પુડુચેરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ ગુરુવારે પુડુચેરી (Puducherry)ના પ્રવાસ દરમિયાન પોતાના ભાષણમાં રાહુલ ગાંધી (Rahul Gandhi)ના ‘મત્સ્યપાલન મંત્રાલય’ (Fisheries Ministry Remark) બનાવવાના નિવેદનનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, તેમનું નિવેદન સાંભળીને હું સ્તબ્ધ રહી ગયો હતો. તેઓએ કૉંગ્રેસ (Congress) ઉપર આક્ષેપ કરતાં કહ્યું કે, આ પાર્ટી જૂઠનો આશરો લઈને ચાલે છે.
વડાપ્રધાને કહ્યું કે, હકીકત એ છે કે હાલની એનડીએ સરકારે વર્ષ 2019માં મત્સ્યપાલન માટે મંત્રાલયની રચના કરી છે. મત્ય્nપાલન માટે ફાળવેલું બજેટ માત્ર બે વર્ષમાં 80 ટકાથી વધુ થઈ ગયું છે. નોંધનીય છે કે, રાહુલ ગાંધીએ થોડા દિવસના અંતરમાં બે વાર મત્સ્યપાલન મંત્રાલયને લઈ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું, ત્યારબાદ બીજેપીએ વળતા હુમલાઓ કરવાનુ શરુ કરી દીધું છે.
In 2016, Puducherry didn't get a people's govt. They got a govt that was busy serving the Congress high command in Delhi, their priorities were different. Your former CM was an expert in lifting the slippers of his top party leaders: PM Narendra Modi at BJP rally in Puducherry pic.twitter.com/UEHJmC8Fmw
વડાપ્રધાને પોતાના ભાષણમાં કૉંગ્રેસ પાર્ટી અને પુડુચેરીના પૂર્વ મુખ્યમંત્રી નારાયણસામી પર આકરા પ્રહાર કર્યા. PMએ કહ્યું કે, વર્ષ 2016માં જનતાની સરકાર નહોતી ચૂંટાઈ. આ સરકાર જનતાની નહીં દિલ્હી હાઇકમાન્ડની સેવામાં લાગેલી હતી. તેમની પ્રાથમિકતાઓ અલગ હતી. તમારા પૂર્વ મુખ્યમંત્રી પાર્ટીના ટૉપ લીડર્સના સ્લિપર ઉચકવામાં એક્સપર્ટ હતા.
વડાપ્રધાને પુડુચેરીમાં કહ્યું કે, હું ઈચ્છું છું કે પુડુચેરી સૌથી BEST હોય. એનડીએ પુડુચેરીને BEST બનાવવા માંગે છે. BESTનો મતલબ છે, B- બિઝનેસ હબ, E- એજ્યૂકેશન હબ, S- સ્પીરીચ્યૂઅલ હબ અને T- ટૂરિઝમ હબ. વિવિધ ક્ષેત્રોમાં એનડીએ સરકારના સુધારથી આઇટી, ફાર્મા., કપડા અને અનેક અન્ય ક્ષેત્રોમાં મદદ મળશે. સરકાર સ્ટાર્ટ-અપ ઈન્ડિયા કાર્યક્રમ હેઠળ સ્ટાર્ટ-અપ્સને પ્રોત્સાહિત કરી રહી છે.
રાહુલના નિવેદનથી ઊભો થયો હતો વિવાદ
મૂળે, પુડુચેરીના પોતાના પ્રવાસ દરમિયાન માછીમાર સમુદાય સાથે મુલાકાત કરીને રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કેન્દ્રમાં જો અલગથી કૃષિ મંત્રાલય હોઈ શકે છે તો, અલગથી મત્સ્યપાલન મંત્રાલય કેમ નહીં? તેઓએ કહ્યું હતું કે કૉંગ્રેસની સરકાર તેની પર કામ કરશે. આ નિવેદન બાદ બીજેપીએ રાહુલ પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2019માં પહેલા જ પશુપાલન અને ડેરીની સાથે મ્ત્સ્યપાલન મંત્રાલયની રચના કરી છે. ગિરિરાજ સિંહ જેઓ મંત્રાલયને સંભાળે છે તેઓએ રાહુલને લઈ ટ્વીટ કર્યું હતું. બીજેપીના બીજા નેતાઓએ પણ તેને લઈને રાહુલ ગાંધી પર વળતો હુમલો કર્યો હતો.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર