સલમાન રશ્દી કહ્યું- ‘હું સલમાન ખાન છું’, જાણો શું છે સમગ્ર મામલો
સલમાન રશ્દી કહ્યું- ‘હું સલમાન ખાન છું’, જાણો શું છે સમગ્ર મામલો
Image credit: Reuters
આ ટ્વિટ પર અનેક કમેન્ટ કરવામાં આવી હતી. કેટલાક યૂઝરે ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના સમર્થનમાં કમેન્ટ કરી, જ્યારે કેટલાક યૂઝરે ઈન્ડિયન નેશનલ કોંગ્રેસની ટીકા કરી હતી. એક કટુ સત્યા નામના ટ્વિટર યૂઝરે કમેન્ટ કરતા તેમાં અન્ય ફેમસ એવોર્ડ વિનર સલમાન રશ્દીને ટેગ કરી દીધા હતા.
તમે ઘણી વાર સાંભળ્યું હશે કે નામમાં શું રાખ્યું છે? જ્યારે તમે કોઈ પ્રસિદ્ધ પર્સનાલિટી સાથે તમે તમારું નામ શેર કરો છો, ત્યારે ઘણી વાર ફની મોમેન્ટ્સ બની જતી હોય છે. પરંતુ જો તમે બંને વ્યક્તિઓ ફેમસ હોય ત્યારે શું? અહીં બે ફેમસ પર્સનાલિટી કે જે એક જેવા નામ ધરાવે છે, તેમણે અન્ય વ્યક્તિનું નામ ટ્વિટર પર શેર કરતા તેમને ટ્રોલ કરવામાં આવ્યા છે.
વાત ત્રણ સલમાનની
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ વિદેશ મંત્રી સલમાન ખુર્શીદે માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટર પર એક પોસ્ટ શેર કર્યા બાદ આ સમગ્ર વાત શરૂ થઈ છે. સલમાન ખુર્શીદે પૂર્વ ભારતીય પ્રધાનમંત્રી રાજીવ ગાંધી અને તેમના પુત્ર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના ફોટોઝ શેર કર્યા હતા. ખુર્શીદે આ પોસ્ટના કેપ્શનમાં લખ્યું કે, “લોકતંત્રના એક સમયે રહી ચૂકેલા અને ભવિષ્માં બનનાર રાજા”.
આ ટ્વિટ પર અનેક કમેન્ટ કરવામાં આવી હતી. કેટલાક યૂઝરે ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના સમર્થનમાં કમેન્ટ કરી, જ્યારે કેટલાક યૂઝરે ઈન્ડિયન નેશનલ કોંગ્રેસની ટીકા કરી હતી. એક કટુ સત્યા નામના ટ્વિટર યૂઝરે કમેન્ટ કરતા તેમાં અન્ય ફેમસ એવોર્ડ વિનર સલમાન રશ્દીને ટેગ કરી દીધા હતા. કટુ સત્યાએ કમેન્ટ કરી હતી કે, “સલમાન રશ્દી જેવા ચમચા પાસેથી લોકતંત્રને વ્યાખ્યાયિત કરવા માટે ‘રાજા’ શબ્દનો ઉપયોગ કરવાની જ આશા રાખી શકાય.”
ત્યાર બાદ સલમાન રશ્દીને ટેગ કરતા તેમણે મજેદાર જવાબ આપ્યો હતો. આ ટ્વીટ વાંચીને અન્ય ટ્વિટર યુઝર્સ તેની મજા લઇ રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, સલમાન રશ્દી કમેન્ટનો જવાબ આપતા તેમાં સલમાન ખાનને ટેગ કર્યા હતા.
ટ્વિટર પર આ પ્રકારનું કન્ફ્યૂઝન જોતા અન્ય ટ્વિટર યૂઝર્સને હસવું આવી રહ્યું છે.
સલમાન રશ્દી સાથે આ પ્રકારની કોઈ પહેલી ઘટના નથી બની. 2019માં ન્યૂઝ 18 સાથે વાતચીતમાં સલમાન રશ્દીએ જણાવ્યું હતું કે અગાઉ પણ તેમના એકાઉન્ટ @RushdieExplained પર કરવામાં આવેલ ટ્વિટને કારણે તેમને અનેક નફરતભર્યા મેઈલ મળ્યા હતા.
આ સંપૂર્ણ કન્ફ્યૂઝનમાં સલમાન ખાને કોઈ રિસ્પોન્સ આપ્યો નથી. ત્યારે જોવું રહ્યું કે સલમાન ખાન આ કન્ફ્યૂઝન દૂર કરશે કે નહીં?
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર