રાકેશ મારિયાનો દાવો- ગુલશન કુમારની હત્યાની જાણકારી હતી, પરંતુ બચાવી ન શક્યા

News18 Gujarati
Updated: February 20, 2020, 9:58 AM IST
રાકેશ મારિયાનો દાવો- ગુલશન કુમારની હત્યાની જાણકારી હતી, પરંતુ બચાવી ન શક્યા
ગુલશન કુમાર (ફાઇલ તસવીર)

મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર રાકેશ મારિયા (Rakesh Maria)એ T Seriesના માલિક રહેલા ગુલશન કુમાર (Gulshan Kumar)ની હત્યા અંગે દાવો કર્યો છે.

  • Share this:
મુંબઈ : મહારાષ્ટ્ર (Maharashtra)ની રાજધાની મુંબઈ (Mumbai)ના પોલીસ કમિશનર રહી ચુકેલા રાકેશ મારિયા (Rakesh Maria)એ પોતાના પુસ્તકમાં T Seriesના માલિક રહેલા ગુલશન કુમાર (Gulshan Kumar)ની હત્યા અંગે દાવો કર્યો છે. પોતાના પુસ્તકમાં મારિયાએ કહ્યુ કે તેમને ગુલશન કુમારની હત્યા અંગે પહેલાથી જાણકારી મળી ચુકી હતી. ખબરીએ તેમને પહેલા જ સમાચાર આપી દીધી હતા પરંતુ તેઓ ગુલશન કુમારને બચાવી શક્યા ન હતા. પોતાના પુસ્તક 'Let Me Say It Now'માં પૂર્વ કમિશનર મારિયાએ દાવો કર્યો છે કે ગુલશન કુમારની હત્યા અંગે ખબરીએ તેમને જાણકારી આપી હતી. જ્યારે તેમણે ખબરીને પૂછ્યું કે વિકેટ કોણ પાડી રહ્યું છે ત્યારે તેણે અબુ સાલેમનું નામ આપ્યું હતું.

મારિયાના જણાવ્યા પ્રમાણે ખબરીએ કહ્યુ હતુ કે, સાલેમે કાવતરું ઘડ્યું છે. તે શિવ મંદિર પાસે ગુલશન કુમાર પર હુમલો કરશે. મારિયાએ પૂછ્યું- શું સમાચાર સાચા છે? તેના જવાબમાં ખબરીએ કહ્યું- સાહેબ, સમાચાર એકદમ પાકા છે. નહીં તો હું તમને શા માટે કહું. મારિયાએ લખ્યું છે કે ફોન પર આ જાણકારી મળ્યા બાદ તેઓ વિચારમાં પડી ગયા હતા કે હવે શું કરવું?

ગુલશન કુમાર શિવ મંદર જતા હતા

જે બાદમાં મારિયાએ આગામી દિવસે બોલિવૂડ નિર્માતા-નિર્દેશક મહેશ ભટ્ટને ફોન કર્યો હતો. ભટ્ટને મારિયાએ પૂછ્યું કે શું તેઓ ગુલશન કુમારને ઓળખે છે? જવાબમાં ભટ્ટે હા કહ્યું હતું. જોકે, વહેલી સવારે મારિયાનો ફોન આવતા મહેશ ભટ્ટને આશ્ચર્ય થયું હતું. ભટ્ટે મારિયાને એ વાતની પુષ્ટિ કરી હતી કે ગુલશન કુમાર શિવ મંદર જાય છે.

મારિયાએ લખ્યું છે કે તેમણે મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાંચને કહ્યું હતું કે ગુલશન કુમારને સુરક્ષા પૂરી પાડવામાં આવે. પરંતુ 12મી ઓગસ્ટ, 1997ના રોજ મારિયાને ફોન આવ્યો હતો કે ગુલશન કુમારની હત્યા કરી નાખવામાં આવી છે. તપાસ દરમિયાન માલુમ પડ્યું કે ગુલશન કુમારની સુરક્ષા ઉત્તર પ્રદેશ પોલીસ સંભાળી રહી હતી. આ જ કારણે મુંબઈ પોલીસે તેમની સુરક્ષા પરત ખેંચી લીધી હતી. મારિયાના કહેવા પ્રમાણે ઉત્તર પ્રદેશ પોલીસ પૂરી સતર્કતાથી ગુલશન કુમારની સુરક્ષા કરી રહી હતી, પરંતુ ખતરો ઓછો થતાં સતર્કતા પણ ઓછી થઈ હતી. આનો ગેરફાયદો ઉઠાવીને ગુલશન કુમારની હત્યા કરવામાં આવી હતી.
First published: February 20, 2020, 9:58 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading