કોંગ્રેસ નેતાની મુસ્લિમ પત્નીએ કહ્યું, 'હું કેન્દ્રીય મંત્રી કરતા સવાઈ ભારતીય છું'

News18 Gujarati
Updated: January 29, 2019, 10:15 AM IST
કોંગ્રેસ નેતાની મુસ્લિમ પત્નીએ કહ્યું, 'હું કેન્દ્રીય મંત્રી કરતા સવાઈ ભારતીય છું'
તબુ રાવ

દિનેશ ગુન્ડુ રાવે તબસ્સુમ નામની મુસ્લિમ યુવતી સાથે લગ્ન કર્યા છે. બંનેના લગ્નને 25 વર્ષ જેટલો સમય થઈ ગયો છે.

  • Share this:
બેંગાલુરુ : કેન્દ્રીય મંત્રી અનંતકુમાર હેગડેએ રવિવારે કર્ણાટકમાં એક જાહેર સભામાં આપેલા "હિન્દુ ગર્લ" નિવેદનનો મામલો ગરમી પકડી રહ્યો છે. આ મામલે સોમવારે કોંગ્રેસના સમર્થક તહસીન પૂનાવાલાએ પોતાની હિન્દુ પત્ની સાથે તસવીર પોસ્ટ કરીને મંત્રીને તેની સામે કાર્યવાહી કરવાની ચેલેન્જ ફેંકી હતી. આ મામલે કર્ણાટક કોંગ્રેસના નેતા દિનેશ ગુન્ડુ રાવે ટ્વિટ કરીને મંત્રીને તેમણે કર્ણાટક માટે શું કર્યું તેવો સવાલ પૂછ્યો હતો. જે બાદમાં મંત્રીએ રાવને આકરો જવાબ આપ્યો હતો.

દિનેશ ગુન્ડુ રાવે તબસ્સુમ નામની મુસ્લિમ યુવતી સાથે લગ્ન કર્યા છે. બંનેના લગ્નને 25 વર્ષ જેટલો સમય થઈ ગયો છે. જોકે, બીજેપીના કાર્યકરો આજ દિવસ સુધી આ આંતરધર્મિય લગ્ન બદલ બંનેને ટાર્ગેટ કરતા આવ્યા છે.

દિનેશ ગુન્ડુ રાવના ટ્વિટના જવાબમાં અનંતકુમારે હેગડેએ તેમના પત્ની તબુ(તબ્બસુમ) રાવને નિશાન બનાવ્યા હતા. મંત્રીએ તેના જવાબમાં લખ્યું હતું કે, "મારે ચોક્કસ @dineshgraoએ જે પ્રશ્નો પૂછ્યા છે તેનો જવાબ આપવો જોઈએ. આ વ્યક્તિ તેની કોઈ સિદ્ધિ જાહેર કરે તે પહેલા હું કહેવા માંગું છું કે, હું આ વ્યક્તિને એક "મુસ્લિમ મહિલા" પાછળ ચાલનાર તરીકે ઓળખું છું."

Dinesh Gundu Rao
દિનેશ ગુન્ડુ રાવ, પત્ની તબુ રાવ સાથે


એનડીટીવી સાથે વાતચીત કરતા "મુસ્લિમ મહિલા"એ (તબસ્સુમ રાવ) જણાવ્યું કે, તેણી અને તેની દીકરીઓ વિરુદ્ધ આવી ધૃણાસ્પદ કોમોન્ટ્સ થતી રહી છે. મને ખુશી છે કે તેઓ હાલ દેશમાં નથી. હું નથી ઈચ્છતી કે તેઓ પણ આવી કોઈ સ્પર્ધામાં ઉતરે."

તબસ્સુમે જણાવ્યું કે,
આવું ત્રીજી વખત બન્યું છે જ્યારે મારો કોઈ ગુનો ન હોવા છતાં મને નિશાન બનાવવામાં આવી હોય. હું બિલકુલ અરાજકીય વ્યક્તિ છું. જોકે, હું એક ભારતીય તરીકે સોશિયલ મીડિયામાં મારો પક્ષ રજુ કરું છું. અમારી અંગત જિંદગીમાં દખલ દેવાનો એ લોકોને કોઈ જ અધિકાર નથી. હું સક્રિય રાજકારણમાં નથી એટલે એ લોકોએ રાજકીય પ્રશ્નોમાં મને ઢસડવી ન જોઈએ."
તબસ્સુમે આવી કોમેન્ટ બદલ સીધા અનંતકુમાર હેગડેને જવાબ આપ્યો ન હતો પરંતુ તેણે ટ્વિટરના માધ્યમથી કેન્દ્રીય મંત્રીને જવાબ આપ્યો હતો. ટ્વિટર પર તેમણે લખ્યું છે કે, "હું અનંતકુમાર હેગડે કરતા સવાઈ ભારતીય છું, કારણ કે હું દેશના દરેક ધર્મનો આદર કરું છું."

આ અંગે તબ્બસુમે ટ્વિટર પર લખ્યું છે કે, "મેં ક્યારેક પણ કોઈ ભારતીય જનતા પાર્ટીના નેતા અંગે કોઈ વ્યક્તિગત કોમેન્ટ કરી નથી, આથી કોઈ વ્યક્તિ સસ્તા રાજકારણ માટે મારા નામનો ઉપયોગ કરે તેની સામે મને સખત વાંધો છે. કેન્દ્રીય મંત્રી તરફથી આવું નિવેદન થાય તે બિલકુલ યોગ્ય નથી."

એનડીટીવી સાથે વાતચીતમાં તબ્બસુમે કહ્યું કે, તેના પતિએ મુસ્લિમ ધર્મ અંગિકાર નથી કર્યો, આથી તેણી બીજેપીનું આવું વર્તન સમજી નથી શકતી. એક સાંસદ અને કેન્દ્રીય મંત્રી તરફથી આવી કોમોન્ટ આવે તે ખરેખર શરમજનક વાત છે. બીજેપીએ આવી નિમ્ન સ્તરની કોમેન્ટ કરવાથી દૂર રહેવું જોઈએ. દરેક લોકોએ અમારા લગ્નનો સ્વીકાર કર્યો છે. મને એ વાત નથી સમજાતી ફક્ત બીજેપીના લોકો જ કેમ વારેવારે આવી વાત કરી રહ્યા છે. આ ખરેખરે નિરાશાજનક છે.
First published: January 29, 2019, 10:14 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading