ન્યૂઝ18 ગુજરાતી: સાઉદી પત્રકાર જમાલ ખશોગીની હત્યા સાથે જોડાયેલી એક ટેપના અંતિમ શબ્દો વિશે જાણવા મળ્યું છે. ઈસ્તંબુલ સ્થિત સઉદી અરબની એમ્બેસીમાં હત્યા કરવા દરમિયાન જમાલ ખશોગીના અંતિમ શબ્દો હતા, 'હું શ્વાસ નથી લઈ શકતો'. તપાસ સાથે જોડાયેલા સૂત્રએ આ વાતની જાણકારી આપી છે.
સૂત્રએ ખશોગીની હત્યા દરમિયાન રેકોડ ઓડિયોની ટ્રાન્સક્રીપ્ટનું ટ્રાન્સલેશન વાંચ્યું. તે મુજબ 2 ઓક્ટોબરે ખશોગીની હત્યા અચાનક થયેલી ઘટના નહીં પરંતુ આ તેને પહેલાથી જ પ્લાનિંગ મુજબ અંજામ આપવામાં આવ્યો હતો.
સૂત્રએ જણાવ્યું કે ઓડિયો ટેપથી જાણવા મળે છે કે ખશોગી તેમને મારવા માટે પહોંચેલા લોકો સાથે સંઘર્ષ કરી રહ્યા હતા. આ દરમિયાન તેઓએ કહ્યું હતું, 'હું શ્વાસ નથી લઈ શકતો.'
'હું શ્વાસ નથી લઈ શકતો.' 'હું શ્વાસ નથી લઈ શકતો.'
આ ઓડિયો ટ્રાન્સક્રીપ્ટથી જાણવા મળે છે કે ઓડિયોમાં ખશોગીના શરીરના ટુકડે-ટુકડા કરવાનો અવાજ પણ સંભળાઈ રહ્યો છે. આ અવાજ બહાર ન જાય, તેના માટે હત્યા કરનારાઓએ સંગીત વગાડવાની સલાહ આપી હતી.
સૂત્ર મુજબ, ખશોગીની હત્યા બાદ સમગ્ર ઘટનાક્રમની જાણકારી આપવા માટે એક પછી એક અનેક ફોન કોલ્સ કરવામાં આવ્યા. તુર્કીના અધિકારીઓનું માનવું છે કે આ ફોન કોલ રિયાદમાં બેઠેલા સિનિયર અધિકારીઓને કરવામાં આવ્યા હતા.
બીજી તરફ, સૂત્રોએ જણાવ્યું કે, એમબીએસે ખશોગીની હત્યાો આદેશ પોતે આપ્યો હતો. આ ખુલાસા બાદ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન પર દબાણ વધવાની શક્યતા છે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને હત્યા સાથે ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન (એમબસીએસ)નો સંબંધ ન જોડવાનો નિર્ણય કયો છે. આ મુદ્દાને લઈને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સીઆઈએમ સાથે પણ મતભેદ ચાલી રહ્યા છે.
તેની સાથે એવો ખુલાસો જમાલ ખશોગીની હત્યાને લઈને સઉદી સરકાર દ્વારા શરૂઆતમાં કરવામાં આવેલા સ્પષ્ટીકરણ ઉપર પણ સવાલ ઊભા કરે છે. આ ખુલાસાથી જાણવા મળે છે કે આ એક ઓપરેશન હતું જે ખરાબ રીને નિષ્ફળ થઈ ગયું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર