સીમા વિવાદ: ચીની સૈનિકોની આડોડાઈ બાદ DBOમાં ભારતીય વાયુસેનાના ચિનૂક હેલિકોપ્ટરે ઉડાન ભરી

News18 Gujarati
Updated: August 9, 2020, 4:06 PM IST
સીમા વિવાદ: ચીની સૈનિકોની આડોડાઈ બાદ DBOમાં ભારતીય વાયુસેનાના ચિનૂક હેલિકોપ્ટરે ઉડાન ભરી
ચિનૂક હેલોકપ્ટરે બોર્ડર પર રાત્રે ઉડાન ભરી

ભારતે મેજર જનરલ સ્તરની વાતચીતમાં સીમા પર તણાવ ખતમ કરવા પર જોર આપ્યું છે. ખાસકરીને ડેપસાંગમાં સેનાને પાછળ હટાવી લેવાનું કહેવામાં આવ્યું છે.

  • Share this:
લેહ લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર થોડા દિવસની શાંતી બાદ ભારત અને ચીન વચ્ચે વિવાદ ફરી વિવાદ શરૂ થઈ ગયો છે. સીમા પર ચીનની સેનાને જોતા જ ભારતીય સૈનિકો મોર્ચા પર ઉભા થઈ ગયા છે. આ બધા વચ્ચે ભારતીય વાયુસેનાએ ચિનુક હેલિકોપ્ટરથી દોલત બેગ ઓલ્ડીની ઉપર 16 હજાર ફૂટ પર રાત્રે ઉડાન ભરી હતી. DBO દુનિયાની સૌથી ઊંચાઈ પર સ્થિત હવાઈ પટ્ટી છે, જે મૂળ રૂપે 1962ના યુદ્ધ દરમિયાન બનાવવામાં આવી હતી. આ વિસ્તારમાં ચીનની સેનાએ રોડ બનાવવાનું કામ શરૂ કરી દીધુ છે.

ચિનૂક રાત્રે પણ લડી શકવા માટે સક્ષમ
પ્રાપ્ત જાણકારી અનુસાર, ડીબીઓ ઉપર રાત્રીના સમયે ચિનૂક હેલિકોપ્ટર ઉડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો, જેથી ભારતીય સેનાના વિશેષ દળ અને ભૂમી સેનાને પહોંચીવળવાની તીવ્ર ક્ષમતાનો ટેસ્ટ કરી શકાય. એક સિનિયર કમાન્ડરે કહ્યું કે, અપાચે હેલિકોપ્ટર ચુશુલ ક્ષેત્રમાં તકેદારી રાખી રહ્યા છે, જ્યારે અમેરિકામાં બનેલા ચિનૂકની રાતમાં લડવાની ક્ષમતાઓનું પરિક્ષણ કરવામાં આવ્યું. જેથી આ હેલિકોપ્ટરે ડીબીઓ ઉપર ઉડાન ભરી હતી. અમે પહેલા જ ટી-90 ટેન્ક અને તોપો તેનાત કરી દીધી છે. ચિનૂકનો અફઘાનિસ્તાનની પહાડી વિસ્તારોમાં રાત્રીમાં ઉડાન ભરવાનો એક પ્રમાણિક રેકોર્ડ છે અને તેનો ઉપયોગ વિશેષ હવાઈ દળનો ઝડપથી સૈન્ય જવાબી કાર્યવાહી માટે કરવામાં આવે છે.

આ પણ વાંચો - Big News: કેન્દ્ર સરકાર આગામી મહિને સ્કૂલો ખોલવા માટે બનાવી રહી યોજના, જાણો - આ છે પૂરો પ્લાન

આ બધા વચ્ચે શનિવારે ભારત અને ચીન વચ્ચે મેજર જનરલ સ્તરની વાતચીત થઈ. આ વાતચીત દરમિયાન ભારતે ચીનને ડેપસાંગ સેક્ટરથી તુરંત પોતાના સૈનિક પીછે હટાવવાનું કહ્યું છે. સાથે ભારતે ચીનને આ વિસ્તારોમાં નિર્માણ કાર્ય બંધ કરવાનું કહ્યું છે. અહીં બેને દેશે મોટી સંખ્યામાં સૈનિકો તૈનાત કરી દીધા છે.
ભારતે મેજર જનરલ સ્તરની વાતચીતમાં સીમા પર તણાવ ખતમ કરવા પર જોર આપ્યું છે. ખાસકરીને ડેપસાંગમાં સેનાને પાછળ હટાવી લેવાનું કહેવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, અહીં છેલ્લા કેટલાક સમયથી ચીનની સેના ભારતને પેટ્રોલિંગ પણ નથી કરવા દેતી.
Published by: kiran mehta
First published: August 9, 2020, 4:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading