વાયુસેનાએ ભૂલ સ્વીકારી, ભારતીય મિસાઇલથી જ ક્રેશ થયું હતું Mi-17 હૅલિકોપ્ટર

એર ચીફ માર્શલે કહ્યુ- બે અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે

એર ચીફ માર્શલે કહ્યુ- બે અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે

 • Share this:
  નવી દિલ્હી : ભારતીય વાયુસેના પ્રમુખ (IAF Chief) એર ચીફ માર્શલ રાકેશ કુમાર સિંહ ભદૌરિયા (RKS Bhadauria)એ સ્વીકાર્યુ છે કે 27 ફેબ્રુઆરીએ જમ્મુ-કાશ્મીર (Jammu-kashmir)ના બડગામ (Budgam)માં દુર્ઘટનાગ્રસ્ત થયેલું Mi-17 હૅલિકોપ્‍ટર ભારતીય મિસાઇલ (Indian missile)થી જ ટકરાઈ ગયું હતું. ભદૌરિયાએ જણાવ્યું કે, આ મામલામાં કોર્ટ ઑફ ઈન્ક્વાયરલ પૂરી થઈ ચૂકી છે. ઉચ્ચસ્તરીય તપાસમાં જાણવા મળ્યું છે કે દુર્ઘટના અમારી જ ભૂલથી થઈ હતી. અમે સ્વીકારીએ છીએ કે આ બહુ મોટી ભૂલ હતી. અમે સુનિશ્ચિત કરીશું કે ભવિષ્યમાં કોઈ પણ સ્થિતિમાં આવી ભૂલ ન થાય.

  નોંધનીય છે કે, દુર્ઘટના એ દિવસે બની હતી, જે દિવસે વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાન પાકિસ્તાનના એફ-16 પ્લેનને ધ્યસ્ત કર્યા બાદ પોતાનું મિગ ક્ષતિગ્રસ્ત થયા બાદ પાકિસ્તાનમાં ઉતરી ગયા હતા.

  એર ચીફ માર્શલે કહ્યુ- બે અધિકારીઓ વિરુદ્ધ કરવામાં આવશે કાર્યવાહી

  ભદૌરિયાએ જણાવ્યું કે, આ મામલામાં બે અધિકારીઓની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આ હૅલિકોપ્ટરને સ્ક્વાડ્રન લીડર સિદ્ધાર્થ વશિષ્ઠ ઉડાવી રહ્યા હતા. તેમની સાથે સ્ક્વાડ્રન લીડર નિનાદ, કુમાર પાંડે, સાર્જન્ટ વિક્રાંત સહરાવત, કૉરપોરલ દીપક પાંડે અને પંકજ કુમાર પણ હતા. હૅલિકોપ્ટરે 27 ફેબ્રુઆરીની સવારે 10.10 વાગ્યે શ્રીનગર એરપોર્ટથી ઉડાન ભરી હતી. તેની લગભગ 40 મિનિટ પહેલા પાકિસ્તાની વાયુસેનાના જેટે ભારતીય વાયુ સીમાનું ઉલ્લંઘન કરી બડગામમાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. ભારતીય વાયુસેનાએ તાત્કાલિક કાર્યવાહી કરતાં તેને પાછળ ધકેલી દીધા હતા.

  હૅલિકોપ્ટર ક્રૂ અને ગ્રાઉન્ડ સ્ટાફ સાથે કોમ્યુનિકેશનના અભાવે થઈ દુર્ઘટના

  ઘટનાની તપાસમાં જાણવા મળ્યું કે, હૅલિકોપ્ટર ક્રૂ અને ગ્રાઉન્ડ સ્ટાફની વચ્ચે સારું કોમ્યુનિકેશન તથા સંકલનના અભાવે દુર્ઘટના બની. નોંધનીય છે કે, આ દુર્ઘટનામાં હૅલિકોપ્ટરમાં સવાર 6 સૈન્યકર્મીઓ અને એક નાગરિકનું મોત થયું હતું. તપાસમાં ઓછામાં ઓછા ચાર અધિકારી આ ઘટના માટે જવાબદાર છે. બીજી તરફ, ઘટના સમયે પાકિસ્તાની સશસ્ત્ર દળના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે કહ્યુ હતું કે, આ ઘટનામાં ઈસ્લામાબાદનો કોઈ હાથ નથી. હૅલિકોપ્ટરથી અમારી વાયુસેનાનો કોઈ આમનો-સામનો નહોતો થયો.

  આ પણ વાંચો,

  બાલાકોટ એરસ્ટ્રાઇક કેવી રીતે કરી? વાયુસેનાએ જાહેર કર્યો પ્રમોશનલ વીડિયો
  વેનેજુએલામાં કેદીઓ સાથે અત્યાચાર, નિર્વસ્ત્ર કરી શરીર પર કૂકડા લડાવ્યા
  Published by:Mrunal Bhojak
  First published: