સામ્યવાદીઓ ચેતી જાવ, લોર્ડ અયપ્પના ભક્તોને પરેશાન કરશો તો ખેર નથી: અમિત શાહ

News18 Gujarati
Updated: October 27, 2018, 3:41 PM IST
સામ્યવાદીઓ ચેતી જાવ, લોર્ડ અયપ્પના ભક્તોને પરેશાન કરશો તો ખેર નથી: અમિત શાહ
અમિત શાહ

અમિત શાહે કહ્યું કે, સુપ્રિમ કોર્ટનાં આદેશનાં નામે ભગવાન અયપ્પાનાં ભક્તોને કચડવાનું બંધ કરો.

  • Share this:
ભાજપ પ્રમુખ અમિત શાહે કેરળમાં જનસભાને સંબોધી હતી અને કેરળનાં સામ્યવાદી સરકાર પર પ્રહારો કર્યા હતા. અમિત શાહે આરોપ લગાવ્યો હતો કે, કેરળમાં આજે લોકો ધાર્મિક માન્યતા અને રાજ્ય સરકારની ક્રુરતા વચ્ચે પિસાઇ રહી છે. કેરળનાં ડાબેરી સરકારે સબરીમાલા મંદિરના ઇશ્યુનો દુરઉપયોગ કર્યો છે અને ભાજપ અને આર.એસ.એસનાં કાર્યકરોને ટાર્ગેટ કર્યા છે. આ આસ્થા માટેનો સંઘર્ષ છે”.

સબરીમાલા મંદિરમાં 10 થી 50 વર્ષની ઉંમરની મહિલાઓ પર મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ હતો. પણ મહિલાઓના હક્કો માટે લડતા લોકોએ આ પ્રતિબંધનો વિરોધ કર્યો હતો અને કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. લાંબી લડાઇના અંતે સુપ્રિમ કોર્ટે વર્ષોથી ચાલી આવતી પરંપરાને બંધ કરતો આદેશ કર્યો હતો.

સબરીમાલા ભગવાન અયપ્પાનું મંદર છે અને આ મંદિરમાં વર્ષોથી મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ હતી. મહિલાઓ પરના મંદિર પ્રવેશ પર પ્રતિબંધ પાછળ એક માન્યતા એ છે કે, મહિલાઓ જ્યારે માસિક ધર્મ હોય છે ત્યારે તે અપવિત્ર હોય છે એટલા માટે તેમને મંદિરમાં પ્રવેશ ન કરાય.

સબરીમાલા મંદિરમાં મહિલાઓનાં પ્રવેશનો વિરોધ કરનારા લોકો મંદિરમાં જઇ દર્શન કરવા ઇચ્છતિ મહિલાઓને બહારથી જ કાઢી મૂકે છે. અંદર જવા દેતા નથી. કેરળમાં સબરીમાલા મંદિરમાં મહિલાઓનાં પ્રવેશ મામલે વિરોઘ ઉગ્ર બની રહ્યો છે. તાજેતરમાં સપ્રિમ કોર્ટે કેરળમાં આવેલા સબરીમાલા મંદિરમાં વર્ષો ચાલ્યા આવતા મહિલાઓ પરના પ્રતિબંધને હટાવી દેતા કેટલાક રૂઢુચુસ્ત લોકો નારાજ થયા છે અને આ ચુકાદા સામે બે રિવ્યુ પિટીશન સુપ્રિમ કોર્ટમાં ફાઇલ કરવામાં આવી છે.

કેરળની સરકારે સ્પષ્ટ કર્યું છે કે, તે સુપ્રિમ કોર્ટનાં આદેશનું પાલન કરશે પણ ભાજપે આ તકનો લાભ ઉઠાવ્યો છે અને કેરળની ડાબેરી સરકારને ઘેરી છે. એમાંય મુદ્દો ધર્મનો છો એટલે ભાવતું મળી ગયું છે.

મંદિર પ્રવેશ માટે વિરોધ કરી રહેલા 2,800 જેટલા લોકોને કેરળની સરકારે ધરપકડ કરી છે.અમિત શાહે કહ્યું કે, સુપ્રિમ કોર્ટનાં આદેશનાં નામે ભગવાન અયપ્પાનાં ભક્તોને કચડવાનું બંધ કરો. હું કેરળની સામ્યવાદી સરકારને ચેતવણી આપું છું. સામ્યવાદીઓ કેરળમાં મંદિરોની પવિત્રતાને નષ્ટ કરવા માંગે છે. આ તેમનું કાવત્રુ છે. પણ ભાજપ ભક્તોની સાથે છે. દેશમાં ઘણાય એવા મંદિરો છે જ્યાં પુરુષો માટે પ્રવેશ નથી”.

 
First published: October 27, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading