સચિન પાયલટ પર ક્રોસ વોટિંગ માટે 35 કરોડની ઓફર દેવાનો આરોપ, મળ્યો આવો જવાબ

સચિન પાયલટ પર ક્રોસ વોટિંગ માટે 35 કરોડની ઓફર દેવાનો આરોપ, મળ્યો આવો જવાબ
સચિન પાયલટ પર ક્રોસ વોટિંગ માટે 35 કરોડની ઓફર દેવાનો આરોપ, મળ્યો આવો જવાબ

મુખ્યમંત્રી અશોક ગહલોતના પ્રહાર પછી હવે સચિન પાયલટે વળતો પ્રહાર કર્યો

 • Share this:
  જયપુર : રાજસ્થાનના રાજનીતિ ઘટનાક્રમને (Rajasthan Crisis) લઈને મુખ્યમંત્રી અશોક ગહલોતના પ્રહાર પછી હવે સચિન પાયલટે (Sachin Pilot)વળતો પ્રહાર કર્યો છે. પાયલટે કહ્યું કે આ આખો મામલો તેને બદનામ કરવા અને પાર્ટી પ્રત્યે તેની વિશ્વસનિયતાને સંદિગ્ધ બનાવવાનો પ્રયત્ન છે. પાયલટે કહ્યું કે આખા મામલાને નવો રાજનીતિક રંગ આપવામાં આવી રહ્યો છે જેથી રાજસ્થાનમાં કોંગ્રેસ પાર્ટીની સમસ્યાઓ તરફ પાર્ટી નેતૃત્વનું ધ્યાન હટાવી શકાય. મુખ્ય મુદ્દાથી ધ્યાન ભટકાવીને હવે ફક્ત મારી છાપને નુકસાન પહોંચાડવા માટે આ બધું કરવામાં આવી રહ્યું છે.

  અશોક ગહલોત દ્વારા નકામો અને દગાખોર કહ્યા પછી સચિન પાયલટે વળતો પ્રહાર કર્યો છે. સચિન પાયલટે કહ્યું કે મારી છાપ ખરાબ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. હું આરોપોથી દુખી છું પણ હેરાન નથી. આરોપ લગાવનાર ધારાસભ્યો સામે કાનૂની કાર્યવાહી કરીશ.  આ પણ વાંચો - Rajasthan Crisis: અશોક ગહલોતનો પાયલટ પર મોટો પ્રહાર, કહ્યું- જાણતો હતો તે નકામો અને દગાખોર છે

  તમને જણાવી દઈએ કે કોંગ્રેસ ધારાસભ્ય ગિર્રાજ સિંહ મલિંગાએ (Girraj Singh Malinga) સરકારને બગાવતી તેવર બતાવનાર પૂર્વ પીસીસી ચીફ અને ડિપ્ટી સીએમ સચિન પાયલટ પર સનસનાટીભર્યો આરોપ લગાવ્યો હતો. ગિર્રાજ સિંહ મલિંગાએ કહ્યું હતું કે સચિન પાયલટે કોંગ્રેસમાંથી બીજેપીમાં લાવવા માટે 35 કરોડ રૂપિયાની ઓફર કરી હતી. તેણે આ ઓફર ફગાવી દીધી હતી. તેણે કહ્યું હતું કે આ ઘટના ડિસેમ્બર અને પછી રાજસ્થાનમાં રાજ્યસભા ચૂંટણી પહેલા થઈ હતી.
  Published by:Ashish Goyal
  First published:July 20, 2020, 19:03 pm

  ટૉપ ન્યૂઝ