દિલ્હી 'નિર્ભયા'ની માતાએ કહ્યું, 'હવે હૈદરાબાદની દીકરી માટે લડાઈ લડીશ'

News18 Gujarati
Updated: December 2, 2019, 1:16 PM IST
દિલ્હી 'નિર્ભયા'ની માતાએ કહ્યું, 'હવે હૈદરાબાદની દીકરી માટે લડાઈ લડીશ'
દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષા સ્વાતી માલીવાલ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

કેજરીવાલ સરકારે (Kejriwal Government) ઉપરાજ્યપાલને નિર્ભયા ગેંગરેપ (Nirbhaya Gangrape)ના દોષિતોની દયા અરજી રદ કરવાની ભલામણ કરી છે. નિર્ભયાની માતાએ દિલ્હી સરકારના આ નિર્ણયનું સ્વાગત કર્યું છે.

  • Share this:
નવી દિલ્હી : કેજરીવાલ સરકારે દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલ (Anil Baijal)ને નિર્ભયા ગેંગરેપ (Nirbhaya Gangrape) મામલામાં એક દોષીની દયા અરજીને રદ કરવાની ભલામણ કરી છે. આ અંગે એક પ્રસ્તાવ ઉપરાજ્યપાલને મોકવલામાં આવ્યો છે. અહીં આ વાતને સ્વીકૃતિ મળ્યા બાદ ફાઇલ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મોકલવામાં આવશે. અંતિમ નિર્ણય રાષ્ટ્રપતિ લેશે. નિર્ભયાની માતાએ દિલ્હીની કેજરીવાલ સરકારના આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. નિર્ભયાની માતાએ કહ્યું કે કેજરીવાલ સરકારના આ નિર્ણયથી તેમનામાં નવી આશા જાગી છે. સાથે જ નિર્ભયાની માતાએ કહ્યું છે કે હવે તેણી હૈદરાબાદની દીકરી માટે લડત લડશે. હૈદરાબાદમાં એક મહિલા ડૉક્ટર પર ગેંગરેપ બાદ તેને સળગાવી દેવામાં આવી છે.

દિલ્હી સરકારના નિર્ણય બાદ નિર્ભયાની માતાએ કહ્યું કે, "હું પહેલા તો દિલ્હી સરકારના નિર્ણયનું સ્વાગત કરું છું. આશા રાખું છું કે જેમની પાસે પણ આ ફાઇલ હોય તે તેના પર ઝડપથી કાર્યવાહી કરે અને દોષિતોને ફાંસીને સજા મળે." તેમણે કોર્ટની સુનાવણીનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ અંગે નિર્ભયાની માતાએ કહ્યું કે, "બે દિવસ પહેલા ખૂબ તકલીફ થઈ હતી, જ્યારે ન્યાયાધીશે કહ્યું હતું કે અત્યારે ફાંસી નહીં આપી શકાય. હવે દિલ્હી સરકારના નિર્ણયથી આશા જાગી છે. પરંતુ મારે હજુ પણ લડાઈ લડવી પડશે." નોંધનીય છે કે દિલ્હીની એક કોર્ટે કહ્યુ હતુ કે ગેંગરેપ દોષિતો સામે હાલ ડૅથ વૉરંટ જાહેર ન કરી શકાય. જે બાદમાં નિર્ભયાની માતા કોર્ટમાં જ રડી પડી હતી.

આ પણ વાંચો : હૈદરાબાદ ગેંગરેપ : આરોપીઓના પરિજનો પણ આઘાતમાં, માતાએ કહ્યું- દીકરાને સજા આપો

'હૈદારાબાદની દીકરી માટે લડાઈ લડીશ'

દેશના IT હબ તરીકે પ્રસિદ્ધ હૈદરાબાદમાં કંપાવી દે તેવો ગેંગરેપ અને હત્યાનો બનાવ બન્યો છે. અહીં ચાર લોકોએ એક મહિલા ડૉક્ટર સાથે ગેંગરેપ કર્યો હતો, જે બાદમાં તેની હત્યા કરીને લાશને પેટ્રોલ-ડીઝલ છાંટીને સળગાવી દીધી હતી. પોલીસે આ મામલે ચારેય આરોપીઓની ધરપકડ કરી છે. આ અંગે નિર્ભયાની માતાએ કહ્યું કે હવે તે હૈદરાબાદની દીકરી માટે લડાઈ લડશે. નિર્ભયાની માતાએ કહ્યું, "હું હૈદરાબાદની ઘટનાથી ખૂબ દુઃખી છું. નિર્ભયા પછી હવે હું હૈદરાબાદની દીકરી માટે લડાઈ લડીશ. હું હૈદરાબાદ જવાનું વિચારી રહી છું. નિર્ભયાની જેમ આ કેસમાં ન્યાયની લડાઈ સાત વર્ષ સુધી ન ચાલવી જોઈએ. ત્યાંની સરકારે બહુ ઝડપથી પીડિત પક્ષને ન્યાય અપાવવો જોઈએ."

આ પણ વાંચો : હૈદરાબાદ ગેંગરેપ-હત્યા કેસ : આરોપીઓએ ગેંગરેપ પહેલા મહિલા ડૉક્ટરને દારૂ પીવડાવ્યો હતો
First published: December 2, 2019, 10:48 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading