પાક. PM ઇમરાન ખાને કહ્યુ- 'હું નોબેલ શાંતિ પુરસ્કાર માટે અયોગ્ય'

News18 Gujarati
Updated: March 4, 2019, 3:01 PM IST
પાક. PM ઇમરાન ખાને કહ્યુ- 'હું નોબેલ શાંતિ પુરસ્કાર માટે અયોગ્ય'
ઇમરાન ખાન (ફાઇલ તસવીર)

ઇમરાનના જણાવ્યા પ્રમાણે આ પુરસ્કાર એ વ્યક્તિને મળવો જોઈએ જે કાશ્મીરની સમસ્યાનું સમાધાન લાવે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : પાકિસ્તાનની સંસદમાં ઇમરાન ખાનને નોબેલ શાંતિ પુરસ્કાર આપવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યા બાદ આ મામલે ખુદ ઇમરાન ખાને પ્રતિક્રિયા આપી છે. પાકિસ્તાનના વડાપ્રધાને ટ્વિટ કરીને કહ્યું છે કે તેઓ નોબેલ શાંતિ પુરસ્કાર માટે યોગ્ય નથી. ઇમરાનના જણાવ્યા પ્રમાણે આ પુરસ્કાર એ વ્યક્તિને મળવો જોઈએ જે કાશ્મીરની સમસ્યાનું સમાધાન લાવે.

ઇમરાન ખાને ટ્વિટર પર લખ્યું, "હું નોબેલ શાંતિ પુરસ્કારને યોગ્ય નથી. આ પુરસ્કારને લાયક એ વ્યક્તિ છે જે કાશ્મીરીઓની ઈચ્છા પ્રમાણે કાશ્મીર વિવાદનું સમાધાન લાવીને ઉપમહાદ્વીપમાં શાંતિ અને વિકાસના કામોને આગળ વધારે."

આ પણ વાંચો : ઇમરાન ખાનની પ્રશંસા બદલ ABVPએ પ્રોફેસરને ઘૂંટણીએ પડી માફી મંગાવી

નોંધનીય છે કે પાકિસ્તાનની સંસદમાં ઇમરાન ખાનને નોબેલ શાંતિ પુરસ્કાર આપવા માટે એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવના સમર્થનમાં ફવાદ ચૌધરીએ કહ્યુ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને ઓછો કરવા માટે વડાપ્રધાન ઇમરાન ખાને નોંધનીય પહેલ કરી છે. તેમણે શાંતિના પ્રયાસો માટે જે તત્પરતા દાખવી છે, તે ખૂબ દુર્લભ છે. ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ ઓછો કરીને શાંતિની પહેલનો હવાલો આપતા સૂચના મંત્રી ફવાદ ચૌધરીએ કહ્યું કે ભારતીય વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને છોડવાની જાહેરાત કરતા ઇમરાન ખાને શાંતિ તરફ આગળ વધવાની પહેલ કરી હતી. નોંધનીય છે કે પાકિસ્તાનમાં શુક્રવારે #NobelPeacePrizeForImranKhan પણ ટ્રેન્ડ થઈ રહ્યું હતું.

જોકે, પાકિસ્તાની સેનાએ જે રીતે વિંગ કમાન્ડર અભિનંદનને મીડિયાની સામે રજૂ કર્યા અને તેને છોડવામાં જે મોડું કરવામાં આવ્યું તેની ખૂબ જ ટીકા થઈ રહી છે. ભારતે વિંગ કમાન્ડરને મીડિયા સામે રજૂ કરવાના પાકિસ્તાનના કૃત્યને ખૂબ જ ખરાબ ગણાવ્યું હતું.
First published: March 4, 2019, 3:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading