Home /News /national-international /સર્જિકલ સ્ટ્રાઇક 2.0 : 200 કલાકની યોજના, બે મિનિટમાં જૈશના કેમ્પનો ખેલ ખતમ

સર્જિકલ સ્ટ્રાઇક 2.0 : 200 કલાકની યોજના, બે મિનિટમાં જૈશના કેમ્પનો ખેલ ખતમ

બાલાકોટ સ્થિત જૈશનો આતંકી કેમ્પ (તસવીર- એએનઆઈ)

પાકિસ્તાન સમર્થિત આતંકી કેમ્પો પર એર સ્ટ્રાઇક કરવાનો અંતિમ નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી એક બેઠકમાં લેવામાં આવ્યો હતો.

ન્યૂઝ18 ગુજરાતી : પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના બાલાકોટ સ્થિત જૈશ-એ-મોહમ્મદના સૌથી મોટા આતંકી કેમ્પ પર મંગળવારે વહેલી સવારે હુમલો કરવાની યોજનાની તૈયારી ભારતીય વાયુસેનાએ 200 કલાક સુધી કરી હતી. મંગળવારે વહેલી સવારે 3:45 વાગ્યે શરૂ થયેલું ઓપરેશન સવારે 4:05 વાગ્યા સુધી ચાલ્યું હતું. આખું ઓપરેશન 20 મિનિટ સુધી ચાલ્યું હતું પરંતુ જૈશના કેમ્પને વાયુસેનાએ બે મિનિટમાં બોમ્બ ફેંકીને નષ્ટ કરી દીધો હતો.

ભારતમાં અન્ય કોઈ જગ્યાએ આત્મઘાતી હુમલો થવાના ઇન્ટેલિજન્સ રિપોર્ટ બાદ ભારતીય વાયુસેનાએ જૈશ પર મોટો હુમલો કરવાની યોજના બનાવી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પુલવામા ખાતે 14મી ફેબ્રુઆરીના રોજ થયેલા આત્મઘાતી હુમલાના બે દિવસ બાદ સરકારને માહિતી મળી હતી કે ભારતમાં અન્ય કોઈ જગ્યાએ આવો જ આત્મઘાતી હુમલો થવાનો છે.

આ જાણકારી મળ્યા બાદ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, સરકારના ઉચ્ચ અધિકારીઓ તેમજ સંબંધીત મંત્રીઓ, સેના, નેવી અને વાયુસેનાના પ્રમુખો વચ્ચે સતત બેઠકો મળી હતી. આ બેઠકમાં જૈશને જડબાતોડ જવાબ આપવાનું નક્કી થયું હતું.

આ પણ વાંચો : પાકિસ્તાન પુરાવા નષ્ટ કરવામાં લાગ્યું, તૈયાર થઈ રહ્યા હતા 42 સુસાઈડ બોમ્બર



પાકિસ્તાન સમર્થિત આતંકી કેમ્પો પર એર સ્ટ્રાઇક કરવાનો અંતિમ નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી એક બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં રક્ષાંત્રી નિર્મલા સીતારમણ, અજીત ડોભાલ, રાજનાથ સિંહ અને વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શન વીરેન્દ્ર સિંહ ધનોઆ પણ હાજર હતા.

સૂત્રોએ જણાવ્યું કે, 'બેઠકમાં આતંકી કેમ્પ પર એર સ્ટાઇક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કારણ કે પુલવામા ખાતે સીઆરપીએફના જવાનો પર હુમલો કરવાનાર જૈશ-એ-મોહમ્મદને ભારતે કોઈ પણ હિસાબે જડબાતોડ જવાબ આપવાનો હતો. આ માટે 200થી વધારે કલાક સુધી પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તમામ પાસાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.'

આ પણ વાંચો : જે વ્યક્તિને PM કરે છે ફોલો, તેણે 10 કલાક પહેલા જ કહ્યું હતું કે હુમલો થવાનો છે

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, "એવું નક્કી કરવામાં આવ્યું કે પુલવામા હુમલાના 13માં દિવસે હુમલો કરવામાં આવશે. આ હુમલો જમ્મુ-કાશ્મીરના પુલવામા ખાતે શહીદ થયેલા વીર જવાનોને સાચી શ્રદ્ધાંજલિ હશે."

અન્ય સૂત્રએ જણાવ્યું કે એર સ્ટ્રાઇકમાં સામેલ થયેલા 12 મિરાજ 2000 લકાડૂ વિમાન પાછળ 16 સુખોઈ લડાકૂ વિમાન હતા. જેમણે લાઇન ઓફ કંટ્રોલ પાર કરીને અનેક આતંકી કેમ્પોને નષ્ટ કરી દીધા હતા.

આ પણ વાંચો : એર સ્ટ્રાઇક પર પાકનો સવાલ- 300 માર્યા તો લોહી ક્યાં છે? ચોંકાવનારો હશે અમારો જવાબ

ગુપ્ત જાણકારી પ્રમાણે પુલવામા હુમલાનું ષડયંત્ર બાલાકોટ સ્થિત આતંકી કેમ્પમાં રચવામાં આવ્યું હતું. આ કેમ્પનો વડો જેઈએમ પ્રમુખ મસૂદ અઝહરનો સાળો મૌલાના યૂસુફ અઝહર હતો. બાલાકોટ લાઇન ઓફ કંટ્રોલથી ખૂબ દૂર છે. આને આતંકીઓની તાલિમ માટે સુરક્ષિત માનવામાં આવે છે. લાઇન ઓફ કંટ્રોલ સ્થિત ભારતીય ચોકીઓ પર હુમલો કરનાર પાકિસ્તાન સેનાની બોર્ડર એક્શન ટીમ (બેટ)ને પણ બાલાકોટમાં જ તાલિમ આપવામાં આવે છે.
First published:

Tags: Air Strike, Balakot, LoC, Miraj 2000, Surgical strike, કેન્દ્ર સરકાર, ભારત-પાકિસ્તાન, ભારતીય વાયુસેના

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો