Home /News /national-international /

'હવે મારે નથી જીવવું,' સુનંદાએ મરતા પહેલા શશિ થરૂરને કર્યો હતો ઈ-મેલઃ પોલીસ

'હવે મારે નથી જીવવું,' સુનંદાએ મરતા પહેલા શશિ થરૂરને કર્યો હતો ઈ-મેલઃ પોલીસ

સુનંદા પુષ્કર

    સુનંદા પુષ્કર મોત મામલે દિલ્હી પોલીસે કોર્ટમાં 3000 પાનાના ચાર્જશીટ ફાઇલ કર્યા બાદ કહ્યું હતું કે સુનંદાએ પતિ શરૂરને મોતના અઠવાડિયા પહેલા એક ઇ-મેલ કરીને પોતને જીવવા નથી માંગતી તેવું જણાવ્યું હતું. ચાર્જશીટમાં શશિ થરૂરને હત્યા માટે ઉશ્કેરણી કરવાના આરોપી ગણવામાં આવ્યા છે. ચાર્જશીટ પ્રમાણે સુનંદાએ મોતના એક અઠવાડિયા પહેલા શશિ થરૂરને એક ઇ-મેલ કર્યો હતો, જેમાં તેણીએ લખ્યું હતું કે હવે તે વધારે નથી જીવવા માંગતી. પોલીસના કોર્ટમાં જણાવ્યું હતું સુનંદાના ઇ-મેલ અને સોશિયલ મીડિયા પર તેના મેસેજને 'ડાઇંગ ડિક્લેરેશન' (મરણોત્તર નિવેદન) તરીકે લેવામાં આવ્યા છે.

    સુનંદાએ આઠમી જાન્યુઆરીના રોજ શશિ થરૂરને કરેલા એક ઇ-મેલમાં લખ્યું છે કે, "મારી જીવવાની કોઈ ઈચ્છા રહી નથી...હવે હું મોત માટે પ્રાર્થના કરું છું." સુનંદાએ આ ઇ-મેલ તેના મોતના બરાબર નવ દિવસ પહેલા મોકલ્યો હતો.

    ચાર્જશીટમાં સંદિગ્ધ તરીકે પતિ શશિ થરૂરનું નામ

    સુનંદા પુષ્કર મોત કેસમાં દિલ્હી પોલીસે ચાર વર્ષ બાદ 14મી મેના રોજ પટિયાલા હાઉસ કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી. આઈપીસીની કલમ 306 અને 498(એ) અંતર્ગત દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં સુનંદાના પતિ તેમજ કોંગ્રેસના નેતા શશિ થરૂરરના સંદિગ્ધ બતાવવામાં આવ્યા છે. પોલીસે શશિ થરૂર પર પત્નીને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો છે.

    ચાર્જશીટમાં પ્રમાણે સુનંદાએ આત્મહત્યા કરી હતી, આથી કોઈ પણ વ્યક્તિ સામે હત્યાને કેસ દાખલ કરવામાં આવ્યો નથી. ચાર્જશીટની બીજી કોલમમાં સંદિગ્ધ તરીકે શરૂરનું નામ લખવામાં આવ્યું છે. એટલું જ નહીં સુનંદાએ પોતાના લગ્નજીવનમાં બધુ બરાબર ન ચાલતું હોવાથી આત્મહત્યા કરી લીધી હોવાની વાત પણ ચાર્જશીટમાં નોંધવામાં આવી છે. દિલ્હી પોલીસે થરૂરનું નામ સંદિગ્ધ તરીકે એ માટે નોંધ્યું છે કારણ કે તેની પાસે થરૂર વિરુદ્ધ કોઈ પુરાવા નથી.

    પુષ્કરનો મૃતદેહ દિલ્હીની એક લક્ઝરી હોટલમાંથી 17મી એપ્રિલ, 2014ના રોજ મળી આવ્યો હતો. મોતના એક દિવસ પહેલા પુષ્કરની પાકિસ્તાનની પત્રકાર મહેર તરાર સાથે ટ્વિટર પર શાબ્દિક યુદ્ધ થયું હતું. એ વખતે આરોપ લગાવવામાં આવ્યો હતો કે મહેર તરાર સાથે શશી થરૂરને નજીકના સંબંધો છે.

    શરૂઆતના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે ઝેર પી લેવાને કારણે તેમનું મોત થયું હતું. તેમના લોહીમાંથી Alzolam દવાનું પ્રમાણ મળી આવ્યું હતું. આ ઉપરાંત તેમના મૃતદેહ પાસેથી ઊંઘની ગોળીઓ પણ મળી આવી હતી. આ કેસમાં તેમના પતિ શશિ થરૂરની પૂછપરછ પણ કરવામાં આવી ચુકી છે. બીજેપીના નેતા તેમજ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ આ કેસમાં એસઆઈટીની દેખરેખમાં તપાસ કરવાની માંગણી કરી હતી. જોકે, દિલ્હી હાઈકોર્ટે તેમની અરજી ફગાવી દીધી હતી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Email, Shashi Tharoor, Social media, Sunanda Pushkar, પોલીસ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन