ઢાકા : બે દિવસની યાત્રા પર બાંગ્લાદેશ પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેમના જીવનમાં પ્રથમ આંદોલનમાં બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામ હતો. તેમણે કહ્યું કે હું યુવા હતો અને ત્યારે બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામ સાથે જોડાયેલ એક આંદોલનનો ભાગ બન્યો હતો. આ માટે જેલ પણ ગયો હતો. તેમણે કહ્યું કે બાંગ્લાદેશની આઝાદી માટેની તડપ ભારતમાં પણ હતી. પાકિસ્તાનની સેનાએ જે અત્યાચાર કર્યા તે તસવીર વિચલિત કરનારી હતી. જેણે ઘણા દિવસો સુધી ઉંધવા દીધા ન હતા.
ભાષણ દરમિયાન પીએમ મોદીએ તે ભારતીય સૈનિકોને યાદ કર્યા જેમણે બાંગ્લાદેશની આઝાદી માટે લોહી બહાવ્યું હતું. તેમણે મુક્તિ સંગ્રામ દરમિયાન સંઘર્ષ કરનાર લોકોને પણ યાદ કર્યા હતા. પીએમે કહ્યું કે આ બંનેના લોહી આજે બાંગ્લાદેશમાં મળેલા છે અને આ લોહી બંને દેશોના સંબંધને આટલા મજબૂત બનાવે છે કે તે કોઇપણ સ્થિતિ અને દબાણમાં તુટી શકે નહીં.
ભાષણ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશના રાષ્ટ્રપિતા શેખ મુજીબુર્ર રહમાનના સન્માનમાં મુજીબ જેકેટ પહેરી હતી. પીએમે કહ્યું કે આ ભારતીય માટે ગર્વની વાત છે કે શેખ મુજીબુર્ર રહમાનને ગાંધી પીસ પ્રાઇઝથી સન્માનિત કરાયા હતા. પીએમ મોદીએ ગાંધી પીસ પ્રાઇઝ આજે શેખ મુજીબુર્ર રહેમાનની નાની પુત્રી શેખ રેહાનાને આપવામાં આવ્યો હતો. મુજીબુર્ર રહમાનને આ પુરસ્કાર મરણોપરાંત આપવામાં આવ્યો છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર