેના કારણે તેઓ ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા.



    IASની પરીક્ષામાં ઓલ ઈન્ડિયામાં બીજો રેન્ક હતો

    અતહર આમિર ખાને IASની પરીક્ષામાં ઓલ ઈન્ડિયામાં બીજો રેન્ક મેળવ્યો હતો અને તેમના પહેલા લગ્ન ટીના ડાબી સાથે થયા હતા. તમને જણાવી દઈએ કે, ટીના ડાબીએ IASની પરીક્ષામાં ઓલ ઈન્ડિયામાં પહેલો રેન્ક મેળવ્યો હતો. ટીના ડાબી અને આમિર સહમતિથી એકબીજાથી અલગ થઈ ગયા છે. થોડા સમય બાદ ટીના ડાબીએ રાજસ્થાનના સીનિયર IAS સાથે લગ્ન કરી લીધા હતા. આ પ્રકારે IAS અતહર આમિર ખાને પણ મહરીન કાજી સાથે બીજા લગ્ન કર્યા છે. મહરીન કાજી દિલ્હીના રાજીવ ગાંધી કેન્સર ઈન્સ્ટિટ્યુટ અને રિસર્ચ સેન્ટરમાં સાઈન્ટિફિક ઓફિસર છે.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: IAS officer, National, UPSC, Wedding

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन