સાક્ષીના પિતાએ મૌન તોડ્યું, 'હું ઘર બહાર નથી નીકળવા માંગતો, આખો પરિવાર આઘાતમાં છે'

News18 Gujarati
Updated: July 19, 2019, 2:15 PM IST
સાક્ષીના પિતાએ મૌન તોડ્યું, 'હું ઘર બહાર નથી નીકળવા માંગતો, આખો પરિવાર આઘાતમાં છે'
સાક્ષી, રાજેશ મિશ્રા

રાજેશ મિશ્રાએ કહ્યું કે આ વાતનો ફાયદો ઉઠાવીને અમુક નેતાઓ અને અધિકારીઓ મારી છાપને ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

  • Share this:
સાક્ષી મિશ્રા અને અજિતેશ કુમારના લગ્નએ આખા દેશમાં ચર્ચા જગાવી છે. આ વચ્ચે યુવતીના ધારાસભ્ય પિતાએ પ્રથમ વખત મૌન તોડ્યું છે. ગુરુવારે સાક્ષીના પિતા અને બરેલીના બીજેપીના ધારાસભ્ય રાજેશ મિશ્રાએ આ મામલે પોતાની વાત કહી હતી. વાતચીત દરમિયાન તેમનું દર્દ છલકાયું હતું. તેમણે કહ્યું કે, હું ઘરમાંથી બહાર નથી નીકળવા માંગતો. મારી ભાવનાઓને ઠેંસ પહોંચી છે, આખો પરિવાર આઘાતમાં છે.

રાજેશ મિશ્રાએ કહ્યું કે આ વાતનો ફાયદો ઉઠાવીને અમુક નેતાઓ અને અધિકારીઓ મારી છાપને ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ બધુ મારી રાજકીય કારકિર્દી ખતમ કરવા માટે કરવામાં આવી રહ્યું છે.

દીકરી માટે શું કહું...

આજતકના એક રિપોર્ટ પ્રમાણે રાજેશ મિશ્રાએ કહ્યુ કે હું મારી દીકરી માટે શું કહું? હું આ મામલે કોઈ ટિપ્પણી કરવા માંગતો નથી. આ ઘટનાને યાદ કરવી મારા પરિવાર માટે દુઃખદ છે. વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું હોવાથી મારે ત્યાં રહેવાની જરૂર હતી, પરંતુ હું ઘરથી બહાર નીકળવા માંગતો નથી. રાજેશ મિશ્રાએ આ આખી ઘટના પાછળ વિરોધીઓને હાથ હોવાનું જણાવ્યું. ધારાસભ્યએ કહ્યું કે, અજિતેશને મારા પરિવાર વિરુદ્ધ ઉશ્કેરવામાં આવી છે. ગૌરવ અરમાન સાથે બે વરિષ્ઠ નેતાઓ અજિતેશ અને તેના પરિવારની આ મામલે મદદ કરી રહ્યા છે.ધારાસભ્યએ કહ્યુ કે, સાક્ષી જ્યારે ઘર છોડીને ભાગી હતી તે સમયે મારી નાની દીકરી તેની સાથે હતી. નાની દીકરી ઊંઘી રહી હતી ત્યારે સાક્ષી ભાગી હતી. હું લખનઉથી બરેલી આવી રહ્યો હતો અને દીકરો દિલ્હીની એઇમ્સમાં ગયો હતો.
Loading...

રાજેશ મિશ્રાએ કહ્યુ કે ત્રીજી જુલાઈના રોજ જ્યારે સાક્ષી ઘર છોડીને ભાગી હતી ત્યારે બે યુવક ઘરે આવ્યા હતા, જે ગૌરવના સંપર્કમાં હતા. જેના એક દિવસ બાદ સાક્ષી અને અજિતેશ પર વીડિયો રેકોર્ડિંગ કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.

મારી સાથે બિઝનેસ કરતો હતો ગૌરવ

મિશ્રાએ કહ્યુ કે ગૌરવ અરમાન એક સમયે મારી સાથે બિઝનેસ કરતો હતો. ધંધામાં દગો મળ્યાં બાદ મેં તેની સાથેના સંબંધો તોડી નાખ્યા હતા. જે બાદમાં તે મારા વિરોધીઓ સાથે ભળી ગયો હતો. તેનો ભૂતકાળ ગુનાઓથી ખરડાયેલો છે. મિશ્રાએ કહ્યુ કે ગૌરવ મારી હત્યાની યોજના બનાવી રહ્યો હતો. તેનું એક ઓડિયો રેકોર્ડિંગ તેના જૂના સાથીએ પોલીસને સોંપ્યું છે, હું પોલીસ તપાસના પરિણામની રાહ જોઈ રહ્યો છું.
First published: July 19, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...