PM મોદીએ કહ્યુ- હું ઊંડી પીડા દબાવીને બેઠો છું, મારા મિત્ર અરુણ ચાલ્યા ગયા

PM મોદીએ કહ્યુ- હું ઊંડી પીડા દબાવીને બેઠો છું, મારા મિત્ર અરુણ ચાલ્યા ગયા
બહેરીનમાં ભારતીય સમુદાયને સંબોધતા વડાપ્રધાન મોદીએ ભાવુક થઈને કહ્યું, એક તરફ હું કર્તવ્યથી બંધાયેલો છું અને બીજી તરફ ભાવનાથી

બહેરીનમાં ભારતીય સમુદાયને સંબોધતા વડાપ્રધાન મોદીએ ભાવુક થઈને કહ્યું, એક તરફ હું કર્તવ્યથી બંધાયેલો છું અને બીજી તરફ ભાવનાથી

  • Share this:
    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના બહેરીન પ્રવાસમાં ભારતીય સમુદાયને સંબોધિત કરતાં પૂર્વ નાણા મંત્રી અરુણ જેટલીના નિધન પર શોક વ્યક્ત કર્યો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજ મારી અંદર એક ઊંડું પીડા છુપાયેલી છે, હું એટલો દૂર છું અને મારા મિત્ર અરુણ ચાલ્યા ગયા. મોદીએ ભાવુક થઈને કહ્યું કે એક તરફ હું કર્તવ્યથી બંધાયેલો છું અને બીજી તરફ ભાવનાથી.

    વડાપ્રધાને કહ્યું કે, એ માનવું મુશ્કેલ છે કે હું અહીં બહેરીનમાં છું અને મારા પ્રિય મિત્ર અરુણ જેટલી નથી રહ્યા. પીએમ મોદીએ ઓગસ્ટ મહિનાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, થોડા દિવસ પહેલા સુષ્મા સ્વરાજ ચાલ્યા ગયા, આજે સાથે ચાલનારા મિત્ર ચાલ્યા ગયા. નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં ફ્રાન્સ, યૂએઈ બાદ બહેરીનના પ્રવાસે છે.



    આ પણ વાંચો, જેટલીના નિધન પર ભાવુક થયો ક્રિકેટર ગૌતમ ગંભીર, ગણાવ્યા પિતા સમાન


    પીએમ મોદીએ ફોન પર વ્યક્ત કર્યુ દુ:ખ


    અરુણ જેટલીના નિધનના સમાચાર સાંભળ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ નાણા મંત્રીના પરિવાર સાથે ફોન પર વાત કરી અને શોક, સંવેદના વ્યક્ત કરી. સૂત્રો મુજબ, ફોન પર વાતચીત દરમિયાન અરુણ જેટલીની દીકરા રોહને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કહ્યું કે તેઓ પોતાનો પ્રવાસ રદ ન કરે.

    જેટલીના દીકરાએ કહ્યુ- PM મોદી તમે વિદેશ પ્રવાસ રદ ન કરો

    વડાપ્રધાન મોદીએ અરુણ જેટલીના નિધન બાદ તેમના પુત્ર અને પત્ની સાથે ફોન પર વાતચીત કરીને શોક વ્યક્ત કર્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વાતચીત દરમિયાન અરુણ જેટલીના પુત્ર રોહને વડાપ્રદાન મોદીને કહ્યુ કે તમે દેશ માટે બહાર ગયા છો, એટલે શક્ય હોય તો તમારો પ્રવાસ રદ ન કરો. રોહને કહ્યુ કે દેશ સૌથી પહેલા છે, એટલે તમે તમારો પ્રવાસ પૂર્ણ કર્યા બાદ જ સ્વદેશ પરત ફરજો.

    મોદીનું ટ્વિટ

    વડાપ્રધાન મોદીએ અરુણ જેટલીની વિદાય પર લખ્યું કે, "અરુણ જેટલી એક રાજનીતિક દિગ્ગજ હતા. તેઓ બોદ્ધિક અને કાયદાકીય રીતે ઘણા મજબૂત હતા. તેઓ એક પ્રખર નેતા હતા જેમણે દેશને ઘણું યોગદાન આપ્યું છે. તેમનું નિધન ખૂબ જ દુઃખદ છે. તેમના પત્ની સંગીતાજી અને પુત્ર રોહન સાથે વાતચીત કરીને મેં મારી સંવેદના વ્યક્ત કરી છે. ઓમ શાંતિ."

    આ પણ વાંચો, જાણો અરુણ જેટલીના પરિવારના સભ્યો વિશે, શું કરે છે તેમના સંતાનો?

    First published:August 25, 2019, 07:56 am

    टॉप स्टोरीज