IAFથી થરથર કાંપશે આતંકવાદીઓ, રશિયા પાસેથી મળશે 70 હજાર AK-103 અસોલ્ટ રાઇફલ્સ

રશીયન રાઈફલ

અફઘાનિસ્તાનમાં અમેરિકન સૈનિકો દ્વારા છોડાયેલા હથિયાર ભારતના સક્રિય આતંકવાદીઓને મળવાની શક્યતાઓ વચ્ચે ભારતીય વાયુ સેના(IAF) એલર્ટ મોડમાં આવી ગયું

  • Share this:
    અફઘાનિસ્તાનમાં અમેરિકન સૈનિકો દ્વારા છોડાયેલા હથિયાર ભારતના સક્રિય આતંકવાદીઓને મળવાની શક્યતાઓ વચ્ચે ભારતીય વાયુ સેના(IAF) એલર્ટ મોડમાં આવી ગયું છે. આ દરમિયાન કોઇ પણ સંકટને પહોંચી વળવા આઇએએફ દ્વારા રશિયા પાસેથી 70,000 AK-103 અસોલ્ટ રાઇફલ મેળવવા માટેની એક સમજૂતી કરવામાં આવી છે. ભારતીય વાયુ સેનાને 1.5 લાખથી વધુ નવી અસોલ્ટ રાઇફલોની જરૂરિયાત છે અને નવી AK-103 રાઇફલો આગામી અમુક મહિનાઓમાં સેવામાં આવી શકે છે, જે આતંકવાદીઓ સામે સારી રીતે લડવામાં સેનાને વધુ સક્ષમ બનાવશે.

    સરકારી સુત્રોએ સમાચાર એજન્સી આઇએનઆઇ સાથે વાચતીતમાં જણાવ્યું કે, રશિયાથી 70,000 AK-103 અસોલ્ટ રાઇફલ ખરીદવા માટે આપાતકાલીન જોગવાઇઓ અનુસાર છેલ્લા સપ્તાહમાં લગભગ 300 કરોડ રૂપિયાના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ હથિયારો સૌથી પહેલા સંવેદનશીલ એરપોર્ટ્સની સાથે-સાથે જમ્મૂ-કાશ્મીર, શ્રીનગર જેવા મેદાની ક્ષેત્રોમાં સૈનિકોને આપવામાં આવશે.

    હથિયારોની જરૂરિયાતનો અન્ય જથ્થો ભારત અને રશિયા દ્વારા એક સાથે ભારતની અંદર જ વધુ અપડેટેડ AK-203નું ઉત્પાદન કરવા માટે એક સમજૂતી પર પણ હસ્તાક્ષર કર્યા બાદ પૂરા કરવામાં આવશે. AK-203 અસોલ્ટ રાઇફલોના કેન્ટ્રાક્ટને સેના હેઠળ વિકસિત કરવામાં આવી રહ્યો છે, તેથી પોતપોતાના સૈનિકોના ફાયરપાવરને મજબૂત કરવા માટે લગભગ 6.5 લાખ રાઇફલ્સની જરૂર છે.

    IAFના હથિયારોની જરૂરિયાતના એક નાનો હિસ્સો લગભગ 4000 સિગ સોયર અસોલ્ટ રાઇફલ્સના હસ્તાંતરણ દ્વારા પૂરો થયો હતો. જેને ભારતીય સેના દ્વારા મોટા કરારના ભાગરૂપે ખરીદવામાં આવ્યા છે.

    આ પણ વાંચો - વાહન ચાલકો Big News! હવે કાર રસોઈના બચેલા તેલમાંથી બનેલા બાયોડિઝલ પર ચાલશે! ડીઝલ કરતા 40-50 ટકા સસ્તું

    AK-103 અસોલ્ટ રાઇફલ પહેલાથી ભારતીય નૌકાદળના મરીન કમાન્ડોની યાદીમાં છે જે કાશ્મીર ખીણમાં તેનો ઉપયોગ કરે છે. આ મરીન કમાન્ડોને વુલર ઝીલમાં તહેનાત કરાયા છે. ભારતીય સશસ્ત્ર દળોની ઇમરજન્સી ખરીદ નીતિના કારણે જ તેમને યુદ્ધ-લડાઇ દરમિયાન પોતાની તૈયારીઓમાં આવતી કમીઓને દૂર કરવામાં મદદ મળે છે. સશસ્ત્ર દળોને તે હથિયારો પસંદ કરવાની આઝાદી આપવામાં આવી છે જેને તે ખરીદવા માંગે છે અને તેમને તે માધ્યમ અંતર્ગત મેળવી શકાય છે, જેનાથી તેમને એક વર્ષની અંદર તેની ડિલીવરી મળી શકે.
    First published: