IAF Day 2020: રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને રક્ષા મંત્રીએ શુભેચ્છાઓ પાઠવી, કહ્યું- અમને આપ પર ગર્વ છે

IAF Day 2020: રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને રક્ષા મંત્રીએ શુભેચ્છાઓ પાઠવી, કહ્યું- અમને આપ પર ગર્વ છે
ભારતીય વાયુસેના આજે પોતાનો 88મો સ્થાપના દિવસ ઉજવી રહી છે

ભારતીય વાયુસેના આજે પોતાનો 88મો સ્થાપના દિવસ ઉજવી રહી છે

  • Share this:
    નવી દિલ્હીઃ ભારતીય વાયુસેના (Indian Air Force day 2020) ગુરુવારે પોતાનો 88મો સ્થાપના દિવસ ઉજવી રહી છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ અને ત્રણેય સેનાઓના સુપ્રીમ કમાન્ડર રામનાથ કોવિંદ (President RamNath Kovind)એ પોતાની શુભકામનાઓ આપી છે. રાષ્ટ્રપતિએ ટ્વીટ કરીને ભારતીય વાયુસેનામાં ચાલી રહેલા પરિવર્તનના દોર ઉપર પણ ભાર મૂક્યો છે. એક ટ્વીટમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે, રાફેલ, અપાચે અને ચિનૂકને સામેલ કરવાની સાથે આધુનિકરણની ચાલી રહેલી પ્રક્રિયા ભારતીય વાયુસેનાને વધુ સામરિક બળમાં પરવર્તીત કરશે.

    રાષ્ટ્રપતિએ કહ્યું કે, વાયુ સેના દિવસ પર, અમે ગર્વથી અમારી વાયુ યોદ્ધાઓ, દિગ્ગજો અને ભારતીય વાયુ સેનાના પરિવારોનું સન્માન કરીએ છીએ. રાષ્ટ્ર આપણા આકાશને સુરક્ષિત રાખવા અને માનવીય સહાયતા અને આપત્તિ રાહતમાં નાગરિક અધિકારોની સહાયત કરવામાં ભારતીય વાયુસેનાના યોગદાન માટે ઋણી છે.



    સુપ્રીમ કમાન્ડરે કહ્યું કે, રાફેલ, અપાચે અને ચિનૂકને સામેલ કીર આધુનિકરણની ચાલી રહેલી પ્રક્રિયા ભારતીય વાયુસેનાને સામરીક બળમાં પરિવર્તીત કરશે. અમને વિશ્વાસ છે કે આવનારા વર્ષોમાં, ભારતીય વાયુ સેના પ્રતિબદ્ધતા અને ક્ષમતાનજે પોતાના ઉચ્ચ માપદંડોને કાયમ રાખવાનું ચાલુ રાખશે.

    આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ વાયુસેનાને શુભેચ્છાઓ પાઠવી. તેઓએ લખ્યું કે- એરફોર્સ ડે પર ભારતીય વાયુસેનાના તમામ વીર યોદ્ધાઓને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ. તમે દેશના આકાશને સુરક્ષિત રાખો છો ઉપરાંત આપત્તિ સમયે માનવતાની સેવામાં પણ અગ્રણી ભૂમિકા નિભાવે છે. માતા ભારતની રક્ષા માટે આપના સાહસ, શૌર્ય અને સમર્પણ દરેકને પ્રેરિત કરનારા છે.

    આ પણ વાંચો, Petrol Diesel Price: ફટાફટ જાણી લો આપના શહેરમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ

    My felicitations and best wishes to the air warriors and their families on the occasion of Air Force Day-2020.

    રક્ષા મંત્રી રાજનાથ સિંહ એ પણ વાયુસેના દિવસ પર ટ્વીટ કરીને પોતાની શુભકામનાઓ આપી. રક્ષા મંત્રીએ લખ્યું કે, વાયુ સેના દિવસ 2020ના અવસરે વાયુ યોદ્ધાઓ અને તેમના પરિવારોને મારી શુભકામનાઓ. 88 વર્ષના સમર્પણ, બલિદાન અને ઉત્કૃષ્ટતા ભારતીય વાયુસેનાની યાત્રાને દર્શાવે છે જે આજે પણ ઘાતક અને અજય છે.

    આ પણ વાંચો, IPL 2020: દિનેશ કાર્તિકની આ ચાલ સામે ધોની ટકી ન શક્યો, ચેન્નઈને મળી શરમજનક હાર

    રક્ષા મંત્રીએ કહ્યું કે, મને વિશ્વાસ છે કે કોઈ પણ પરિસ્થિતિમાં ભારતીય વાયુસેના હંમશા રાષ્ટ્રના આકાશની રક્ષા કરશે. આપને હંમેશા ખુશ રહેવાનો શુભાકાંક્ષી છું.
    Published by:Mrunal Bhojak
    First published:October 08, 2020, 08:52 am

    ટૉપ ન્યૂઝ