પંજાબમાં કોંગ્રેસ હારશે તો રાજીનામું આપી દઈશ : કેપ્ટન અમરિંદર સિંહ

પંજાબના મુખ્ય મંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું છે કે જો રાજ્યમાં કોંગ્રેસ સારો દેખાવ નહીં કરી શકે તો તે જવાબજદારી સ્વીકારતાં રાજીનામું ધરી દેશે.

News18 Gujarati
Updated: May 17, 2019, 10:26 PM IST
પંજાબમાં કોંગ્રેસ હારશે તો રાજીનામું આપી દઈશ : કેપ્ટન અમરિંદર સિંહ
પંજાબના મુખ્ય મંત્રી કેપ્ટન અમરિંદર સિંહની ફાઇલ તસવીર
News18 Gujarati
Updated: May 17, 2019, 10:26 PM IST
ન્યૂઝ 18 ગુજરાતી : પંજાબના મુખ્ય મંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું છે કે જો પંજાબમાં કોંગ્રેસ સારો દેખાવ નહીં કરી શકે તો તે જવાબદારી સ્વીકારતા રાજીનામું ધરી દેશે. અમરિંદર સિંહે કહ્યું કે તમામ મંત્રી અને ધારાસભ્યો પાર્ટીના પ્રદર્શન માટે જવાબદાર રહેશે.

મોવડી મંડળનો નિર્ણય છે કે પાર્ટીની હાર જીતનો શ્રેય સરકારના મંત્રી, ધારાસભ્યોના ફાળે જશે. હું આ જવાબદારી સ્વીકારવા તૈયાર છું. મને વિશ્વાસ છે કે પંજાબમાં તમામ લોકસભા બેઠકો પર અમે જ્વલંત વિજય મેલવીશું. સત્તા વિરોધી લહેરની વાતને નકારતા અમરિંદર સિંહે કહ્યું હતું કે લોકસભાની ચૂંટણી રાષ્ટ્રીય ચૂંટણી છે તેથી તમામ ફોક્સ રાષ્ટ્રીય મુદ્દાઓ પર થશે. આ ચૂંટણી વડાપ્રધાનને તેમનું રિપોર્ટ કાર્ડ દર્શાવવાનો સમય છે.

આ પણ વાંચો :  300 બેઠકો જીતીને એનડીએની સરકાર બનાવીશું : અમિત શાહ

પીએમ મોદી પર નિશાન સાધ્યું
પીએ મોદી પર હુમલો કરતા કેપ્ટને કહ્યું,'આખી દુનિયા જાણે છે કે વોટ મેળવવા માટે તેમણે ક્યાં મુદ્દાઓનું ધ્રુવીકરણ કરવાનો પ્રયાસ કર્યો છે. તેઓ દેશના ધર્મ નિરપેક્ષણ તાણા-વાણાને તોડવાનો માંગે છે. હિંદુત્વ તેની પરવાનગી નહીં આપે.' તેમણે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની ટીકા કરવા બદલ પીએમની ઝાટકણી કાઢી હતી.

નવજોત કોર સિદ્ધુને ટિકિટ ન આપવા વિશે
તેમણે નવજોત સિંહે સિદ્ધુના પત્ની નવજોત કોર સિદ્ધુની ટિકિટ કપાઈ તેના વિશે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે મેં તેમનું નિવેદન વાંચ્યું હતું તેમણે કહ્યું કે મે અને આશા કુમારીએ ચંદીગઢથી તેમની ટિકિટ કપાવી. અમે પંજાબમાં છીએ અને ચંદીગઢમાં અમારૂં કોઈ કનેક્શન નથી. એમાં મારી કોઈ ભૂમિકા નથી. પાર્ટીએ તેમને ચંદીગઢની ટિકિટ ન આપી તો અમે અમૃતસરથી તેમને ટિકિટ આપવાો પ્રસ્તાવ આપ્યો હતો જેનો તેમણેઇન્કાર કર્યો હતો.'

આ પણ વાંચો : EXclusive : સરકાર રચવા માટે કોંગ્રેસે બનાવ્યો આ માસ્ટર પ્લાન

2017માં બન્યા હતા પંજાબના સીએમ
શિરોમણી અકાલી દળ અને ભાજપને હરાવી અને કેપ્ટન અમરિંદર સિંહ વર્ષ 2017માં પંજાબના મુખ્ય મંત્રી બન્યા હતા. વિધાનસભાની ચૂંટણીમાં 38.5 ટકા વોટ સાથે 117માંથી 77 બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો હતો. અગાઉ તેઓ વર્ષ 2002થી 2007 સુધી પંજાબના મુખ્ય મંત્રી રહ્યાં હતા.
First published: May 17, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...