ન્યૂઝ18 ગુજરાતી: ભારત દ્વારા તોડી પાડવામાં આવેલા પાકિસ્તાનના લડાકુ વિમાન F-16નો વિવાદ ઘેરો બની રહ્યો છે. ભારતીય વાયુસેનાએ કહ્યું કે, તેમની પાસે ચોક્કસ પુરાવા છે કે પાકિસ્તાને ભારત સામે એફ-16નો ઉપયોગ કર્યો હતો અને કેપ્ટન અભિનંદને મિગ-21 બાઇસન દ્વારા હવામાં તેને તોડી પાડ્યું હતું.
સોમવારે ઇન્ડિયન એરફોર્સે કહ્યું કે, 27 ફેબ્રુઆરી 2019ના રોજ બે લડાકુ વિમાન તોડી પાડવામાં આવ્યા હતા. જેમાં એક ભારતનું મિગ-21 બાઇસન અને બીજું પાકિસ્તાનનું એફ-16 હતું.
ન્યૂઝ એજન્સી ANI અનુસાર, એર વાઇસ માર્શલ આર.જી.કે કપૂરે કહ્યું કે, અમારી પાસે બીજા પણ પુરાવા છે કે પાકિસ્તાનનું એફ-16 તોડી પડાયું હતું. જોકે, સુરક્ષા અને ગોપનીયતાના લીધે આના વિશે વધુ માહિતી આપી શકાતી નથી.
IAF Statement: There is no doubt that two aircraft went down in the aerial engagement on 27 February 2019 one of which was the bison of IAF while the other was F-16 of Pakistan Air Force conclusively identified by its electronic signature and radio transcripts. https://t.co/7npwi7xP98
ગયા અઠવાડિયે અમેરિકી મેગેઝીન ફોરન પોલિસીમાં છપાયેલા રિપોર્ટમાં દાવો કરાયો હતો કે, અમેરિકાની ગણતરીમાં તમામ F16 યથાવત હોવાનું જાણવા મળ્યું છે.
Air Vice Marshal RGK Kapoor: Have more credible evidence that is clearly indicative of fact that Pakistan has lost one F-16 however due to security and confidentiality concerns we are restricting the information being shared in the public domain pic.twitter.com/XrtXGOOvP8
મેગેઝીને અમેરિકી રક્ષા અધિકારીઓના હવાલાથી દાવો કર્યો હતો કે, 27 ફેબ્રુઆરીએ એર સ્ટ્રાઇક બાદ ભારતનો પાકિસ્તાની એફ-16ને તોડી પાડવાનો દાવો ખોટો હોઇ શકે છે.
ઉલ્લેખનીય છે કે, 28 ફેબ્રુઆરીએ ઇન્ડિયન આર્મીની ત્રણેય પાંખે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી પાકિસ્તાની એફ-16 તોડી પાડવાના પુરાવા રજૂ કર્યા હતા. સેનાએ જણાવ્યું હતું કે, પાકિસ્તાની ફાઇટર પ્લેન એફ-16એ ભારતીય સીમામાં ઘૂસણખોરી કરી હતી. સેનાએ મીડિયાને એફ-16માં લાગનારી મિસાઇલના ટુકડા બતાવ્યા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર