નવી દિલ્હી. કાબુલ એરપોર્ટ (Kabul Airport) ખાતે ફસાયેલા 168 લોકોને લઈને ભારતીય વાયુસેના (Indian Air Force)નું C-17 ગ્લોબમાસ્ટર પ્લેન ભારત સુરક્ષિત પહોંચી ગયું છે. આ પ્લેન સવારે લગભગ 10 વાગ્યે ગાજિયાબાદના હિંડન એરબેઝ (Ghaziabad Hindon Air Base) પહોંચ્યું. આ યાત્રીઓમાં 24 અફઘાન શીખ પણ હોવાનું કહેવાય છે. સાથોસાથ તેમાં બે અફઘાન સાંસદ એટલે કે સેનેટર સામેલ છે. તેમાં તાલિબાનની વિરુદ્ધ અડગ રહેલી સેનેટર અનારકલી (Anarkali Kaur Honaryar) પણ સામેલ છે. અફઘાનિસ્તાન (Afghanistan)ની રાજધાની કાબુલ (Kabul) પર તાલિબાનના કબજા બાદ ભારતીય નાગરિકોને સ્વદેશ પરત લાવવામાં આવી રહ્યા છે. અનેક વિદેશી નાગરિક પણ અસુરક્ષિત માહોલને જોઈ ભારત આવ્યા છે.
મળતી જાણકારી મુજબ, કાબુલથી ભારત આવેલા તમામ યાત્રીઓના RT-PCR ટેસ્ટ કરાવવામાં આવશે. ત્યારબાદ જ એરપોર્ટથી તમામ લોકો બહાર જઈ શકશે. આ પહેલા દિલ્હીના આઇજીઆઇ એરપોર્ટ પર કાબુલથી ત્રણ ફ્લાઇટ આવી છે. આ ફ્લાઇટ દોહા, તાજિકિસ્તાન થઈને ભારત આવી છે. એક ફ્લાઇટ વિસ્તારની, બીજી એર ઈન્ડિયાની અને ત્રીજી ઇન્ડિગોની છે. તમામ ફ્લાઇટ સવારે 4:30 વાગ્યાથી 6 વાગ્યાની વચ્ચે આવી છે. ઈન્ડિગો અને એર ઈન્ડિયાની ફ્લાઇટથી 250 ભારતીય આવ્યા છે.
#WATCH | 168 passengers, including 107 Indian nationals, arrive at Hindon IAF base in Ghaziabad from Kabul, onboard Indian Air Force's C-17 aircraft
આ પહેલા વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ રવિવારે ટ્વીટરના માધ્યમથી આપતા જણાવ્યું કે પ્લેનમાં નેપાળના બે નાગરિક પણ સવાર છે. મંત્રાલયે જણાવ્યું કે અન્ય ભારતીયોની પણ પ્રક્રિયા ચાલુ છે. આજ રાત સુધીમાં 300 અન્ય ભારતીયોની પણ સુરક્ષિત વતન વાપસી થઈ જશે. અફઘાનિસ્તાનમાં ભારતીય સમુદાયની સંખ્યા ઘણી વધારે છે, એવામાં ભારત સરકારે પણ નાગરિકોને બહાર કાઢવાની પ્રક્રિયા તેજ કરી દીધી છે.
કાબુલ એરપોર્ટ સંપૂર્ણપણે અમેરિકી સુરક્ષા દળોના નિયંત્રણ હેઠળ
ભારતને અફગાનિસ્તાનમાં ફસાયેલા પોતાના નાગરિકોને કાઢવા માટે કાબુલથી પ્રતિદિવસ બે ઉડાનો સંચાલિત કરવાની મંજૂરી આપી દીધી છે. ઉલ્લેખનીય છે કે 15 ઓગસ્ટના દિવસે તાલિબાન દ્વારા અફઘાનિસ્તાનના (Afghanistan Crisis) કાબુલમાં કબ્જો કર્યા બાદ હામિદ કરજઈ અંતરરાષ્ટ્રીય એરપોર્ટનું સંચાલન અમેરિકી અને ઉત્તરીય એટલાન્ટિક સંધિ સંગઠન એટલે કે નાટો દ્વારા કરવામાં આવી રહ્યું છે. ભારતને આ સંગઠન તરફથી કાબુલથી દરરોજ બે ઉડાનો સંચાલિત કરવા માટે મંજૂરી આપી દીધી છે. આ સમયે કાબુલ એરપોર્ટ સંપૂર્ણ પણે અમેરિકી સુરક્ષા દળોના નિયંત્રણ હેઠળ છે. નાટો દળો દ્વારા આ સમયે કાબુલથી 25 ઉડાનો સંચાલિત કરવામાં આવી રહી છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર