પેરિસ : રાફેલના દસ્તાવેજો ચોરી થયાના કેસમાં તપાસ કરશે IAFની ટીમ

News18 Gujarati
Updated: May 27, 2019, 7:51 AM IST
પેરિસ : રાફેલના દસ્તાવેજો ચોરી થયાના કેસમાં તપાસ કરશે IAFની ટીમ
રાફેલ (ફાઇલ તસવીર)

જે ઓફિસમાં ઘુસણખોરી કરવામાં આવી હતી તે પેરિસમાં ભારત માટે 36 રાફેલ લડાકૂ વિમાનના દસ્તાવેજ પર નજર રાખી રહી હતી.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : પેરિસ ખાતે આવેલી રાફેલ પ્રોજેક્ટ મેનેજમેન્ટ ટીમની ઓફિસમાં 19મી મેના રોજ અમુક લોકોએ ઘુસણખોરીનો પ્રયાસ કર્યો હતો. આને લઈને હવે ભારતીય વાયુસેના હવે એક ફોરોન્સિક ટીમને ફ્રાંસ મોકલી શકે છે. ફોરેન્સિક ટીમે એ વાત જાણવાનો પ્રયાસ કરશે કે રાફેલ ડીલ સંબંધિત કોઈ પેપર ચોરી થયા છે કે નહીં.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પ્રાથમિક તપાસમાં માલુમ પડ્યું છે કે કોઈ પણ હાર્ડ ડિસ્ક કે કાગળ ચોરી નથી થયા. એએનઆઈએ સરકારી સૂત્રોના હવાલેથી જણાવ્યું કે ફોરેન્સિક ટીમ ત્યાં જઈને રાફેલ સંબંધિત દસ્તાવેજ સુરક્ષિત જ છે તેની પુષ્ટિ કરશે. આ મામલે એક સાઇબર ફોરેન્સિક એક્સપર્ટ ટીમ મોકલવાની ભારતની યોજના છે.

જે ઓફિસમાં ઘુસણખોરી કરવામાં આવી હતી તે પેરિસમાં ભારત માટે 36 રાફેલ લડાકૂ વિમાનના દસ્તાવેજ પર નજર રાખી રહી હતી. 19મી મેના રોજ રાફેલ પ્રોજેક્ટ મેનેજમેન્ટ ટીમની ઓફિસમાં અમુક લોકો ગેરકાયદે રીતે ઘૂસી ગયા હતા. જોકે, સૂત્રોનું કહેવું છે કે કોઈ પણ ડેટા કે હાર્ડવેરની ચોરી નથી થઈ.

રાફેલ પ્રોજેક્ટ ટીમનું નેતૃત્વ એક ગ્રુપ કેપ્ટન રેન્કના અધિકારી કરી રહ્યા છે. આ ટીમમાં બે પાયલટ, એક લોજિસ્ટિક અધિકારી, એક હથિયાર વિશેષજ્ઞ અને એક એન્જિનિયર સામેલ છે. આ ટીમ ભારતીય કર્મચારીઓને વિમાનની જાળવણી તેમજ ઉડાન સંબંધિત શિક્ષણ પણ આપે છે.

આ પણ વાંચો : રાફેલ ડીલ : 'ચોકીદાર ચોર હૈ' નિવેદન પર રાહુલે સુપ્રીમની બિનશરતી માફી માંગી

આ ટીમ રાફેલ વિમાન સંબંધિત દસ્તાવેજ પર નજર રાખતી હતી. પેરિસ સ્થિત ભારતીય વાયુસેનાનું રાફેલ પ્રોજેક્ટ મેનેજમેન્ટની ઓફિસ રાફેલ વિમાન બનાવનાર કંપની દસૌ એવિએશનનના પરિસરમાં આવેલી છે. જોકે, આ મામલે ભારતીય વાયુસેના અથવા રક્ષા મંત્રાલય તરફથી કોઈ જ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.પેરિસની પોલીસ ઘુસણખોરી મામલે તપાસ કરી રહી છે. સૂત્રોના જયાવ્યા પ્રમાણે ઘુસણખોરોનો ઉદેશ્ય ડેટાની ચોરી હોઈ શકે છે, કારણ કે વહીવટી કાર્યાલયમાં કિંમતી સામાન કે પૈસા રાખવામાં નથી આવતા. દેશમાં રાફેલનો મુદ્દો છેલ્લા કેટલાક મહિનાઓથી ખૂબ ચગી રહ્યો છે.
First published: May 27, 2019, 7:51 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading