ભારતીય વાયુસેનાના એર ચીફ માર્શલ બીએસ ધનોઆએ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન સાથે મિગ 21 લડાકુ વિમાનમાં ઉડાન ભરી હતી. પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપનારા અભિનંદનને લાંબા વિરામ બાદ ફરી એકવાર મિગ પર ઉડાન ભરી હતી. મિગ ઉડાવ્યા બાદ વિંગ કમાન્ડર અભિનંદને એર ચીફ માર્શલ સાથે તસવીર પણ પડાવી હતી.
આ વર્ષે 14 ફેબ્રુઆરીએ પુલવામામાં થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના 40થી વધુ જવાન શહીદ થયા હતા. ત્યારબાદ ભારતે પાકિસ્તાનના બાલાકોટમાં આતંકી ઠેકાણા પર એર સ્ટ્રાઇક કરી હુમલાનો જડબાતોડ જવાબ આપી બદલો લીધો હતો. ત્યારબાદ 27 ફેબ્રુઆરીએ ભારતીય સરહદમાં ઘૂસેલા પાકિસ્તાની લડાકુ વિમાનના મિગ-21 બાઇસનથી પીછો કરી વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન એલોસી પાર કરી ગયા હતા અને પાકિસ્તાની ફાઇટર પ્લેન F-16ને તોડી પાડ્યું હતું.
ત્યારબાદ તેમનું મિગ-21 ક્રેશ થઇ જવાથી અભિનંદન પેરાશૂટથી ઇજેક્ટ થવું પડ્યું હતું. ભૂલથી તેઓ પાકિસ્તાનમાં લેન્ડ કરવાની ફરજ પડી હતી. પાકિસ્તાની આર્મીએ અભિનંદનની ધરપકડ કરી લીધી હતી. જો કે બે દિવસમાં પાકિસ્તાનને અભિનંદનને સહી સલામત છોડવા મજબૂર થવું પડ્યું હતું. અભિનંદન વર્ધમાન ભારત ફર્યા બાદ ફરી મિગ-21 ઉડાવવાનું નક્કી ન હતું. જો કે IAF ચીફ માર્શલ બીએસ ધનોઆએ ત્યારે સ્પષ્ટ કર્યું હતું કે મેડિકલ ફિટનેસ પાસ કર્યા બાદ અભિનંદન ફરી મિગ-21 ઉડાવી શકશે. જેમાં અભિનંદન પાસ થયા હતા.
ઓગસ્ટમાં IAF બેંગલોરના ઇંસ્ટિટ્યૂટ ઓફ એરોસ્પેસ મેડિસિને અભિનંદનને ફરી ફાઇટર જેટ ઉડાવવાની મંજૂરી આપી દીધી. ફરી તેઓએ મિગ-21 ઉડાવી કોકપિટમાં વાપસી કરી લીધી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર