કોંગ્રેસના હાલના અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, તે કોંગ્રેસના નવા અધ્યક્ષની પસંદગી પ્રક્રિયામાં સામેલ નથી. રાહુલે કહ્યું કે, હું આ પ્રક્રિયામાં સામેલ નથી. પાર્ટી અગામી અધ્યક્ષનો નિર્ણય લેશે. આ પ્રક્રિયામાં સામેલ થઈ હું તેને મુશ્કેલ નથી બનાવવા માંગતો. તેમણે કહ્યું કે, હું પાર્ટીમાં રહીશ અને પાર્ટી માટે કામ કરતો રહીશ.
ગત મહિને લોકસભા ચૂંટણીમાં હાર બાદ રાહુલ ગાંધીએ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપવાની રજૂઆત કરી હતી. પરંતુ, તેને સ્વીકાર કરવામાં આવી ન હતી. બાદમાં રાહુલે પાર્ટીના નવા અધ્યક્ષ પસંદ કરવાનો એક મહિનાનો સમય આપ્યો હતો.
અધ્યક્ષ પદની રેસમાં ગેહલોત સૌથી આગળ લાંબા સમયથી કોંગ્રેસ અધ્યક્ષ પદને લઈ લગાવવામાં આવી રહેલા અલગ અલગ અનુમાનો પર હવે વિરામ લાગે તેવા સંકેત મળી રહ્યા છે. સૂત્રો અનુસાર, રાજસ્થાનના મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગેહલોતને રાહુલ ગાંધીની જગ્યા પર પાર્ટીના નવા અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે. કોંગ્રેસ સૂત્રો અનુસાર, ગેહલોતના નામ પર મોહર લગાવવામાં આવી છે અને ઔપચારિક જાહેરાત બાકી છે. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે, અશોક ગેહલોત એકલા કોંગ્રેસ અધ્યક્ષ હશે કે તેમની મદદ માટે કોઈ કાર્યકારી અધ્યક્ષ પણ બનાવવામાં આવશે. અશોક ગેહલોતના નામ બાદ એ સ્પષ્ટ થઈ ગયું કે, કોંગ્રેસના નવા અધ્યક્ષ ગાંધી પરિવારમાંથી નહીં હોય.
જોકે, આ મુદ્દે પાર્ટી તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં નથી આવી. સૂત્રો અનુસાર, કોંગ્રેસ પાર્ટી ગેહલોતને ળઈ અગામી બે-ત્રણ દિવસમાં મોટી જાહેરાત કરી શકે છે.
રાજીનામાની જીદ કરી રહ્યા છે રાહુલ ગાંધી તેમને જણાવી દઈએ કે, રાહુલ ગાંધીએ રાજીનામાની રજૂઆત કરી તો પાર્ટીમાં હડકંપ મચી ગયો. કોંગ્રેસના કેટલાએ નેતાઓએ તેમને મનાવવાની કોશિસ કરી. પરંતુ, રાહુલ ન માન્યા. 25મેના રોજ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં રાહુલ ગાંધીએ રાજીનામાની રજૂઆત કરી હતી, જેને સર્વસંમત્તિથી ફગાવી દેવામાં આવી હતી.
એટલું જ નહીં, રાહુલ ગાંધીએ લોકસભામાં કોંગ્રેસના નેતા બનાવાની પમ ના પાડી દીધી હતી, જેથી કોંગ્રેસના વરિષ્ઠ નેતા અધીર રંજન ચૌધરીને આ જવાબદારી સોંપવામાં આવી. હવે રાહુલ ગાંધીના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે, રાહુલ ગાંધી હાલમાં પાર્ટીમાં કોઈ પણ પ્રકારનું પદ સ્વીકારવાના મૂડમાં નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર