Home /News /national-international /'હું રોજ 2-3 કિલો ગાળો ખઉં છું', PM નરેન્દ્ર મોદીએ કહ્યું- તેના પગલે કઠોર મહેનત પછી પણ થાકતો નથી
'હું રોજ 2-3 કિલો ગાળો ખઉં છું', PM નરેન્દ્ર મોદીએ કહ્યું- તેના પગલે કઠોર મહેનત પછી પણ થાકતો નથી
વડાપ્રધાન મોદીએ તેલંગાણા સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા હતા.(Photo-twitter@narendramodi)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે તેલંગાણાના પ્રવાસે છે. આ દરમિયાન જનતાને સંબોધિત કરતા તેમણે તેલંગાણા સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું- 'લોકો મને પૂછે છે કે તે સખત મહેનત કર્યા પછી પણ કેમ થાકતા નથી. હું થાકતો નથી કારણ કે હું દરરોજ 2-3 કિલો ગાળો ખાઉં છું. ભગવાનના આશીર્વાદથી, મને અપાયેલા અપશબ્દો પોષણમાં ફેરવાય છે.
હૈદરાબાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે તેલંગાણાના પ્રવાસે છે. આ દરમિયાન જનતાને સંબોધિત કરતા તેમણે તેલંગાણા સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું- 'લોકો મને પૂછે છે કે તે સખત મહેનત કર્યા પછી પણ કેમ થાકતા નથી. હું થાકતો નથી કારણ કે હું દરરોજ 2-3 કિલો ગાળો ખાઉં છું. ભગવાનના આશીર્વાદથી, મને અપાયેલા અપશબ્દો પોષણમાં ફેરવાય છે.
પીએમ મોદી તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવનું નામ લીધા વિના તેમને ભ્રષ્ટાચાર અને પરિવારવાદની રાજનીતિમાં સામેલ કહ્યા. તેમણે કહ્યું કે રાજ્ય 'પહેલા લોકો સાથેની સરકાર ઈચ્છે છે, પરિવાર નહીં'. તમે મોદીને ગાળો આપો છો, બીજેપીને ગાળો આપો છો, પરંતુ જો તમે તેલંગાણાના લોકોને ગાળો આપો છો તો તમારે તેની ભારે કિંમત ચૂકવવી પડશે.
કાર્યકર્તાઓને પીએમની અપીલ
પીએમ મોદીએ કહ્યું- હું તેલંગાણાના કાર્યકરો માટે વ્યક્તિગત પ્રાર્થના કરવા માંગુ છું. કેટલાક લોકો નિરાશા, ડર અને અંધવિશ્વાસના કારણે મોદી વિરુદ્ધ અનેક અપશબ્દોનો ઉપયોગ કરશે. હું પ્રાર્થના કરું છું કે તેઓ તેમની કપટથી ગેરમાર્ગે ન દોરાય. તેમણે રાજ્ય સરકાર પર કેન્દ્ર સરકારની યોજનાઓના અમલીકરણમાં જાણી જોઈને અડચણો ઉભી કરવાનો આરોપ લગાવ્યો.
સરકારના અંધવિશ્વાસ પર કટાક્ષ
પીએમ મોદીએ રાજ્યના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવની અંધશ્રદ્ધા પર પણ કટાક્ષ કર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે તમામ મહત્વના નિર્ણયો, ક્યાં રહેવું, ઓફિસ ક્યાં છે, કોને મંત્રી બનાવવો જોઈએ, બધું જ અંધશ્રદ્ધાના આધારે લેવામાં આવી રહ્યું છે. સામાજિક ન્યાયમાં આ સૌથી મોટો અવરોધ છે. તેલંગાણા માહિતી ટેકનોલોજીનું કેન્દ્ર છે પરંતુ, આ આધુનિક શહેરમાં અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે તે દુઃખની વાત છે. જો આપણે તેલંગાણાનો વિકાસ કરવો હોય, પછાતપણું દૂર કરવું હોય તો સૌથી પહેલા અહીંથી અંધશ્રદ્ધા દૂર કરવી પડશે.
વડાપ્રધાન મોદીએ દાવો કર્યો કે વિપક્ષી પાર્ટીઓ એક થઈ રહી છે કારણ કે તેમને ડર છે કે તપાસ એજન્સીઓ તેમના ભ્રષ્ટાચારની તપાસ કરશે. તેમણે કહ્યું કે સરકારે ડિજિટલ ટ્રાન્ઝેક્શન અને ઓનલાઈન પેમેન્ટને પ્રોત્સાહન આપ્યું છે. આનાથી ભ્રષ્ટાચારમાં ઘણો ઘટાડો થયો છે. કારણ કે, આનાથી દરેકની વાસ્તવિકતા બહાર આવશે. ઓનલાઈન વ્યવહારોથી સરકાર અને લોકો વચ્ચે સીધી કડી બને છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર