Home /News /national-international /તમારી કાર તો હું પણ નથી ખરીદી શકતો! મર્સિડિઝની ઇલેક્ટ્રીક કારનાં લોન્ચિંગમાં બોલ્યા ગડકરી

તમારી કાર તો હું પણ નથી ખરીદી શકતો! મર્સિડિઝની ઇલેક્ટ્રીક કારનાં લોન્ચિંગમાં બોલ્યા ગડકરી

મર્સિડિઝ EVનાં લોન્ચ દરમિયાન નિતિન ગડકરી

લક્ઝરી કાર કંપની મર્સિડિઝ બેન્ઝે આજે ભારતીય માર્કેટમાં મેડ ઇન ઈન્ડિયા ઇલેક્ટ્રીક સલૂન કાર લોન્ચ કરી હતી જેમાં કેન્દ્રિય મંત્રી નિતિન ગડકરીએ ખાસ હાજરી આપી હતી. તેમના નિવેદને ખાસ્સી ચર્ચા જગાડી હતી.

    પુણે: જર્મનીની ટોચની લક્ઝરી કાર ઉત્પાદક કંપની મર્સિડીઝ-બેન્ઝે આજે ભારતીય બજારમાં પ્રથમ મેક-ઇન-ઇન્ડિયા મર્સિડીઝ-બેન્ઝ EQS 580 ઇલેક્ટ્રિક સલૂન કાર લોન્ચ કરી છે. કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરીએ શુક્રવારે જર્મન પ્રીમિયમ કાર નિર્માતા મર્સિડીઝ બેન્ઝને સ્થાનિક સ્તરે વધુ કારનું ઉત્પાદન કરવા જણાવ્યું હતું.

    હું પણ તમારી કાર પણ ખરીદી શકતો નથી

    પુણેમાં લોકાર્પણ સમારોહમાં બોલતા રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે દેશમાં ઈલેક્ટ્રિક વાહનોનું વિશાળ બજાર છે. કેન્દ્રિય મંત્રીએ કહ્યું હતું કે, "જો તમે ઉત્પાદન વધારશો, તો ખર્ચ ઘટાડવો પણ શક્ય છે. અને અમે મધ્યમ વર્ગના લોકો છીએ, હું પણ તમારી કાર પણ ખરીદી શકતો નથી. માટે ખર્ચ ઘટે તો ઘણા લોકો કાર ખરીદી શકે.

    રૂપિયા 1.07 કરોડ છે કિંમત

    મર્સિડીઝ-બેન્ઝ ઈન્ડિયાએ ભારતમાં તેની ઈલેક્ટ્રો-મોબિલિટી ડ્રાઈવ શરૂ કરી હતી. ઑક્ટોબર 2020માં તેની ઑલ-ઈલેક્ટ્રિક SUV EQCને સંપૂર્ણ આયાતી એકમ તરીકે લૉન્ચ કરીને શરૂ કરી હતી, જેની કિંમત રૂપિયા 1.07 કરોડ છે. ગડકરીના જણાવ્યા અનુસાર, આપણાં દેશમાં કુલ 15.7 લાખ ઇલેક્ટ્રિક વાહનો છે.

    આ પણ વાંચો: ઇલેક્ટ્રિક સેડાન લોન્ચ, ભારતમાં એસેંબલ્ડ EV ની સૌથી વધુ રેન્જ





    કુલ EV ના વેચાણમાં 335 ટકા વૃદ્ધિ સાથે એક વિશાળ બજાર હોવાનું જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે દેશમાં એક્સપ્રેસ હાઇવે આવતાં, મર્સિડીઝ-બેન્ઝ ઇન્ડિયાને આ કાર માટે સારું બજાર મળશે. તેમણે કહ્યું હતું કે ભારતીય ઓટોમોબાઈલનું કદ હાલમાં 7.8 લાખ કરોડ રૂપિયા છે, જેમાંથી નિકાસ 3.5 લાખ કરોડ રૂપિયા છે અને "મારું સ્વપ્ન તેને 15 લાખ કરોડ રૂપિયાનો ઉદ્યોગ બનાવવાનું છે."

    ગડકરીએ મર્સિડીઝ-બેન્ઝના વાહન સ્ક્રેપિંગ યુનિટ્સ સ્થાપવા માટે વિચાર પણ રજૂ કર્યો હતો, જે કંપનીને તેના વિવિધ ભાગોની કિંમત 30 ટકા સુધી ઘટાડવામાં મદદ કરશે. “અમારા રેકોર્ડ મુજબ, અમારી પાસે સ્ક્રેપિંગ માટે 1.02 કરોડ વાહનો તૈયાર છે. અમારી પાસે ફક્ત 40 યુનિટ્સ છે. મારો અંદાજ છે કે અમે એક જિલ્લામાં ચાર સ્ક્રેપિંગ યુનિટ્સ ખોલી શકીએ છીએ અને એટલી સરળતા સાથે, અમે આવા 2,000 એકમો ખોલી શકીએ છીએ.

    કેવી છે ગાડી?

    EQS 580 4MATIC 857 કિમીની રેન્જ આપે છે. લિથિયમ-આયન બેટરી 107.8 kWh ની ખાસ્સી ઉપયોગી ઊર્જા ક્ષમતા સાથે આવે છે અને એક્સ્ક્લુઝિવ લિથિયમ-આયન ટેકનૉલોજિનો ઉપયોગ કરીને બનેલ શક્તિશાળી 400-વોલ્ટ બેટરીથી સજ્જ છે.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: Electric vehicle, Mercedes Benz, Nitin Gadkari

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन