પૂર્વ મંત્રી એમ.જે. અકબર પર USA સ્થિત મહિલા પત્રકારનો દુષ્કર્મનો આરોપ

એમ.જે. અકબર

અત્યાર સુંધીમાં 20થી વધારે મહિલાઓએ એમ.જે.અકબર પર જાતિય સતામણીનો આરોપ લગાવ્યો છે.

  • Share this:
    પત્રકારમાંથી રાજકારણી બનેલા એમ.જે.અકબર પર વધુ એક મહિલાએ જાતિય સતામણીનો આરોપ લગાવ્યો છે. અમેરિકા સ્થિત પત્રકાર પલ્લવી ગોગોઇએ આરોપ લગાવ્યો છે કે, ત્રણ દાયકા પહેલા જ્યારે તેઓ એમ.જે. અકબર સાથે કામ કરતા હતા ત્યારે તેમણે (અકબરે) તેમના પર દુષ્કર્મ આચર્યુ હતું.

    આ મહિલા પત્રકારે પોતાની આપવિતી વોશિગ્ટન પોસ્ટ નામના અખબારમાં લખી છે. એમ.જે. અકબરનાં વકીલે આ અખબારને જણાવ્યું કે, આ તમામ આરોપો ખોટા છે. પલ્લવી ગોગોઇ હાલ નેશનલ પલ્બિક રેડિયોનાં એડિટર છે.
    પલ્લવીએ લખ્યું કે, પોતે જ્યારે 22 વર્ષની હતી ત્યારે તેણે એશિયન એજ અખબારમાં જોડાઇ હતી જ્યાં એમ.જે. અકબર તંત્રી હતા.

    તે લખે છે, “હું અકબરના ભાષા વૈભવ અને બોલવાની છટાંથી અંજાઇ ગઇ હતી અને તેમણે જે અભદ્ર ભાષામાં પણ મારી સાથે વાત કરી તેને હું એક શિખવાની પ્રક્રિયા તરીકે લેતી હતી. પણ મારે ટુંક સમયમાં જ, આની ભારે કિંમત ચુકવવી પડી.

    “હું એક વખત જ્યારે અખબારનું તૈયાર થયેલુ પેજ અકબરને બતાવવા ગઇ ત્યારે તેમણે અચાનક મને જકડી લીધી અને મને ચુંબન કરી લીધું. હું હતપ્રભ થઇ ગઇ. કશુ કરી ન શકી. તાત્કાલીક તેમની ઓફિસમાંથી બહાર નીકળી. મારા ચહેરો લાલચોળ થઇ ગયો. હું કશુ વિચારી ન શકી. મને મારી જાત પર શરમ આવી. હું ભાંગી પડી”. પલ્લવીએ તેમની સાથે બનેલા જાતિય સતામણીનાં કિસ્સા વિશે આમ લખ્યું.

    એમ.જે. અકબર દ્વારા તેમની સાથે થયેલા આવા ઘણા જાતિય સતામણીનાં પ્રસંગો લખ્યા. પલ્લવીએ વધુમાં જણાવ્યું કે, અન્ય મહિલા પત્રકાર મિત્રો પણ અકબરનો ભોગ બની ચૂકી હતી. આ ઘટના બાદ, હું માનિક રીતે ભાંગી ચૂકી હતી.
    પલ્લવીએ લખ્યું કે, જે મહિલાઓ અકબરની સામે આવીને બોલી છે તેમને ટેકો આપવા માટે હું મારી આ કહાની લખું છું. હું મારી નાની દિકરી અને દિકરા માટે લખું છું. કારણ કે, તેઓ જાણી શકે કે, લડવું એટલે શું. તેમની જિંદગીમાં તેઓ પણ જાણે કે, કોઇ દિવસ કોઇને પિડા ન આપવી.

    અત્યાર સુંધીમાં 20થી વધારે મહિલાઓએ એમ.જે.અકબર પર જાતિય સતામણીનો આરોપ લગાવ્યો છે.

    ‘MeToo ધનવાનોની લડાઇ, ગરીબ મહિલાઓ વિશે કોણ બોલશે?’

    આ બધા આરોપ થતા અંતે વિદેશ મંત્રી તરીકે એમ.જે. અકબરે રાજીનામુ આપવું પડ્યું. અકબર સામે સૌથી પહેલા પ્રિયા રામાણી નામની મહિલાએ જાતિય સતામણીનો આરોપ લગાવ્યો હતો અને આ પછી અનેક મહિલા પત્રકારો આગળ આવી અને અકબર પર જાતિય સતામણીનાં આરોપ લગાવ્યો.

    #MeToo:ડિરેક્ટરે માફી માંગવાનું કહેતા અભિનેત્રીનો પિત્તો ગયો..અને…
    Published by:Vijaysinh Parmar
    First published: