મધ્યપ્રદેશ: BSPના મહિલા ધારાસભ્યએ કહ્યું, હું તમામ મંત્રીઓની 'બાપ' છું

News18 Gujarati
Updated: January 26, 2019, 3:51 PM IST
મધ્યપ્રદેશ: BSPના મહિલા ધારાસભ્યએ કહ્યું, હું તમામ મંત્રીઓની 'બાપ' છું
રમાબાઈ સિંઘની તસવીર, સૌજન્ય ANI ટ્વીટ

મધ્ય પ્રદેશમાં બહુજન સમાજવાદી પક્ષના બે ધારાસભ્યોના ટેકાથી બનેલી કોંગ્રેસને કમલનાથ સરકાર પાસે મંત્રી પદની માગણી કરી રહેલી મહિલા ધારાસભ્ય રમાબાઈ સિંઘનું વિવાદીત નિવેદન

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી: મધ્ય પ્રદેશમાં અપક્ષ અને બહુજન સમાજવાદી પક્ષના ટેકાથી બનેલી કોંગ્રેસની કમલનાથ સરકાર સામે પડકારો મોટા છે. બહુજન સમાજવાદી પક્ષના બે ધારાસભ્યોનો ટેકો હોવા છતાં તેમને મંત્રી પદ નહીં મળતા તેમાના એક મહિલા ધારાસભ્ય રમબાઈ સિંઘે વિવાદીત નિવેદન આપ્યું હતું.
રમાબાઈ સિંઘે કમલનાથ સરકારનો ઉધડો લેતા જણાવ્યું હતું કે હું બધા મંત્રીઓની 'બાપ' છુ.

તેમણે સમાચાર સંસ્થા એએનઆઈને જણાવ્યું હતું કે ' જો હું મંત્રી બની જઈશ તો સારુ કામ કરીશ અને નહીં બનું તો પણ સારુ કામ કરીશ. હું બધા મંત્રીઓની બાપ છું. મેં જ તો આ સરકાર બનાવી છે. '

આ પણ વાંચો: રિપબ્લિક ડે સ્પીચ ન વાંચી શકી કમલનાથની મંત્રી, વચ્ચે જ કહ્યું- 'કલેક્ટર સાહેબ વાંચશે'

રમાબાઈ સિંઘ અને સંજીવ સિંઘ કુશવાહા આ બંને ધારાસભ્યો મધ્ય પ્રદેશમાં બહુજન સમાજવાદી પક્ષની ટિકિટ પરથી ચૂંટાઈ આવ્યા હતા. આ બંને ધારાસભ્યોના સમર્થન બાદ મધ્ય પ્રદેશમાં કમલનાથ સરકાર સત્તા પર આરૂઢ થઈ હતી. અગાઉ મધ્ય પ્રદેશ સરકાર અને કોંગ્રેસ પક્ષને ચેતવણી આપતા આ ધારાસભ્યોએ જણાવ્યું હતું કે જો કોંગ્રેસ મંત્રી પદ નહીં આપે તો કર્ણાટક જેવી સ્થિતિ સર્જાશે.

રમાબાઈએ જણાવ્યું, “કે જો મને મંત્રી પદ નહીં મળે તો માત્ર હું જ નહીં અન્ય લોકો પણ વિરોધ કરશે. જો કોંગ્રેસે સરકાર ચલાવી હોય તો સૌને ખુશ રાખવા પડશે. જો સરકારને મજબૂત બનવું હોય તો પહેલાં તેમણે અમને મજબૂત બનાવવા પડશે. ” અત્રે ઉલ્લેખનીય છે કે મધ્ય પ્રદેશમાં સરકાર રચવા માટે 116 ધારાસભ્યોનું સમર્થન જરૂરી છે, જ્યારે કોંગ્રેસે મધ્ય પ્રદેશમાં 114 બેઠકો જીતી હતી જ્યારે ભાજપ 109 સીટ જીતી હતી.

આતંકવાદ છોડી દેશ માટે કુરબાન થનારા લાન્સ નાયક વાણીને મળ્યો અશોક ચક્ર
First published: January 26, 2019, 3:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading