મમતા બેનરજીએ રાહુલ ગાંધીને કહ્યા 'નાના બાળક', PM મોદી પર કર્યા પ્રહાર

News18 Gujarati
Updated: March 28, 2019, 7:40 AM IST
મમતા બેનરજીએ રાહુલ ગાંધીને કહ્યા 'નાના બાળક', PM મોદી પર કર્યા પ્રહાર
ચૂંટણી ઢંઢેરો જાહેર કરતા મમતા

તાજેતરમાં માલદા ખાતે ચૂંટણી સભાને સંબોધન કરતા રાહુલ ગાંધીએ કેન્દ્રની મોદી સરકારની સાથે સાથે પશ્ચિમ બંગાળની મમતા સરકાર પર નિશાન સાધ્યું હતું.

  • Share this:
કોલકાતા : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને 'નાના બાળક' કહીને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ રાહુલના તાજેતરના નિવેદન પર ટિપ્પણી કરવાનો ઇન્કાર કરી દીધો હતો. માલદામાં બુધવારે એક જાહેર સભાને સંબોધતા રાહુલ ગાંધીએ મમતા બેનરજીને ટીકા કરી હતી. આના પર મમતાએ જણાવ્યું હતું કે તેઓ રાહુલ ગાંધીના નિવેદનને એટલું બધું મહત્વ નથી આપતા.

રાહુલ ગાંધીએ કરેલા એ નિવેદન અંગે પૂછાયેલા સવાલના જવાબમાં મમતાએ કહ્યું કે, 'છોટો છેલે બોલે છે, બોલુક ના. અમી કિછૂ બોબ્બો ના.' એટલે કે 'એક નાનો બાળક જે કંઈ બોલ્યો તેના પર મારે કોઈ ટિપ્પણી નથી કરવી.' સાથે મમતાએ કહ્યું કે, મારે આ અંગે વાત નથી કરવી આથી આવા સવાલો ન પૂછો. નાના બાળકે મારા અને મારી સરકાર વિશે શું કહ્યું એની સાથે મારે કોઈ લેવા-દેવા નથી.' (આ પણ વાંચો : કોંગ્રેસમાં સામેલ થઈ ઉર્મિલા માતોંડકર, ઉત્તર મુંબઈ લોકસભા સીટથી લડી શકે છે ચૂંટણી )

તાજેતરમાં માલદા ખાતે ચૂંટણી સભાને સંબોધન કરતા રાહુલ ગાંધીએ કેન્દ્રની મોદી સરકારની સાથે સાથે પશ્ચિમ બંગાળની મમતા સરકાર પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું કે, "મોદી જી અને મમતા દી, બંને કોઈની વાત સાંભળ્યા વગર પોતાની સરકાર ચલાવે છે. તમને નથી લાગતું કે લોકોનો પણ કોઈ અવાજ છે? બંગાળમાં લાગે છે કે એક જ અવાજ છે. મમતા દી કોઈનું નથી સાંભળતા. ફક્ત પોતાના નિર્ણયો લોકો પર થોપે છે. જે ઇચ્છે તે કરે છે. હું બંગાળના લોકોને કહેવા માંગું છું કે શું તેઓ મૂંગાં છે?" (આ પણ વાંચો : પ્રિયંકા ગાંધીએ યુપીમાં કહ્યું,'કોંગ્રેસ જીતી તો રાહુલ બનશે આગામી વડાપ્રધાન')

બીજી તરફ રાહુલના નિવેદન અંગે વાત કરતા મમતાએ એન્ટી-સેટેલાઇટ મિસાઇલની સફળતાને લઈને મોદીની જાહેરાત અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, "હું પરેશાન છું કે આ બધું શું છે? હું વિચારી રહી હતી કે મોદી એવી જાહેરાત કરશે કે આ વખતે તેઓ વડાપ્રધાન પદના ઉમેદવાર નહીં હોય. આ તો લોકસભાની ચૂંટણી પહેલા એક પબ્લિસિટિ સ્ટન્ટ નીકળ્યો. તેમનું નિવેદન સાંભળીને મારો સમય બગડ્યો. હું આ વાત ચૂંટણી પંચ સમક્ષ મૂકવા માંગું છું, આ આદર્શ આચાર સંહિતાનો ભંગ છે." (આ પણ વાંચો :  મતદાનના 15 દિવસ પહેલાં PM મોદીનું સંબોધન કેટલું જરૂરી હતું: ચૂંટણીપંચ કરશે તપાસ)

નોંધનીય છે કે બુધવારે સાંજે મતતા બેનરજીએ પોતાની પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. જે અંગે વાત કરતા મમતાએ જણાવ્યું કે, જો આગામી સરકારમાં તેમનો કોઈ રોલ હશે તો તેની પાર્ટી નોટબંધીની તપાસ કરાવશે અને જીએસટીની સમીક્ષા કરશે.
First published: March 28, 2019, 7:40 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading