Home /News /national-international /યુક્રેન યુદ્ધમાંથી શીખ લઇ IAF એ રશિયાના હેલિકોપ્ટરને બનાવ્યા ઘાતક, ઇઝરાયેલના એન્ટી ટેંક ગાઇડેડ મિસાઇલથી લૈસ

યુક્રેન યુદ્ધમાંથી શીખ લઇ IAF એ રશિયાના હેલિકોપ્ટરને બનાવ્યા ઘાતક, ઇઝરાયેલના એન્ટી ટેંક ગાઇડેડ મિસાઇલથી લૈસ

સરકારી સૂત્રોએ જાણકારી આપતા એએનઆઈને જણાવ્યું કે ઇઝરાયેલી સ્પાઇક એનએલઓએસ એન્ટી ટેંક ગાઇડેડ મિસાઇલને Mi-17V5 હેલિકોપ્ટરના જથ્થા પર લગાવવામાં આવી રહી છે (ફાઇલ ફોટો)

Anti Tank Guided Missiles - આ મિસાઇલ લાંબી દૂરીથી લક્ષ્ય પર પ્રહાર કરી શકે છે, આ એન્ટી ટેંક ગાઇડેડ મિસાઇલ દુશ્મોનોની બખ્તર બંધ ગાડીયો, ટેંકોને ક્ષણભરમાં નષ્ટ કરી શકે છે

નવી દિલ્હી : રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધે (Russia-Ukraine war) આખી દુનિયાને નવી નવી વાતો શીખવી છે. જો યુદ્ધ સ્તર પર વાત કરવામાં આવે તો એ જોવા મળ્યું છે કે આ યુદ્ધમાં એન્ટી ટેંક ગાઇડેડ મિસાઇલે (Anti Tank Guided Missiles)મહત્વનો રોલ ભજવ્યો છે. તેમાંથી શીખામણ લઇને ભારતીય વાયુ સેનાએ એક મોટું પગલું ભર્યું છે. IAF હવે રશિયન મૂળના હેલિકોપ્ટરને ઇઝરાયેલી નોન લાઇન ઓફ સાઇટ (NLOS)એન્ટી ટેંક ગાઇડેડ મિસાઇલથી લૈસ કરી રહી છે. આ મિસાઇલ (Missiles)30 કિલોમીટર સુધી દૂર રહેલા લક્ષ્ય પર સટિક પ્રહાર કરી શકે છે.

સરકારી સૂત્રોએ જાણકારી આપતા એએનઆઈને જણાવ્યું કે ઇઝરાયેલી સ્પાઇક એનએલઓએસ એન્ટી ટેંક ગાઇડેડ મિસાઇલને Mi-17V5 હેલિકોપ્ટરના જથ્થા પર લગાવવામાં આવી રહી છે. આ મિસાઇલ લાંબી દૂરીથી લક્ષ્ય પર પ્રહાર કરી શકે છે. આ એન્ટી ટેંક ગાઇડેડ મિસાઇલ દુશ્મોનોની બખ્તર બંધ ગાડીયો, ટેંકોને ક્ષણભરમાં નષ્ટ કરી શકે છે.

આ પણ વાંચો - વોકલ ફોર લોકલથી લઇને કાશ્મીરના વિકાસ સુધી, પીએમ મોદીના સંબોધનની ખાસ વાતો

યુક્રેન રશિયાના સૈન્ય ક્ષમતા સામે ક્યાંય ટકી શકે નહીં પણ તે પશ્ચિમી યુરોપીય દેશો, અમેરિકા દ્વારા આપવામાં આવેલા એન્ટી ટેંક અને એન્ટી એરક્રાફ્ટ મિસાઇલના દમ પર બે મહિનાથી રશિયાને ટક્કર આપી રહ્યું છે. યુક્રેને એન્ટી ટેંક અને એન્ટી એરક્રાફ્ટ મિસાઇલનો પ્રયોગ કરીને રશિયાને મોટું નુકસાન પહોંચાડ્યું છે.

સૂત્રોનું કહેવું છે કે હાલ સ્પાઇક એલએલએઓએસ એટીજીએમનો સિમિત સંખ્યામાં ઓર્ડર કર્યો છે. સેના મેક ઇન ઇન્ડિયા અંતર્ગત આ પ્રકારની મિસાઇલોને મોટી સંખ્યામાં મેળવવાનો પ્રયત્ન કરશે.

આ પણ વાંચો - શું ભારત પશ્ચિમી દેશો સાથે મિત્રતા ઈચ્છે છે? રશિયા શા માટે છે ખૂબ મહત્વનું? જાણો શું કહ્યું નિર્મલા સીતારમણે ?

તમને જણાવી દઈએ કે બે વર્ષ પહેલા ચીન દ્વારા બતાવવામાં આવેલી આક્રમકતાના કારણે ભારતીય સેના અને વાયુ સેના બન્ને દેશમાં આવનાર ખતરાને જોતા પોતાના હથિયારોના સ્ટોકને મજબૂત કરવામાં રસ બતાવ્યો છે. સેના અને વાયુ સેના ચીન સાથે સરહદ વિવાદમાં સીધી રીતે સામેલ રહ્યા છે. જ્યારે નૌસેના સમુદ્રમાંથી દુશ્મન દેશોની રણનીતિ પર નજર બનાવીને રાખે છે. ચીનની બધી ચાલ પર નજર છે.
First published:

Tags: IAF, Russia ukraine war, Russia-Ukraine Conflict