Home /News /national-international /

હું ભાષણ આપુ તો કોંગ્રેસ હારી જાય એટલે પ્રચાર નથી કરતો: દિગ્વિજય સિંઘ

હું ભાષણ આપુ તો કોંગ્રેસ હારી જાય એટલે પ્રચાર નથી કરતો: દિગ્વિજય સિંઘ

દિગ્વિજય સિંઘ

  મધ્યપ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી અને સિનીયર કોંગ્રેસ નેતા દિગ્વિજ્ય સિંઘે કહ્યું કે, તેઓ એટલા માટે કોંગ્રેસ માટે પ્રચાર નથી કરતા, કેમ કે, જો તેઓ ભાષણ આપે તો કોંગ્રેસને નુકશાન થાય છે અને એટલા માટે જ, તેઓ ચૂંટણી પ્રચારથી અળગા રહે છે.

  મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીને માંડ એક જ મહિનો બાકી છે. આ સમયે દિગ્વિજય સિંઘનું આ નિવદેન અગત્યનું બની જાય છે.

  કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથેની એક ઇન્ફોર્મલ મિટીંગ દરમિયાન દિગ્વિજય સિંઘે આ નિવેદન આપ્યું હતુ. આ મિંટીગનો વીડિયો કોઇએ ઉતારી લીધો હતો. આ મિટીંગ મધ્યપ્રદેશનાં કોંગ્રેસનાં વર્કીંગ પ્રેસિડેન્ટ જીતુ પટવારીને ઘરે મળી હતી.

  દિગ્વિજય સિંઘે કહ્યું કે. મને એક કામ સોંપવામાં આવ્યું છે અને તે એ છે કે, મારે કોઇ ચૂંટણીસભામાં ભાષણ ન આપવું. પ્રચાર ન કરવો. મારા ભાષણથી કોંગ્રેસના મતમાં ગાબડુ પડે છે. એટલા માટે હું ક્યાંય પ્રચારનાં નથી જતો”

  પૂર્વ મુખ્યમંત્રીએ કોંગ્રેસ કાર્યકર્તાઓને આહવાન કર્યું હતું કે, તેઓ તેમના મત વિસ્તારમાં કોંગ્રેસનાં ઉમેદવારને જીતાડવામાં મદદ કરે. જો તમે તનતોડ મહેનત નહી કરો, તો કોંગ્રેસની સરકાર બનશે નહીં. જેને પણ ટિકીટ મળી તે મતભેદ ભૂલીને તેની જીત માટે મહેનત કરો”

  આ પહેલા દિગ્વિજય સિંઘે જણાવ્યું હતું કે તેમની મુખ્યમંત્રી બનવાની કોઇ મહાત્વાકાંક્ષા નથી. આ વર્ષે તેમણે નર્મદા પરિક્રમા યોજી હતી અને આ પછી તેમને કોંગ્રેસ કોર્ડિનેશન કમીટીનાં ચેરમેન બનાવવામાં આવ્યા હતા. થોડા સમય પહેલા તેમણે મધ્યપ્રદેશમાં એકતા યાત્રા કાઢી હતી અને પાર્ટીની અંદર ચાલતી જુથબંધીને દુર કરી એક થવા માટે હાકલ કરી હતી.
  Published by:Vijaysinh Parmar
  First published:

  Tags: Assembly polls, કોંગ્રેસ

  આગામી સમાચાર