પીએમ મોદી બોલ્યા, 'હું ફક્ત મુસલમાનો માટે નહીં, દેશવાસીઓ માટે કામ કરું છું'

News18 Gujarati
Updated: April 5, 2019, 1:03 PM IST
પીએમ મોદી બોલ્યા, 'હું ફક્ત મુસલમાનો માટે નહીં, દેશવાસીઓ માટે કામ કરું છું'
નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર)

મોદીએ વધુમાં કહ્યું કે, "જ્યારે હું કહું છું કે વર્ષ 2022 સુધી દરેક પાસે પાક્કુ મકાન હશે ત્યારે હું દરેક પરિવારની વાત કરું છું. ફક્ત કોઈ વર્ગની નહીં."

  • Share this:
નવી દિલ્હી : લોકસભાની ચૂંટણી માટે પીએમ મોદી ઠેરઠેર ચૂંટણી રેલી કરી રહ્યા છે. સાથે સાથે તેઓ ટીવી પર ઇન્ટરવ્યૂ પણ આપી રહ્યા છે. એક ખાનગી ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં નરેન્દ્ર મોદીએ ગાંધી પરિવારથી લઈને રામ મંદિર અને મુસ્લિમો અંગે ખુલ્લીને વાત કરી હતી.

જ્યારે પીએમ નરેન્દ્ર મોદીને પૂછવામાં આવ્યું કે તેમનો મુસલમાનો સાથે શું સંબંધ છે ત્યારે તેમણે કહ્યું, "જ્યારે સચ્ચર કમિટિનો રિપોર્ટ આવ્યો હતો ત્યારે પણ મને આ પ્રશ્નો પૂછવામાં આવ્યો હતો. એ વખતે મેં જણાવ્યું હતું કે, હું ફક્ત મુસ્લિમો માટે કંઈ નથી કરતો, ન તો હિન્દુઓ માટે કરું છું. હું ફક્ત ગુજરાતવાસીઓ માટે કામ કરું છું. આજે પણ મારો જવાબ એ જ છે કે હું હિન્દુ કે મુસલમાનો માટે નહીં પરંતુ તમામ દેશવાસીઓ માટે કામ કરું છું. હું જે પણ નવી યોજનાઓ શરૂ કરું છું તે તમામ દેશવાસીઓ માટે કરું છું, ફક્ત હિન્દુ કે મુસલમાનો માટે નહીં."

મોદીએ વધુમાં કહ્યું કે, "જ્યારે હું કહું છું કે વર્ષ 2022 સુધી દરેક પાસે પાક્કુ મકાન હશે ત્યારે હું દરેક પરિવારની વાત કરું છું. ફક્ત કોઈ વર્ગની નહીં."

'બધાનો સાથ, બધાનો વિકાસ' મુદ્દે મોદીએ કહ્યું કે, "દેશે અલગતાવાદી વિચારોથી અલગ થવું જોઈએ. દેશને એક યુનિટ તરીકે જોવો જોઈએ અને આગળ વધવું જોઈએ. આથી જ મારી યોજનાઓ સબકા સાથ સબકા વિકાસના મંત્ર પર ચાલે છે."

આ પણ વાંચો : સર્વે : વડાપ્રધાન પદ માટે આટલા ટકા લોકોની પ્રથમ પસંદગી નરેન્દ્ર મોદી

કોંગ્રેસ તરફથી દેશદ્રોહ કાયદો ખતમ કરવાની વાત કરવામાં આવી હોવા અંગે પૂછાયેલા સવાલના જવાબમાં મોદીએ કહ્યું કે, "આવું થવા પર દેશના ભાગલા પડશે તેવી વાતોને બળ મળશે."કોંગ્રેસના વડાપ્રધાનોની સરખામણી કરતા મોદીએ કહ્યું કે, "હું અને અટલ બિહારી વાજપેયી જ એવા વડાપ્રધાન છીએ જેઓ કોંગ્રેસ ગોત્રના નથી. આથી જ અમે બીજા વડાપ્રધાનો કરતા અલગ છીએ અને અમારી કામ કરવાની રીત પણ અલગ છે."

કોંગ્રેસના મેનિફેસ્ટો પર વડાપ્રધાને કહ્યું કે, "કોંગ્રેસે 60 કરતા વધારે વર્ષ સુધી દેશ પર સાશન કર્યું છે. તેમની પાસે અનુભવી નેતાઓ છે. તેઓ સરકારની નાનામાં નાની વાતોને સારી રીતે જાણે છે. તેમની પાસેથી પરિપક્વ મેનિફેસ્ટોની આશા હોવી સ્વાભાવિક હતું. પરંતુ કોંગ્રેસના મેનિફેસ્ટોએ નિરાશ કર્યા છે. જો તે બીજેપી કરતા સારી વસ્તુઓ લાવતી તો સારું રહેતું. આવું કરવાને બદલે કોંગ્રેસે સરળ રસ્તો અપનાવ્યો છે."

AFSPAના મુદ્દા પર તેમણે કહ્યુ કે, અમે નથી ઇચ્છતા કે આવી પરિસ્થિતિ ઉભી થાય, પરંતુ તેઓ પહેલાથી જ આવી પરિસ્થિતિ ઉભી કરી ચુક્યા છે. અલગતાવાદીઓ જે પ્રકારની ભાષા બોલે છે તે પાકિસ્તાન સમર્થિત ભાષા છે. જો તેની ગંધ તમારા મેનિફેસ્ટોમાં આવે છે તો તમે દેશના સુરક્ષા જવાનોનું મનોબળ તોડી રહ્યા છો. કોંગ્રેસ જેવી પાર્ટી મેનિફેસ્ટોમાં આવી વાત કરી રહી છે. દેશના સેનાનું આવું અપમાન કરવું, બળાત્કારના આરોપ લગાવવા, શું આ વાત તેમને શોભે છે?
First published: April 5, 2019, 11:42 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading