ચેતવણી! વધારે મોબાઈલ ચલાવવાથી મહિલાની હાલત ખરાબ, કપાવવો પડ્યો જમણો હાથ

News18 Gujarati
Updated: July 25, 2020, 7:14 PM IST
ચેતવણી! વધારે મોબાઈલ ચલાવવાથી મહિલાની હાલત ખરાબ, કપાવવો પડ્યો જમણો હાથ
મોબાઈલના વધારે પડતા ઉપયોગના કારણે હાથ કપાવવાનો વારો આવ્યો

શું તમે વિચારી શકો છો કે, મોબાઈલનો ઉપયોગ કરવાને કારણે તમારો હાથ કાપવો પડે તો? નથી વિચારી શકતા ને! તો હવે વિચારો, કેમ કે....

  • Share this:
મોબાઈલ, મોબાઈલ અને મોબાઈલ... આજકાલ દરેક કોઈના મોઢા પર આ શબ્દ છે. કોઈ મોંઘો ફોન ઉપયોગ કરી રહ્યા છે, તો કોઈ સસ્તો ફોન ઉપયોગ કરે છે, અને કેટલાક ફિચર ફોન પણ વાપરે છે. પરંતુ આ બધામાં એક વસ્તુ સામાન્ય છે કે ફોન હવે બધાની પાસે છે. પરંતુ શું તમે વિચારી શકો છો કે, મોબાઈલનો ઉપયોગ કરવાને કારણે તમારો હાથ કાપવો પડે તો? નથી વિચારી શકતા ને! તો હવે વિચારો, કેમ કે, મોબાઈલના કારણે જ એક મહિલાનો જમણો હાથ કાપવો પડ્યો છે.

આ કહાની છે આયરલેન્ડની રહેવાસી 35 વર્ષિય મહિલા એમી લોરીની. એમી લોરીને જિદગી પર આ વાતનો અફસોસ રહેશે કે, તેણે સમય રહેતા મોબાઈલના ઉપયોગ પર અંકુશ ન રાખ્યું. લોરીના હાથમાં વર્ષ 2018માં સોજો આવ્યો તો તેણે તેને નજરઅંદાજ કર્યું.

બાદમાં હાથમાં ફોલ્લા જેવું થવા લાગ્યું અને દર્દ પણ વધવા લાગ્યું. ત્યારબાદ એમીએ ડોક્ટરની મુલાકાત કરી. જ્યાેર મેડિકલ રિપોર્ટ આવ્યો તો, લોરીના હોશ ઉડી ગયા. એમી દ્વારા હદ વગરનો મોબાઈલ ઉપયોગ કરવાને કારણે તેના હાથમાં કેન્સર થઈ ગયું.

આ પણ વાંચો - માસ્ક પહેરવાનું ફરજિયાત થયું તો એક વ્યક્તિ પ્રાઈવેટ અંગ પર માસ્ક પહેરી ફર્યો બજાર, Video વાયરલ

ડોક્ટરે લોરીને કહ્યું કે, કેન્સર હાથ દ્વારા પૂરા શરીરમાં ફેલાઈ રહ્યું છે. તેને રોકવા માટે હાથ કાપવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. લોરી અનુસાર, તેના પતિ શરૂઆતમાં કેટલીક વકત મજાક કરતા હતા કે મોબાઈલ ચલાવવાથી હાથમાં ફોલ્લા થઈ ગયા, પરંતુ તેને ક્યાં ખબર હતી કે, લોરીને હાથનું કેન્સર થવા લાગ્યું છે.
આ દુર્ઘટના બાદ તેના પતિએ તેને સારો સાથ આપ્યો. અમીએ લોકોને સલાહ આપતા કહ્યું કે, જો તમારા શરીરમાં કોઈ ફેરફાર થઈ રહ્યા હોય તો, તેને નજર અંદાજ ન કરો. કેમ કે, આ પ્રકારની બેદરકારીના કારણે જ મારે જમણો હાથ કપાવવો પડ્યો છે.
Published by: kiran mehta
First published: July 25, 2020, 4:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading