CM બનતા જ કુમારસ્વામીએ કરી જાહેરાત, JDS-કોંગ્રેસ મળીને લડશે 2019ની ચૂંટણી

News18 Gujarati
Updated: May 24, 2018, 9:23 AM IST
CM બનતા જ કુમારસ્વામીએ કરી જાહેરાત, JDS-કોંગ્રેસ મળીને લડશે 2019ની ચૂંટણી
News18 Gujarati
Updated: May 24, 2018, 9:23 AM IST
મુખ્યમંત્રીપદના શપથ લેતા જ કુમારસ્વામીએ મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે 2019માં જેડીએસ-કોંગ્રેસ સાથે મળીને આગામી લોકસભા ચૂંટણી લડશે. તો તેમણે એ પણ વિશ્વાસ આપાવ્યો કે કર્ણાટકમાં તેમની સરકાર પાંચ વર્ષો સુધી રહેશે.

58 વર્ષીય વોક્કાલિગા નેતાએ કર્ણાટકના 23મા મુખ્યમંત્રીના રૂપમાં બુધવારે શપથ લીધા હતા. આ કાર્યક્રમમાં 11 દળના નેતાઓએ ભાગ લીધો.

CM કુમારસ્વામી વધુ શું-શું કહ્યું

કુમારસ્વામીએ ખેડૂતોનું દેવું માફ કરવાની જાહેરાત કરતા કહ્યુ, '' મારી પાસે પહેલેથી જ એક બ્લુપ્રિન્ટ છે કે ખેડૂતોની લોન માફ કરી શકાય. ચાલો હવે રાજનીતિને એક તરફ રાખીએ અને રાજ્યના વિકાસ માટે કામ કરીએ. ''

- લીંગાયત સમુદાયના લોકોને લઘુમતીનો દરજ્જો આપતા કુમાપસ્વામીએ ન્યૂઝ 18 દ્વ્રારા જણાવ્યું હતું કે તેના માટે પ્રમુખ મુદ્દો ન હતો પણ તેઓ સમગ્ર રાજ્યમાં વિકાસ કરવા માગે છે. તેમણે જણાવ્યું કે, 'અમે તમામ માટે ન્યાય, ભોજન, ઘર અને શાંતિ માંગીએ છીએ અને તે જ સરકારનો મુખ્ય હેતુ છે.'

- કાવેરી જળ વિવાદ પર બોલતા તેમણે કહ્યું હતું કે તેમની સરકાર કેન્દ્ર પ્રપોઝલ માટે સુપ્રીમ કોર્ટમાં રીવ્યૂ કરશે.
Loading...

-સી.એમ. બન્યા બાદ કુમારસ્વામી આજે ફ્લોર ટેસ્ટ આપશે. વિધાનસભામાં બહુમત સાબિત કર્યા બાદ કેબિનેટનું વિસ્તરણ થશે. ત્યારબાદ મંત્રીઓને તેમના ખાતા શોપવામાં આવશે. 25 મી મે બપોરે 12:15 કલાકે કર્ણાટક વિધાનસભામાં સત્ર બોલાવવામાં આવશે.

-કુમારસ્વામી કેબિનેટમાં કોંગ્રેસ-જેડીએસના મંત્રીઓને લઇને પણ સહમતિ બની ગઈ છે. કોંગ્રેસ નેતા કેસી વેણુગોપાલે જણાવ્યું હતું કે, "બેઠકમાં કેબિનેટ વિસ્તરણ વિશે ચર્ચા કરવામાં આવી. 34 મંત્રીમાંથી 22 કોંગ્રેસના બનશે. જ્યારે, સી એમ સહિત 12 મંત્રીઓ જેડીએસના હશે.
First published: May 24, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...