સજાનાં ડરથી ખામીયુક્ત EVM  વિશે ફરિયાદ નહોતી કરી: પૂર્વ પોલીસ વડા

News18 Gujarati
Updated: April 24, 2019, 10:20 AM IST
સજાનાં ડરથી ખામીયુક્ત EVM  વિશે ફરિયાદ નહોતી કરી: પૂર્વ પોલીસ વડા
પ્રતિકાત્મક તસ્વીર

આસામમાં 14 લોકસભા બેઠકો છે. મંગળવારે ત્રીજા તબક્કાનાં મતદાન માટે આસામમાં છેલ્લી ચાર બેઠકો માટે મતદાન યોજાયું હતું. 

  • Share this:
આસામ: આસામ રાજ્યનાં પૂર્વ પોલીસ વડા હરેક્રિષ્ણા ડેકાએ એવો આરોપ લગાવ્યો છે કે, ગુવાહાટીમાં મતદાન મથકમાં વોટર વેરિફાયેબલ ઓડિટ ટ્રેલ (VVPAT) મશીનમાં ગરબડ હતી અને જ્યારે મતદાતા મતદાન કરતા હતા ત્યાકે મતદાન કોઇ ઉમેદવારને કર્યુ હોય અને વીવીપેટ સ્લીપમાં અન્ય કોઇને દેખાડતું હતું.

જો કે, પૂર્વ પોલીસ વડાએ કહ્યું કે, તેમણે તે વખતે ફરીયાદ નહોતી કરી. કેમ કે તેમને ડર હતો કે, જો તેમને આરોપ પૂરવાર નહી થાય તો તેમની સામે શિક્ષાત્મક પગલા લેવાશે.

તેમણે કહ્યું કે, મારુ મતદાન મથક લચિત નગર એલ.પી સ્કૂળમાં હતુ અને હું સૌથી પહેલો મતદાન કરવા ગયો હતો. મતદાન થોડું મોડુ શરૂ થયુ હતુ હતુ. મને આનું કારણ ખબર નથી. પણ જ્યારે મેં મતદાન કર્યું પણ મેં ત્યારે તેની સામે ઉમેદવારનું નામ દર્શાવ્યું નહોતું. અન્ય કોઇ ઉમેદવારનું નામ દર્શાવતું હતું”.

“આ સમયે ઉપસ્થિત કર્મચારીઓનું ધ્યાન દોર્યુ હતું કે, ઇવીએમમાં કોઇ ખામી છે. પણ તેમણે કહ્યું તે, તેમ તેને પડકારી શકો છે. તેમણે એમ પણ કહ્યું કે, તેઓ મને આની રિસીપ્ટ આપશે અને તેના માટે મારે બે રૂપિયા આપવા પડશે પણ મને એવું કહેવામાં આવ્યું કે, જો તમે ખોટી ફરિયાદ કરશો તો તમારી સામે શિક્ષાત્મક પગલા લેવામાં આવશે,”.

આસામમાં 14 લોકસભા બેઠકો છે. મંગળવારે ત્રીજા તબક્કાનાં મતદાન માટે આસામમાં છેલ્લી ચાર બેઠકો માટે મતદાન યોજાયું હતું.
First published: April 24, 2019, 10:20 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading